SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર પેટભેદો ઃ ૧. અવગ્રહ - રૂપ-રસાદિ ભેદોવડે અવ્યક્તસ્વરૂપ સામાન્ય અર્થનું અવગ્રહણ-પરિછેદન. ૨. ઈહા - તેથી અવગૃહિત અર્થનું ભેદવિચારણ કરવું અને અપાય થયા પૂર્વે અભૂત પદાર્થનું કહેવાતા અનુસાર વિશેષ અન્વેષણ કરવું તે. ૩. અપાય - તેનાથી (ઈતો) ઈહિત એવા અર્થનો વ્યવસાય-વિશેષનિશ્ચયરૂપ બોધ થવો તે અપાય. ૪. ધારણા - નિશ્ચિત વસ્તુની અવિસ્મૃત્તિ આદિ રૂપે ધારી રાખવું તે ધારણા. અવગ્રહમાં વિપ્રતિપત્તિ - પ્રશ્ન-૧પપ – કેટલાક આચાર્યો માત્ર સામાન્ય જ નહિ વિશેષ અર્થના અવછેદનને પણ અવગ્રહ કહે છે. કેમકે, શબ્દાદિલક્ષણ સામાન્ય વિશેષગ્રાહક અવગ્રહ પછી ‘આ તે છે' એવો જે વિમર્શ થાય છે ને ઇહા થાય છે તે અવગ્રહ જ છે. જેમકે વ્યંજનાવગ્રહપછી થનાર અવ્યક્ત-અનિર્દેશ્ય સામાન્યમાત્રગ્રાહી અવગ્રહ અને તેના પછી-શબ્દાદિ સામાન્ય વિશેષ ગ્રાહક અવગ્રહ પછી ઈહાદિ થાય છે. તેથી તે અવગ્રહ જ છે, તે આ રીતે દૂરથી રૂપાદિથી ભિન્ન શંખાદિ સંબંધિ સામાન્ય વિશેષાત્મક શબ્દ ગ્રહણ થતાં આ વિમર્શ થાય કે - શું આ શંખ ધ્વનિ છે કે ધનુષ્યનો, જો ધનુષ્યનો ધ્વનિ છે તો મહિષશૃંગનો કે મહિષશૃંગનો, જો મહિષીશંગનો છે તો પ્રસૂત કે અપ્રસૂત મહિષીઇંગનો છે ? વગેરે. એ કારણથી ત્યારબાદ અંતપ્રાપ્ત થતાં કે ક્ષયોપશમભાવે આમ વિમર્શથી ઈહા નથી થતી, ત્યાં સુધીનો બોધ તે અપાય થાય છે. ઉત્તર-૧૫૫ – એ તમારી વાત બરાબર નથી એમાં ઘણા દોષો છે. એમ કરવાથી તો આખી જીંદગી અપાયની પ્રવૃત્તિ જ નહિ થાય. કેમકે, આવા વિમર્શીનો તો અંત જ નક્કી નથી. પૂર્વે ઈહિત કર્યાવગર પ્રથમશબ્દનિશ્ચય પણ યુક્ત નથી. કેમકે, અપાય પહેલા ઈહા થાય છે એ શબ્દનો બોધ અવગ્રહ નથી પણ અપાય જ છે તે બધું અમે આગળ કહીશું. પ્રશ્ન-૧૫૬ – તો આ સ્થાણુ છે કે પુરુષ એવો જે અનિશ્ચયાત્મક સંશય થાય છે તે ઈહા છે એમ માનો? ઉત્તર-૧૫૬ – વાત બરાબર બેસતી નથી, કેમકે એ સંશય અજ્ઞાન છે. ઈહામાં વિપ્રતિપત્તિ : પ્રશ્ન-૧૫૭ – તો એ અજ્ઞાન ને પણ ઈહા માનો?
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy