SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ - પ્રશ્ન-૬૭૮ જીવ કયા કારણે મદન કોદ્રવસ્થાનીય મિથ્યાત્વને દૂર કરે છે ? ઉત્તર-૬૭૮ – જેમ કોઈના ગોમયાદિપ્રયોગથી સાફ કરતાં ત્રણ પ્રકારના કોદ્રવ થાય છે-શુદ્ધ-અર્ધવિશુદ્ધ-અવિશુદ્ધ. અપૂર્વકરણથી મિથ્યાત્વ ખપાવીને જીવ શુદ્ધાદિ ભેદથી ત્રણ પૂંજ કરે છે. ત્યાં સમ્યક્ત્વ આવાક કર્મ ખપાવીને શુદ્ધ કરેલા મિથ્યાત્વના પુદ્દગલોનો પુંજ સમ્યગ્ જિનવચનરૂચિનો અનાવારક હોવાથી ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે. અર્ધશુદ્ધ મિથ્યાત્વનો પુદ્ગલ પુંજ સમ્યગ્મિથ્યાત્વ તે, અવિશુદ્ધ પુંજ તે મિથ્યાત્વ કહેવાય છે, એમ અપૂર્વકરણથી ત્રણ પુંજ છતાં અનિવૃતિકરણ વિશેષથી જીવ-મિશ્ર કહેવાય છે, અને સર્વથા સમ્યક્ત્વ પુંજ પ્રાપ્ત કરે છે. જ્યારે પણ પડેલા સમ્યક્ત્વવાળો ફરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે અપૂર્વકરણથી ત્રણપૂંજ કરી અનિવર્તિકરણથી તેના લાભથી આ ક્રમ જાણવો. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૭૯ – ત્યારે અપૂર્વકરણના જ લાભથી અપૂર્વતા કઈ રીતે ? ઉત્તર-૬૭૯ – સાચું. પરંતુ અપૂર્વ જેમ અપૂર્વ થોડીવાર મળે છે એમ વૃદ્ધો કહે છે. આ બધા સૈદ્ધાંતિક મત છે. કાર્યગ્રંથિક મતથી તો “મિથ્યાત્વનું અંતરક૨ણ કરે છે, તેમાં પ્રવેશેલો ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, તેનાથી મિથ્યાત્વના ત્રણ ગૂંજ કરે છે. પછી ક્ષયોપશમિક પૂંજના ઉદયથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.” એમ માને છે, અર્થાત્ અપૂર્વકરણથી ત્રણ પુંજ નથી કરતા અને ઉપશમમાં કરેલ શુદ્ધ પુંજના ઉદયથી ફરીથી સમ્યક્ત્વ પામે છે. - આ તો તમે બધે ઠેકાણે ભવ્યની વાત કરી. અભવ્યનું તો કાંઈક કહો ? - પ્રશ્ન-૬૮૦ ઉત્તર-૬૮૦ અરિહંતાદિની અતિશયવાળી વિભૂતિ જોઈને “ધર્મથી આવો સત્કાર દેવત્વ રાજ્યાદિ પ્રાપ્ત થાય છે” એવી ઉત્પન્ન બુદ્ધિવાળા ગ્રંથિસ્થાનને પ્રાપ્ત થયેલા અભવ્યને પણ તે વિભૂતિનિમિત્ત દેવત્વ-નરેન્દ્રત્વ-સૌભાગ્ય-રૂપ-બલાદિરૂપ કે અન્ય પ્રયોજનથી સર્વથા નિર્વાણની શ્રદ્ધારહિત પણ કોઈ કષ્ટ અનુષ્ઠાન સ્વીકારતા અજ્ઞાનરૂપ શ્રુતસામાયિકમાત્રનો લાભ થાય. તેને પણ ૧૧ અંગ ભણવાની અનુજ્ઞા છે સમ્યક્ત્વાદિલાભ તો તેને થતો જ નથી. જો થાય તો અભવ્યત્વની હાનિની આપત્તિ આવે, જેમ પરિકર્મ કરાતા કોદરા ત્રણ પ્રકારના થાય છે. મદના-અશુદ્ધ, અલ્પ નિર્વલિતા-શુદ્ધા શુદ્ધ નિર્વલિતા-શુદ્ધ. તેમ અપૂર્વક૨ણ રૂપ પરિણામ વશથી શુદ્ધ-અશુદ્ધ-મિશ્ર ભેદથી જીવ ત્રણ પ્રકારનું મિથ્યાત્વ કરે છે. - ― જલ-વસ્ત્રના દૃષ્ટાંતો – જેમ પાણી અને વસ્ત્ર મલિન કલુષ હોય છે. શુદ્ધ કરવા છતાં કોઈક શુદ્ધ થતું નથી. કોઈ અલ્પવિશુદ્ધ, કોઈક શુદ્ધ હોય છે. એમ અપૂર્વકરણ રૂપ પરિણામ વશથી દર્શન મોહનીય કર્મને જીવ અશુદ્ધ-અર્ધશુદ્ધ અને શુદ્ધ એવા મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત્વ ભેદથી ત્રણ પ્રકારનું કરે છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy