SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૮૯ લોકોત્તર નોઆગમથી દ્રવ્યાવશ્યકનું ઉદાહરણ : વસંતપૂર-અગીતાર્થ સંવિજ્ઞાભાસ એક ગચ્છ સૂરિ સહિત ત્યાં વિચરે છે. તેમાં એક સાધ્વાભાસ મુનિ છે. તે રોજ પાણીથી ભીનાહાથાદિ દોષથી દૂષ્ટ અનૈષણીય ભક્ત-પાનાદિ લાવીને આવશ્યક કાળે મોટા સંવેગને જાણે વહન કરતો હોય એમ ગુરૂપાસે રોજ પ્રાયશ્ચિત્ત કરે છે ગુરુપણ તે રીતે પ્રાયશ્ચિત આપે છે. અને પ્રાયશ્ચિત્ત આપતાં અગીતાર્થ હોવાથી નિત્ય બોલે છે-અહો ! આ મહાત્મા ધર્મશ્રદ્ધાળુ સુખથી આસેવન કરે છે અને દુષ્કર આવું આલોચે છે એટલે અશઠ હોવાથી એ શુદ્ધ છે એ જોઈ અન્યમુગ્ધ સાધુઓ વિચારે છે, અહો ! આલોચના કરવી જ અહીં સાધ્ય છે તે જો કરાય તો અકૃત્યાસેવનમાં પણ કોઈ દોષ નથી. એમ આખાય ગચ્છમાં પ્રાય અસમંજસ પ્રવૃત્ત થયું. સમય જાય છે. એકવાર કોઈ ગીતાર્થ સાધુ ગચ્છમાં મહેમાન આવ્યો. તેણે તે બધો અવિધિ જોયો. વિચાર્યું અહો ! આ અગીતાર્થે આખો ગચ્છ નષ્ટ કર્યો. એટલે તેણે ગુરુને કહ્યું-અહો ! તું આ નિત્ય દોષ સેવનારા સાધુની આમ પ્રશંસા કરતો ગિરિનગરના રાજા અને તેની પ્રજા જેવો દુઃખી થઈશ. ગિરિનગર-કોટીશ્વરવણિક ત્યાં રહે છે, તૈ વૈશ્વાનરનો ભક્ત હોવાથી દરવર્ષે રત્નોના રૂમ ભરીને અગ્નિથી બાળે છે. તેમ કરવા માટે તેની રાજા અને પ્રજા પ્રશંસા કરે છે. અહો ! એની અગ્નિ ઉપર ભક્તિ જે આ ભગવાનનો દરવર્ષે આમ રત્નોથી તર્પણ કરે છે. એટલે એ દરવર્ષે તેમ કરે છે એકવાર પ્રચંડવાયુથી ઉદ્ધત થયેલો અગ્નિ રાજગૃહ સહિત આખા નગરને ભસ્મસાત્ કરે છે. ત્યારબાદ નગરસહિત રાજા દ્વારા એમ કરતા એને એમ રોક્યો કેમ નહિ ? કેમ પ્રશંસા કરી ? એમ ઘણો પશ્ચાતાપ કરીને દંડ કરાયો અને નગરમાંથી કાઢી મૂકાયો. એમ આચાર્ય ! તું પણ અવિધિ પ્રવૃત્ત એવા આ સાધુની એમ પ્રશંસા કરતો એને પોતાને અને ગચ્છને નાશ કરે છે. તેથી મથુરાનગરીના રાજા-પ્રજા જેવો થા એટલે અનર્થનો ભાગી નહિ થાય. ત્યાં પણ આ રીતે કોઈ વૈશ્વાનર ભક્ત વણિકે રત્નભરેલું ઘર બનાવીને સળગાવ્યું. તેથી નગરવાસીઓ અને રાજા દ્વારા દંડાયો અને તિરસ્કાર કરાયો. અડવીમાં ઘર બનાવીને કેમ આમ જલાવતો નથી ? એમ નગરમાંથી હાંકી કાઢ્યો. તું પણ એમ કરતો એને પોતાને અને ગચ્છને અનર્થોથી રક્ષણ કર. એમ યુક્તિઓથી શિખવાડાતો પણ એ ગુરુ અગીતાર્થ આગ્રહી અને અધર્મી હોવાથી પોતાની પ્રવૃત્તિથી પાછો ફરતો નથી. તેથી તે મહેમાન સાધુએ ગચ્છના સાધુઓને કહ્યું-આવા ગુરુના વશમાં રહેવાથી સર્યું. એને છોડો નહિ તો બધાનો અનર્થ કરશે. એમણે પણ તેમજ કર્યું. એવા ગચ્છ સંબંધિ જે આવશ્યક તે નોઆગમથી લોકોત્તરદ્રવ્યાવશ્યક કહેવાય છે. ભાગ-૧/૨૦
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy