SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૨૨ - મંગલ એ પ્રદીપની જેમ સ્વ-પરહિતકારી છે જેમ પ્રદીપ પોતાને પ્રકાશિત કરતો પોતાનો અનુગ્રાહક થાય છે. અને ઘરમાં રહેલાં ઘટપટાદિ પદાર્થોને પ્રગટ કરતો પરાનુગ્રાહક બને છે. પરંતુ સ્વપ્રકાશમાં અન્ય પ્રદીપની અપેક્ષા રાખતો નથી, તેજ રીતે મીઠું રસોઈમાં પોતાની ખારાશને બતાવતું સ્વ-પરાનુગ્રાહક બને છે. પોતાની ખારાસમાં અન્ય મીઠાની અપેક્ષા કરતું નથી. એ રીતે શાસ્ત્રથી ભિન્ન થયેલું મંગલ પછી સ્વ સામર્થ્યથી શાસ્ત્રમાં અને સ્વમાં મંગલતા કરતું સ્વ-પરાનુગ્રાહક બને છે. તે મંગલથી મંગલરૂપતા ન મળે તો ય શાસ્ત્ર અમંગલ થતું નથી. અને જ્યારે મંગલ પોતે જ મંગલરૂપ હોવાથી અન્ય મંગલની અપેક્ષા રાખતું નથી તેથી અનવસ્થા પણ ક્યાં રહી? પ્રશ્ન-૨૩ - તમે આગળ ૧૩મી ગાથામાં આદિ-મધ્ય-અંત્ય મંગલની વાત કરી તેમાં તો અર્થોપત્તિથી તમારે જ આપત્તિ આવશે. કારણકે મંગલત્રિકના બે અંતરાલ મંગલ નહિ થાય કારણકે તે મંત્રમાણ નો પmતિય સંસ્થા' વચનથી એ ત્રણ નિયત સ્થાનોમાં જ મંગલ ઉપાદેય થશે ત્યારે તેનાથી અવ્યાપ્ત એવા બે આંતરામાં અથપત્તિથી જ મંગલ પ્રાપ્ત નહિ થાય. અથવા તો અન્ય કોઈ તર્ક ઉઠાવે છે - હે સિદ્ધાંતવાદી! તું એમ કહે છે - સર્વ શાસ્ત્ર મંગલ છે એવું પહેલું જ કહ્યું છે તો પછી આમ કેમ બોલે છે અને તે બંધનમાફg' એ વિધાનથી કેમ અહીં મંગલત્રિકનું ગ્રહણ કર્યું ? કારણકે આખું શાસ્ત્ર મંગલ હોવાથી ‘ગાવી મધ્યેડવાને મન' એમ કહેવું યુક્તિસંગત નથી. તેથી કાંતો બે આંતરાનું મંગલ સ્વીકરો અથવા ત્રણ મંગલ ન કરો. એ સિવાય તમારી પાસે ત્રીજો કોઈ રસ્તો છે ખરો? ઉત્તર-ર૩ – બુદ્ધિથી શાસ્ત્રના ત્રણ વિભાગ કરવાથી તેમાં આંતરાની કલ્પના જ ક્યાંય સંભવતી નથી, જેમકે આખા મોદકના ત્રણ ટુકડા કરો તો વચ્ચે આંતરું દેખાય છે ? નથી દેખાતું તેમ અહીં પણ છે તેથી અમંગલતા કોની? જો તમે એમ કહો કે શાસ્ત્રના ત્રણ ભાગ કર્યા છે તો પણ તે આખું મંગલ કઈ રીતે? તો સાંભળી લે, તપ જેમ નિર્જરા માટે છે તેમ આ આખું આવશ્યકાદિ શાસ્ત્ર નિર્જરાર્થે કર્મના નાશરૂપ છે તેથી તપની જેમ સ્વયં મંગલ છે એવું સામર્થ્યથી જણાય છે તેથી અમંગલ અયુક્ત છે કારણકે આખું શાસ્ત્ર સ્વયં મંગલ છે તેથી મંગલ સ્વરૂપ તેના ત્રણ વિભાગ કરતા પાન્તરતિદયમમક્તમ્' કહેવું તે બરાબર નથી. જો શાસ્ત્ર સ્વયં મંગલ ન હોય તો અન્ય મંગલથી અવ્યાપ્ત હોવાથી ક્યાંય પણ તે અમંગલ થતું નથી. પરંતુ જયારે તે સર્વ મંગલ છે ત્યારે ક્યાંય પણ તેની અમંગલતા માનવી બરાબર નથી.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy