SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ છે. તેથી પારિશેષ્યથી બાહ્યર્થ અપેક્ષાથી જ પ્રાપ્યકારિત્વ-અપ્રાપ્યકારિત્વની ચિંતા યોગ્ય છે અને તે મન વડે અપ્રાપ્ત જ ગ્રહણ કરાય છે. એટલે વ્યાભિચાર નથી. ભલેને મનની સ્વકીયદયચિંતામાં પ્રાપ્યકારિતા થાય તો પણ તેનો વ્યંજનાવગ્રહ સંભવ નથી. જો સ્વકાયહૃદયાદિદેશનું ચિંતન હોવા છતાં મનનો વ્યંજનાવગ્રહ હોય તો તે મન પ્રથમ સમયે જ તે સ્વકીયહૃદયાદિ અર્થને કેમ ન જાણે ? એવું નથી કારણકે મનનો પ્રથમ સમયે જ અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે. શ્રોત્રેન્દ્રિયાદિ ની જેમ પ્રથમ વ્યંજનાવગ્રહ નહિ. કારણકે તેનો ક્ષયોપશમની અપટુતાથી પ્રથમ અર્થાનુપલબ્ધિકાળ સંભવ એવો વ્યંજનાવગ્રહ યુક્ત છે. મનનો તો ક્ષયોપશમ પટુ હોવાથી ચક્ષુની જેમ અર્થાનુપલભ્ય કાળના અસંભવથી પ્રથમ જ અર્થાવગ્રહ જ ઉત્પન્ન થાય છે. પ્રયોગ :- રૂદુ શેયસંવંધે સત્યનુપવ્યિmતો. नास्ति न तस्य व्यञ्जनावग्रहो दृष्टः, यथा; चक्षुषः, नास्ति चार्थसंबंधे सत्यनुपलब्धिकालो मनसः, तस्मान्न तस्य व्यञ्जनावग्रहः, यत्र त्वयमभ्युपगम्यते न तस्य ज्ञेयसम्बन्धे सत्यनुपलब्धिकालासंभवः યથા શ્રોત્રતિ વ્યતિરે | આ નિયમ પ્રમાણે જ જેમ ચક્ષુને અર્થનો સંબંધ થતાં અનુપલબ્ધિકાળ નથી, તેવી જ રીતે મનને પણ અર્થનો સંબંધ થયે છતે અર્થનો અનુપલબ્ધિકાળ નથી. તેથી તેનો વ્યંજનાવગ્રહ નથી. એ પ્રમાણે પ્રતિપક્ષના બંને પક્ષોમાં પણ મનના વ્યંજનાવગ્રહનું નિરાકરણ કરીને ઉપસંહાર કરે છે – તેથી ઉક્ત પ્રકારે મનનો વ્યંજનાવગ્રહ સંભવ નથી. પ્રશ્ન-૨૨૭ – મનનો વ્યંજનાવગ્રહ કેમ નથી? ઉત્તર-૨૨૭– મનોદ્રવ્યગ્રહણશક્તિસંપન્ન જીવ કોઈ અર્થની ચિંતાના અવસરે પ્રતિસમય મનોદ્રવ્યો ગ્રહણ કરે છે. અને એ ચિંતનીય અર્થને પ્રતિસમય જે કારણથી જાણે છે. તેનાથી પ્રથમસમય થી જ તેને ચિંતનીય અર્થનું ગ્રહણ થાય છે. અર્થાનુપલબ્ધિકાળ તો એક પણ સમય નથી. એથી મનનો વ્યંજનાવગ્રહ સંભવ નથી. પ્રશ્ન-૨૨૮ – ઓરડા વગેરેમાં રહેલો જે ઇન્દ્રિયના વેપાર વગરનો ફક્ત મનથી અર્થોને વિચારે છે ત્યારે ભલે મનનો વ્યંજનાવગ્રહ ન હોય. પણ, જે શ્રોત્રેજિયના વ્યાપારમાં મનનો પણ વ્યાપાર છે. ત્યાં પ્રથમ અનુપલબ્ધિકાળ આપને પણ સંમત છે તો આ રીતે મનનો વ્યંજનાવગ્રહ કેમ માનતા નથી? ઉત્તર-૨૨૮ – જે કારણથી ઇન્દ્રિયનો શ્રોત્રાદિ ઇન્દ્રિયોપયોગ છતાં શબ્દાદિ અર્થ પ્રહણકાળે પણ વ્યંજનાવગ્રહ અતીત થયે છતે મનનો વ્યાપાર થાય છે. ફક્ત મનની કેવલાવસ્થામાં જ પ્રથમ અવગ્રહ વ્યાપાર નથી. પરંતુ શ્રોત્રાદીન્દ્રિયોપયોગ કાળે પણ તે
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy