SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૦૯ પરપર્યાયોમાંથી કયા પર્યાયો થાય શું સ્વપર્યાયો થાય કે ૫૨૫ર્યાયો થાય ? અથવા ખવિષાણ જેવો અભાવ થાય ? એ ત્રણ ગતિ છે કેમકે ત્રિભુવનમાં જે પર્યાયો છે, બધાય પણ અક્ષરાદિ વસ્તુના સ્વપર્યાયોથી થાય અથવા પરપર્યાયોથી થાય. અન્યથા અભાવનો પ્રસંગ આવે. તે આ રીતે-જે કોઈ ક્યાંક પર્યાયો છે તે રૂપાદિની જેમ સ્વ અથવા પર પર્યાયો છે. અક્ષરાદિવસ્તુના સ્વ-૫૨પર્યાયોથી અન્યતરરૂપ થાય છે. જે જે અક્ષરાદિના સ્વપર્યાયો સ્વ-૫૨પર્યાયોથી નથી હોતા, તે નથી જ. જેમકે, ખવિષાણની તીક્ષ્ણતાદિ તેથી ધર્માસ્તિકાયાદિ પર્યાયો સૂત્રમાં થોડા હોવાથી ન કહેલા પણ “ને પાં નાળફ સે સર્વાંનાળફ' વગેરે સૂત્રપ્રમાણતાથી અર્થથી ધર્માસ્તિકાયાદિ પર્યાયો અક્ષરના પરપર્યાય તરીકે કહેલા જાણવા. પ્રશ્ન-૪૪૪ તો પછી સવ્વાસિસ....અનંતનુળિય એમ અહીં સર્વ આકાશપ્રદેશો સૂત્રમાં અનંત ગુણા શા માટે કહ્યા છે ? - ઉત્તર-૪૪૪ કારણ કે એક-એક આકાશપ્રદેશમાં અગુરુલઘુપર્યાયો વીતરાગોએ અનંત પ્રરૂપ્યા છે, તેથી આ અભિપ્રાય છે. અહીં નિશ્ચયમતે બાદર સર્વ વસ્તુ ગુરુલઘુ, સૂક્ષ્મ વસ્તુ અગુરુલઘુ, ત્યાં અગુરુલઘુ વસ્તુ સંબંધિ પર્યાયો પણ અગુરુલઘુ શાસ્ત્રમાં કહેવાય છે. અને આકાશપ્રદેશો અગુરુલઘુ છે, એટલે તેના પર્યાયો પણ અગુરુલઘુ કહેવાય છે. તેઓ તેમાં પ્રત્યેક અનંતા છે, એટલે સર્વાકાશપ્રદેશાગ્રો સર્વકાશપ્રદેશોથી અનંતગુણ કહ્યા છે. પ્રશ્ન-૪૪૫ – નંદિઅધ્યયનમાં સાસવડ્સમાં...પન્નવવાં નિફ એ પ્રમાણે સામાન્યથી જ નાળમæાં તિજ્ઞાનરૂપ-અક્ષર બતાવ્યું છે. સામાન્યથી તો સૂત્રમાં જ્ઞાન એટલે અક્ષર એમ કહ્યું છે. એ રીતે, કેવલજ્ઞાન મોટું હોવાથી ત્યાં કેવલજ્ઞાનાક્ષર જ છે, એમ કહ્યું હોય તેવું જણાય છે. અક્ષર અહીં તો શ્રુતજ્ઞાનનો અધિકાર હોવાથી શ્રુતાક્ષર અકારાદિ જ અક્ષર શબ્દવાચ્ય તરીકે પ્રસ્તુત છે. તેથી તે અકારાદિ શ્રુતાકાર કેવલજ્ઞાનના પર્યાયમાન તુલ્ય કોઈપણ રીતે ન થાય. તે અહીં દોષ છે. અભિપ્રાય-કેવલજ્ઞાન સર્વદ્રવ્ય-પર્યાયનું જાણકાર છે. તેથી, તે સર્વ દ્રવ્ય-પર્યાય માનવાળું ભલે થાય, પણ શ્રુત તો તેના અનંતભાગના વિષયવાળું હોવાથી તેના પર્યાયના માનની સમાનતા કઈ રીતે થાય ? અર્થાત્ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનના પર્યાયો સરખા કેવી રીતે થાય ? ઉત્તર-૪૪૫ – ત્યાં પણ અવર સળી સમાં સાયં હતું વગેરે પ્રક્રમમાં અપર્યવસિત શ્રુત વિચારાતાં સવ્વાસપÇમાં ઇત્યાદિ સૂત્ર કહેવાય છે તેથી જેમ અહીં છે, તેમ ત્યાં પણ શ્રુતાધિકારથી અકારાદિ અક્ષર જ જણાય છે કેવલાક્ષર નહિ. ભાગ-૧/૧૫
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy