SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૭૭ – સ્પર્શ-રસમાં પ્રાપ્તવિષયતા ઘટે છે પણ શ્રોત્ર-દ્માણમાં તે ઘટતી નથી કારણકે તે બંને તો સ્વદેશથી ભિન્ન દેશમાં રહેલા પણ સ્વવિષયને ગ્રહણ કરે છે આ વાત તો અનુભવસિદ્ધ છે. કારણકે કોઇપણ શબ્દ શ્રોત્રેન્દ્રિયમાં પ્રવેશતો પ્રાપ્ત થતો નથી કે શ્રોત્રેન્દ્રિય પણ તેને પોતાના દેશમાં જતો ઇચ્છતી નથી અને આ બે સિવાય કોઈ અન્ય પ્રકારે વિષય સ્પર્શન ઘટતું નથી દૂર કોઇનો શબ્દ સંભળાય છે એવી લોકોક્તિ પણ સંભળાય છે તથા કપૂર-કુસુમ-કંકુ વગેરેની ગંધ દૂર દૂર રહેલાને પણ નિર્વિવાદ અનુભવાય છે અને દેખાય છે તેથી શ્રોત્ર-પ્રાણની પ્રાપ્તવિષયતા ક્યાંથી ઘટે? ઉત્તર-૧૭૭ – શબ્દ-ગંધ વગેરે કર્તા છે. શ્રોત્ર-પ્રાણ કર્યતાને પ્રાપ્ત છે, અન્ય સ્થાનેથી આવીને શબ્દ-ગંધ શ્રોત-ઘાણને પ્રાપ્ત થાય છે. પણ શ્રોત્ર-પ્રાણ બંને કર્તા રૂપ થયેલા એવા શબ્દ-ગંધના સ્થાને જઈને સ્વયં તેને ગ્રહણ કરતા નથી. એટલે પ્રાપ્તકારી જ થાય. પ્રશ્ન-૧૭૮ – તો શબ્દ-ગંધ પણ શ્રોત્ર-પ્રાણને કઈ રીતે પ્રાપ્ત કરે છે? ઉત્તર-૧૭૮ – શબ્દ-ગંધ ક્રિયા વાળા છે (ગમનાદિ) તેથી અન્ય સ્થાનેથી આવીને શ્રોત્ર-પ્રાણને સ્પર્શે છે. પ્રશ્ન-૧૭૯ – તે કેવા હોવાથી ક્રિયાવાળા છે? ઉત્તર-૧૭૯ – તે પુદ્ગલમય હોવાથી ક્રિયા વાળા છે. જો અપૌલિક હોય તો અમૂર્ત હોય, જેમ, જૈન મતે સક્રિય એવા અમૂર્ત આકાશાદિમાં ગતિક્રિયા નથી તેમ એમની પણ ન હોય એમ વિચારીને પુદ્ગલમયત્વ વિશેષણ કર્યું છે અર્થાત્ પુમિયત્વે સતિ સક્યિો, જે આવા છે ત્યાં ગતિ ક્રિયા છે જ, પુગલસ્કંધોમાં જેમ મૂર્ત અને પુદ્ગલપણું છે તે રીતે તેમાં ક્રિયા છે એમ શબ્દ અને ગંધ પણ પુદ્ગલ હોવાથી તેમાં પણ ગતિ ક્રિયા છે. પ્રશ્ન-૧૮૦ – પુદ્ગલમય હોતા છતાં શબ્દ-ગંધમાં ગતિક્રિયા છે એવો નિર્ણય કઈ રીતે કરાય ? ઉત્તર-૧૮૦ – વાયુથી વહન થાય છે તેથી, જેમકે-પવનના પટલથી વહન થતો હોવાથી ધૂમ ગતિક્રિયાવાળો છે એમ શબ્દ-ગંધ પણ તેનાથી વહન થતા હોવાથી ગતિક્રિયાવાળા છે તથા સંકરણથી ગૃહાદિમાં પિંડ થવાથી ધૂમાડાની જેમ ક્રિયાવાળા તે બંને છે વિશેષ દ્વારથી પાણીની જેમ ગતિક્રિયા વાળા છે. તથા પર્વતના નિતંબાદિમાં પ્રતિઘાતથી પ્રતિખ્ખલન પામતા વાયુની જેમ આ બંને ગતિ-ક્રિયાના આશ્રયવાળા છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy