SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ગુજરાતી પ્રશ્નોત્તર કલ્પનાથી શ્રુતજ્ઞાનના માનેલા ૧૦૦ પર્યાયો સદ્ભાવથી તો અનંતાત્મક સ્વપર્યાય રાશિ ૯૯,૯૦૦થી ન્યૂન છે. કેવલજ્ઞાનના સ્વપર્યાયો તો સંપૂર્ણ સર્વપર્યાયરાશિપ્રમાણ છે, માટે પરપર્યાયથી પણ શ્રુતજ્ઞાન કેવલજ્ઞાની સમાન નથી. પરંતુ, સ્વ-પરપર્યાયોથી તો તે કેવલપર્યાય તુલ્ય જ છે, કેવલની જેમ તેના સ્વ-પરપર્યાયો પણ સર્વદ્રવ્ય-પર્યાયપ્રમાણ છે. પ્રશ્ન-૪૪૯ - જો એમ હોય તો કેવલજ્ઞાન અને શ્રુતમાં શું તફાવત છે? ઉત્તર-૪૪૯– ઉભયત્ર સર્વદ્રવ્ય-પર્યાયરાશિપ્રમાણત્વ તુલ્ય છતાં શ્રત-કેવલનો વિશેષ છે, સામાન્યથી અનંતપર્યાયવાળું કેવલ સ્વપર્યાયોથી જ તે પ્રકમાનુવર્તમાન સર્વદ્રવ્યપર્યાય રાશિથી તુલ્ય છે અને શ્રુતજ્ઞાન સામૂહિક સ્વ-પરપર્યાયોથી તુલ્ય છે એટલો તફાવત છે. પ્રશ્ન-૪૫૦ – કેવલજ્ઞાનના એટલા પર્યાયો કઈ રીતે? ઉત્તર-૪૫૦ - કેવલજ્ઞાન-સર્વદ્રવ્ય-પર્યાયરૂપ શેય તરફ સર્વભાવોમાંસમગ્રજ્ઞાતવ્યપદાર્થોમાં જે પરિચ્છેદલક્ષણ વ્યાપાર છે ત્યાં પ્રતિસમય પ્રવૃત્તિવાળું છે અર્થાતકેવલજ્ઞાન સર્વ દ્રવ્યપર્યાયોને જાણે છે. તેના દ્વારા જણાતા ભાવો તે જ્ઞાનવાદિનયમતે તસ્વરૂપતાથી પરિણત છે. તેથી, જ્ઞાનમય હોવાથી તે કેવલના સ્વપર્યાયો જ થાય છે. એટલે કેવલજ્ઞાન તે જ સર્વદ્રવ્ય પર્યાયરાશીતુલ્ય થાય છે. શ્રુતાદિજ્ઞાનો તો સર્વદ્રવ્યપર્યાયરાશિના અનંત ભાગને જ જાણે છે. એટલે તેમનાં સ્વપર્યાયો એટલા જ હોય છે. એટલે શ્રુતજ્ઞાન સ્વપર્યાયોથી તેના તુલ્ય નથી. એટલો તે બંનેમાં વિશેષ છે. આ પક્ષમાં કેવલના પરપર્યાયની વિવક્ષા નથી કરાઈ, કેમકે જે કેવલના નિઃશેષજ્ઞેયગત પર્યાયો છે. તે જ્ઞાનાદ્વૈતવાદિનયમતે જ્ઞાનરૂપ હોવાથી અથપત્તિથી જ સ્વપર્યાયો કહ્યા છે, પરપર્યાયાપેક્ષાથી નહિ. એમ, સામાન્ય કેવલજ્ઞાનમાં વિરોધની શંકા ન કરવી. યથાવસ્થિત વસ્તુસ્વરૂપને આશ્રયીને કેવલજ્ઞાન પણ અક્ષરની જેમ સ્વ-પરપર્યાયથી ભિન્ન જ છે, માત્ર સ્વપર્યાયથી યુક્ત જ નથી. કારણ કે, કેવલજ્ઞાન પ્રતિનિયત જીવપર્યાયરૂપ જીવભાવ છે. તે ઘટાદિસ્વરૂપ નથી કે ઘટાદિ તેના સ્વભાવો નથી. પણ તેનાથી ભિન્ન છે, એટલે તેનાથી જણાતા તેના સ્વપર્યાયો કઈ રીતે થાય ? સર્વ સંકર-એત્વાદિ આપત્તિ આવે. કેવલજ્ઞાન અમૂર્ત હોવાથી ચેતનવ-અપ્રતિપાતિમત્ત્વ-નિરાવરણત્વાદિ કેવલજ્ઞાનના સ્વપર્યાયો છે. ઘટાદિપર્યાયો તો વ્યાવૃત્તિ આશ્રયીને પરપર્યાયો છે. કેટલાક કહે છે – સર્વદ્રવ્યગત સર્વ પર્યાયોને કેવલજ્ઞાન જાણે છે, પણ જે સ્વભાવથી એક પર્યાય જાણે છે તેનાથી બીજાને જાણતો નથી, પરંતુ સ્વભાવભેદથી જાણે છે નહિતો સર્વદ્રવ્ય-પર્યાયએકત્વની આપત્તિ આવે. તેથી સ્વભાવભેદરૂપ સર્વદ્રવ્ય-પર્યાયરાશિ તુલ્ય
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy