________________
૨૪૧
ગુજરાતી પ્રશ્નોત્તર એક દેશમાં જ ઉત્પન્ન થાય છે એટલે એ સ્વયં જાણવું. સૂક્ષ્મ અને જઘન્ય અવગાહનાવાળો પનક સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ હોય છે. આ પ્રમાણે સુબહુવિશેષણ વિશિષ્ટ પ્રહણ કરાતો પનક જીવ સર્વશરીરોથી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થાય છે. પ્રથમ અને દ્વિતીય સમયનો પનક અતિ સૂક્ષ્મ હોય છે અને ચતુર્ણાદિસમયનો અતિશૂળ થાય છે. ત્રીજા સમયે યોગ્ય હોવાથી ત્રિસમય આહારકનું ગ્રહણ કરેલું છે.
મતાંતર ત્રિસમય આહારકત્વના વિષયમાં કેટલાક આચાર્યો કહે છે કે...
પ્રથમ બે સમય મત્સ્ય સંબંધિ લેવાય છે (૧) આયામ સંહાર પ્રતરકરણલક્ષણ (૨) જ્યાં સૂચિ કરે છે તે (૩) તેને સંક્ષેપીને પનકપણે ઉત્પન્ન થાય છે. તેથી ઉલટાનો અતિસૂક્ષ્મ પનક સિદ્ધ થાય છે એટલે તિસમાહારાસ સુટુંમસ પUTIળીવસ એ નિર્યુક્તિકારનું વચન માનેલું થાય છે. અહીં જેમ એ સૂક્ષ્મ-સૂક્ષ્મતર થાય તેમ કરવું. આ વ્યાખ્યાનમાં એ અત્યંત વિશેષ સિદ્ધ થાય છે એ બતાવે છે ઉત્પત્તિ સમયે જ એ પનગ જીવ જઘન્ય અવગાહનાવાળો હોય છે. દ્વિતીયાદિ સમયે કાંઈક મોટો હોવાથી અને નિર્યુક્તિમાં જઘન્ય અવગાહનાવાળો લેવાનો કહ્યો છે. આવા પનકના દેહસમાન અવધિનું વિષયભૂત જઘન્યક્ષેત્ર થાય છે.
પ્રતિવિધાન :- આ વ્યાખ્યા ત્રિસમયઆહારકવાળા પનકના વિશેષણથી કહેલી હોવાથી કેટલાકની ઉચિત નથી. મત્સ્યના આયુષ્યના જે બે સમય છે તે પનકસમય તરીકે માનવા યોગ્ય નથી. જે આવો અતિજઘન્ય અવગાહના લાભારૂપ ગુણ ઉભો કરાયો છે. તે પણ યોગ્ય નથી. કેમકે, અહીં અતિ સૂક્ષ્મ કે અતિમહતુથી કોઈ પ્રયોજન નથી પણ યોગ્ય અવગાહનાથી છે અને તે જે યોગ્ય અવગાહના તેના જાણનારાઓએ જોયેલી છે કે જે પ્રથમ જઘન્ય અવગાહનાવાળો છતાં તે જ ભાવે ત્રિસમય આહાર લે છે. ત્યારે જેવડો થાય છે તેટલું અવધિજ્ઞાનનું જધન્ય ક્ષેત્ર છે.
(૨) અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર - આ અવસર્પિણીમાં અજિતનાથ સ્વામીના સમયમાં સહુથી વધુ અગ્નિકાયના જીવો હતા તે જીવોને વિશિષ્ટ સૂચિ રચનાથી નિરંતર ગોઠવતાં એકદિશામાં જેટલું આકાશ ક્ષેત્ર રોકાય તે સૂચિને ચારે બાજુ ભમાવતાં ચારે દિશામાં સૂચિભ્રમણથી જેટલું ક્ષેત્ર રોકાય તેટલું પરમાવધિ જ્ઞાનનું વિષયભૂત ક્ષેત્ર મહામુનિઓ કહે છે.
મહાવૃષ્ટિ આદિવ્યાઘાતાભાવે અગ્નિજીવોની ઉત્પત્તિથી સર્વ ભરત-ઐરાવત વિદેહલક્ષણ ૧૫ કર્મભૂમિઓમાં સર્વબહુ બાદર અગ્નિ જીવો હોય છે, જે અજિતનાથ ભગવાનના
ભાગ-૧/૧૭