SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૬૫ ઉપયોગ કરતા બીજી આંખનો પણ ઉપયોગ હોય છે. આ ફડકો ત્રણ પ્રકારના હોય છે (૧) અનુગમનશીલ-આનુગામુક-જે દેશમાં રહેલા અવધિવાળા જીવના ઉત્પન્ન થયેલા ફડકી ત્યાંથી અન્યત્ર પણ જતા તેના અનુયાયી થાય છે. એનાથી વિપરિત (૨) અનાનુગામુક (૩) આનુગામુક-અનાનુગામુક ઉભય સ્વરૂપ મિશ્ર-કેટલાક દેશાંતર જનારા કેટલાક ન જનારા. એ પ્રત્યેક પાછા ત્રણ પ્રકારના હોય છે. (૧) પ્રતિપતન શીલ-કેટલોક કાળી રહીને પછી પડવાના સ્વભાવવાળા, તેથી વિપરિત (૨) અપ્રતિપાતી-મૃત્યુ સુધી રહેનારા (૩) પ્રતિપાતિ અપ્રતિપાતિ ઉભયરૂપ મિશ્ર-કેટલાક પ્રતિપાતી કેટલાક અપ્રતિપાતિ આ મનુષ્યતિર્યંચોમાં જે અવધિ છે તેમાં જ હોય છે. દેવનારકના અવધિમાં ન હોય. પ્રશ્ન-૫૩૯ – તીવ્ર-મંદ દ્વાર પ્રસ્તુત છતાં ફકાવધિ સ્વરૂપને પ્રતિપાદન કરતા પ્રક્રમવિરોધ કેમ ન થાય? - ઉત્તર-પ૩૯ – પ્રાય-આનુગામુકા-અપ્રતિપાતી ફહુકો તીવ્રવિશુદ્ધિ યુક્ત હોવાથી તીવ્ર કહેવાય છે. અનનુગામી-પ્રતિપાતિ અવિશુદ્ધ હોવાથી મંદ કહેવાય છે. મિશ્રતો મધ્યમ કહેવાય છે એટલે અર્થથી તીવ્ર-મંદ દ્વાર જ છે એટલે દોષ નથી. પ્રશ્ન-૫૪૦ – અનુગામુક અને અપ્રતિપાતિ ફડકોનાં વચ્ચે વિશેષ શું છે ? અને અનનુગામુક પ્રતિપાતિ ફડકોનો પરસ્પર શું ભેદ છે? ઉત્તર-૫૪૦ – અપ્રતિપાતિ ફકો અનુગામી જ હોય છે અને અનુગામુક તો અપ્રતિપાતિ-પ્રતિપાતિ બંને હોય છે એ વિશેષ છે. તથા પ્રતિપાતિ પડે જ છે, અને પડેલું પણ દેશાંતરે ગયેલાને ક્યારેક થાય છે. એ પ્રમાણે અનનુગામુક ફડકોમાં થતું નથી. ભાષ્ય :- રૂમની જાળીમાં રહેલા પ્રદીપની પ્રજાની ઉપમાવાળો ફડક અવધિ થાય છે. ત્યાં વિશુદ્ધ ક્ષયોપશમ જન્ય ફફકથી થતો અવધિ નિર્મળ, તે તીવ્ર કહેવાય છે. અવિશુદ્ધ ક્ષયોપશમ પ્રવર્તિત-મલીસમ તે મંદ કહેવાય છે. મધ્યમ ક્ષયોપશમવાળો-મિશ્ર કહેવાય છે. પ્રશ્ન-૫૪૧ - આ રીતે અનેક ફકો દ્વારા ઉત્પન્ન થતો હોવાથી અવધિજ્ઞાનની ઉપયોગબહુતા કેમ ન થાય? ઉત્તર-૫૪૧ - એનો ઉત્તર આપેલો જ છે છતાં બીજી રીતે ઉત્તર જણાવીએ છીએઅનેકવસ્તુ વિશેષના ઉપયોગમાં જ એ થાય, જેમકે-આ હાથીઓ, જમણે આ ઘોડાઓ, ડાબે રથો, આગળ પદાતિઓ વગેરે આ પ્રમાણે અનેક વસ્તુવિશેષના ઉપયોગમાં ઘણા ઉપયોગ થાય પણ, અહીં અનેક વસ્તુ વિશેષ ઉપયોગ નથી, પણ ગ્રાહ્ય વસ્તુગત વિશેષની વિમુખતાથી સામાન્ય ઉપયોગ જ છે, જેમ બે આંખથી છાવણીનો ઉપયોગ થાય છે. એ એક ઉપયોગ છે એટલે ઉપયોગબહુતા નથી.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy