SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૩૩ અને જે તેના સમકાળે ઈહા માનો છો તે તર્કસ્વભાવવાળી અનિશ્ચયાત્મક છે. તેથી ઇહા અને અપાય નિશ્ચય-અનિશ્ચય સ્વભાવવાળા એક સમયે કઈ રીતે ઘટે ? તે બંને તો પરસ્પર પરિહાર કરનારા છે. એકવારમાં એકત્ર અવસ્થાન ન હોવાથી તેમની સહોદયની પણ ઉપપત્તિ થતી નથી. આ વિશેષઅવગમ અને ઇહાના સહભાવમાં પહેલી અસંગતિ અને અર્થાવગ્રહ માત્ર એક સમયનો છે જ્યારે ઇહા-અપાય તો ‘હા-વાયા મુદ્દુત્તમંત તુ વચનથી પ્રત્યેક અસંખ્યસમયના હોવાથી એક જ અર્થાવગ્રહના સમયમાં કઈ રીતે થાય ? અત્યંત અસંગત છે આ બીજી અસંગતિ થઈ. એટલે આ બધું અત્યંત અસંબદ્ધ હોવાથી ઉપેક્ષા કરવા જેવું છે. પ્રશ્ન-૨૭૬ ‘ક્ષિપ્ર, ોિળ, વડુ, અવદું વવિધ અવવિધ, અનિશ્રિત, નિશ્રિત, અસંધિ, સંધિં, ધ્રુવમ્, ધ્રુવમવવૃત્તિ' ઇત્યાદિ ગ્રંથથી અવગ્રહાદિ શાસ્રાંતરમાં ૧૨ વિશેષણોથી વિશેષિત છે. અહીં પણ આગળ આ અર્થ કહીશું એમ તમે પ્રતિજ્ઞા તરેલી છે. તેથી ક્ષિપ્ર ખ્રિોળ વાડવવૃત્તિ એવા વિશેષણની અન્યથાનુપપત્તિથી અર્થાવગ્રહ માત્ર એક સમયનો જણાતો નથી પરંતુ ચિરકાળનો પણ છે. કારણ કે જો એક સમય માત્ર હોય તેમાં ઉક્તવિશેષણો ન ઘટે. તેથી આ વિશેષણોના બળે તે અસંખ્યસમયનો પણ ઘટે છે. તથા ઘણા શ્રોતાઓના સામાન્યથી પ્રાપ્તિના વિષયમાં રહેલા શંખ-ભેરી આદિ ઘણા વાજિંત્રના નિર્દોષમાં ક્ષયોપશમની વિચિત્રતાથી બહુ ગ્રહણ કરે છે. કોઈક અબહુ ગ્રહણ કરે છે. ભિન્ન શબ્દોને કોઈ સ્ત્રી-પુરુષાદિ વાઘ-સ્નિગ્ધ-મધુરાદિ શબ્દમાત્ર બહુવિધ વિશેષથી વિશિષ્ટ ગ્રહણ કરે છે, કોઈ અબહુવિધગ્રહણ કરે છે. એથી આ બહુ-બહુવિધ આદિ અનેક વિકલ્પોની વિવિધતા વશ અવગ્રહનું ક્યાંક સામાન્યગ્રહણ અને ક્યાંક વિશેષગ્રહણ થાય છે આમ બંને સંગત છે એથી સૂત્રમાં જે ‘તેળ સદ્દે ત્તિ' વચનથી ‘શબ્દ’ એવું જે વિશેષજ્ઞાન બતાવ્યું છે તે પણ અર્થાવગ્રહમાં ઘટે છે ને ? - ઉત્તર-૨૭૬ હે અબુધચક્રવર્તિ ! જે બહુ-બહુવિધાદિવિશેષણ વશથી થતો વિશેષઅવગમ છે તે શું તને અર્થાવગ્રહ દેખાય છે ? એવું લાગતું હોય તો પણ જે બહુબહુવિધાદિગ્રાહક વિશેષાવગમ છે તે નિશ્ચય છે તે સામાન્ય અર્થનું ગ્રહણ ઇહા વિના ન થાય. જે તે બેના વિના થનારો નથી તે અપાય જ છે. એને અવગ્રહ કેમ કહો છો ? પહેલાં વારંવાર કહ્યા છતાં ભૂલકણા હોવાથી જડતાથી કે કદાગ્રહથી અમને વારંવાર બોલાવો છો તો શું કરી એ ? ફરીથી કહીએ છીએ કે જેનાથી મુશ્કેલીથી પણ કોઈ માર્ગને પ્રાપ્ત કરે. પ્રશ્ન-૨૭૭ તો તે બંને વિના વિશેષબોધનો અભાવ હોવાથી ગ્રહણ અને ઇહા ભલે વિશેષાવગમનું લક્ષણ થાય પરંતુ અપાય નિશ્ચયનું લક્ષણ કઈ રીતે થાય ? એ તો તેનું સ્વરૂપ જ છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy