SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૧૭ આ રીતે સૂત્રાનુગમ-અનુગમનો ૧લો ભેદ, સૂત્રાલાપકગત નિક્ષેપ-નિક્ષેપદ્વા૨નો ૨જો ભેદ, તથા સૂત્રસ્પર્શિકા નિર્યુક્તિ-નિર્યુક્તિ અનુગમનો ૩જો ભેદ તથા નયો-૪થા અનુયોગદ્વારમાં બતાવેલા, આ બધું એક સાથે પ્રતિસૂત્ર પ્રાપ્ત થાય છે. અનુગમ ૨ પ્રકારનો કહ્યો છે, એ વ્યાખ્યા સ્વરૂપ છે, ત્યાં વ્યાખ્યાનું પ્રશ્ન-૬૨૯ લક્ષણ શું છે ? — ઉત્તર-૬૨૯ – વ્યાખ્યાનવિધિ પ્રસ્તુત થતા પ્રથમ અસ્ખલિત ગુણોપેત યથોક્ત લક્ષણ યુક્ત ‘સૂત્ર’ ઉચ્ચારવું એ ક્યાંક સંહિતા કહેવાય છે. પછી ‘પદ' પદવિચ્છેદ બતાવવો. પછી ‘પદાર્થ’ કહેવો, પછી સંભવતઃ ‘સમાસ’ ક૨વો, પછી ‘ચાલના’ પ્રશ્નરૂપ વિચાર કરવો. પછી દુષણપરિહાર કરવા રૂપ ‘પ્રત્યવસ્થાન’ કરવો આ ક્રમથી પ્રતિસૂત્ર ‘નયમત’વિશેષથી વ્યાખ્યાન જાણવું. બીજું વ્યાખ્યાનાંગ ૫૬ :- ૨ પ્રકાર ચાદિક ઘૌતક પદ છે. - અર્થવાચક અને અર્થઘોતક ત્યાં વૃક્ષસ્તિષ્ઠતિ વગેરે વાચક, પ્રાદિક ૫ પ્રકારના પદ – ૧. નામિક – ‘અશ્વઃ', ૨. નૈપાતિક – ‘હતુ’, ૩. ઔપસર્ગિક ‘પરિ’, ૪. આખ્યાતિક-‘ધાવતિ’ ૫. મિશ્ર-‘સંયત’ આવા પદોનો વિચ્છેદ કરવો એ રજું વ્યાખ્યાનાંગ છે. ત્રીજુ વ્યાખ્યાનાંગ પદાર્થ : :- ૪ પ્રકારે છે ૧. કારકવાચ્ય પતિ કૃતિ પાવળ : ૨. સમાસવાન :રાશે:પુરુષ: રાનપુરુષ: ૩. તદ્ધિતવાચ્ય - વસુવેવસ્થાપત્ય વાસુડેવ: ૪. નિરુક્ત વાચ્ય - શ્રમતિ चरौति च भ्रमरः અથવા શ્રોતાઓને હિતકારી પદાર્થ ૩ પ્રકારે – ૧. ક્રિયાકારક વિધાનથી-‘ઘટ વેટ્ટાયાં ઘટતે કૃતિ ષટા' ૨.૫ર્યાયવચનથી - ઘટ, કુટ, કુંભ, કળશ, ૩. ભૂતાર્થાભિધાનથી-સદ્ભૂત અર્થાભિધાન-પ્રથ્બુઘ્નોદર-ઉર્ધ્વકુંડલ ઔષ્ટ, આયાતવૃત ગ્રીવવાળો ઘટ. અથવા બીજી રીતે પણ પદાર્થનો અર્થ ૩ પ્રકારે છે— ૧. પ્રત્યક્ષથી, ૨. અનુમાનથી, ૩. લેશથી (સમસ્ત નિર્દેશથી) ૧. પ્રત્યક્ષયી - પ્રથમ જેવું પુસ્તકમાં લખેલું જાણીએ અથવા સાક્ષાત્ ગુરૂમુખથી સાંભળેલું પ્રરૂપીએ તે પ્રત્યક્ષથી પદાર્થ કહેવાય છે.
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy