SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યનું તો જ ઘટે છે નહિ તો ન ઘટે. તે ન માનવામાં પ્રથમ અપાય પછી ઇહાનું ઉત્થાન જ ન થાય અને ઉત્તરવિશેષ અગ્રહણનો જ સ્વીકાર થાય છે. ઉત્તરવિશેષાગ્રહણમાં પ્રથમઅપાય માં નિશ્ચિત અર્થ વિશેષ જ છે સામાન્ય નથી. આમ, પૂર્વે કહેલો લોકપ્રતીત સામાન્યવિશેષનો વ્યવહાર નષ્ટ થઈ જાય. હવે જો પ્રથમ અપાય- પછી ઈહાનું ઉત્થાન અને ઉત્તરવિશેષનું ગ્રહણ માનો તો તેની અપેક્ષાએ પ્રથમ અપાયમાં વ્યવસિત અર્થનું સામાન્યત્વ સિદ્ધ છે. જે સમાન્ય ગ્રાહક છે અને પછી ઈહાદિ પ્રવૃત્તિ છે તે નૈૠયિક પ્રથમ અવગ્રહની જેમ અર્થાવગ્રહ છે. એ રીતે વ્યવહારિક અર્થાવગ્રહ સિદ્ધ થાય છે તે સિદ્ધ થતાં સન્તાન પ્રવૃત્તિથી અંત્ય વિશેષ સુધી સામાન્ય-વિશેષનો વ્યવહાર સિદ્ધ થાય છે. મતિજ્ઞાનના પ્રથમભેદ રૂપ બે ભેદવાળો અર્થાવગ્રહ સમાપ્ત. (૨) દુહા इय सामण्णगहणाणंतरमीहा सदस्थवीमंसा । किमिदं सद्दोऽसद्दो को होज्ज व संख संगाणं? ॥२८९॥ પૂર્વોક્ત પ્રકારે નૈયિક અર્થાવગ્રહમાં જે રૂપાદિથી અભિન્ન અવ્યક્ત વસ્તુ માત્રનું ગ્રહણ કર્યું છે. તથા વ્યવહારાર્થાવગ્રહમાં પણ ઉત્તરવિશેષાપેક્ષાએ શબ્દાદિ સામાન્યનું ગ્રહણ કહ્યું છે. એમ પૂર્વે કહ્યા પ્રમાણે તે બંને પ્રકારના અવગ્રહ પછી વિદ્યમાન અર્થની વિશેષ વિચારણારૂપ ઈહા થાય છે. તે ત્યાં રહેલા ગૃહીતાર્થના વિશેષ વિમર્શદ્વારથી મીમાંસા રૂપા હોય છે. જેમકે-મેં કઈ વસ્તુ ગ્રહણ કરી ? શબ્દ કે અશબ્દ રૂપ-રસાદિસ્વરૂપ ગ્રહણ કર્યો? આ નિશ્ચયાર્થાવગ્રહ પછી થતી ઇહા છે. હવે વ્યવહારાર્થાવગ્રહ પછી થતી ઇહાનું સ્વરૂપ બતાવે છે-વ્યવહારાર્થાવગ્રહથી શબ્દ ગ્રહણ કરતાં એવી ઈહા થાય છે-શંખ-ધનુષમાંથી આ કયો શબ્દ છે શંખનો કે ધનુષનો ? પ્રશ્ન-૨૮૯- આ શબ્દ છે કે અશબ્દ? એવુ સંશયજ્ઞાન જ કઈ રીતે ઈહા બની શકે? ઉત્તર-૨૮૯ – સાચી વાત છે, આ માત્ર દિશા છે. વાસ્તવિક તો વ્યવતિરેક ધર્મના નિરાકરણવાળો અને અન્વયધર્મ ઘટવાથી પ્રવૃત્ત અપાયાભિમુખ બોધ જ ઈહા જાણવી. જેમકે अरण्यमेतत् सविताऽस्तमागतो न चाधुना संभवतीह मानवः । પ્રયસ્તત્તેન વાતિમાના માર્ચે મીતિમાનનાના . એ પહેલા કહેલું હોવા છતાં મંદબુદ્ધિવાળાને યાદ કરાવવા ફરી કહ્યું છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy