Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 407
________________ ૩૮૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ તેં જે આ ઘડો બરાબર પકડ્યો નહિ એટલે ફૂટ્યો. એમ બંનેમાં કજિયો થયો. તેણે ભરવાડણને પીટી તે બંને ઝઘડતાં બીજું પણ ઘણું ઘી ઢોળાયું. મોડું થયું હોવાથી વેચેલા ઘીથી ધનલાભ પણ ઓછો થયો અને બીજા સાથિઓ ઘી વેચીને ચાલ્યા ગયા. અને તે બંને એકલા જતાં ઘીના પૈસા, ગાડું, બળદ બધું ચોરો ચોરી ગયા. ઉપનય:- સૂત્રાર્થની ચિંતનિકાદિ અવસ્થામાં વિતથ પ્રરૂપણા કરતો કે ભણાવતો શિષ્યગુરુદ્વારા શિખામણ અપાતાં બોલ્યો-તેમ જ મને આમ કહ્યું છે કે ભણાવ્યો છે. એટલે આ તમારો જ દોષ છે, મને કેમ શિખામણ આપો છો ? આચાર્ય :- મેં એમ જણાવ્યું નથી, કુશિષ્ય-સાક્ષાત્ મારી સામે આ રીતે સૂત્રાર્થ આપીને તમે છૂપાવો નહિ. એમ કહેવાયેલ આચાર્ય મનમાં કોઈપણ વિચારતાં તે નાલાયક શિષ્ય ફરી બોલ્યો-બળદ ઉપરથી પડેલાં હોય એમ શું વિચારો છો ? ભવ્યગતિથી ઉપયોગ કરીને ફરી સૂત્રાર્થ આપો. અસત્ય સૂત્રાર્થ આપવામાં ફક્ત તમે અને હું ક્લેશ જ અનુભવશું. આમ, પોતાનો દોષ ન માનવા અને ગુરુને દોષિત ઠરાવવા દ્વારા ભરવાડ યુગલની જેમ ગુરુ-શિષ્યનો ઝઘડો થાય છે. એટલે વાચનાનો વિચ્છેદ થાય છે અને સૂત્રાર્થનો નાશાદિ દોષો થાય છે. પ્રતિપક્ષ દૃષ્યત :- બીજો ભરવાડ પત્નિ સાથે તે રીતે નગરમાં ગયો. પત્નીને ઘડો આપતાં તૂટ્યો અહો ! મેં અનુપયોગથી આપ્યો. એમ બોલતો જલ્દી ગાડા ઉપરથી ઉતરીને ઠીકરાથી ઘી ભેગું કરે છે. પત્ની પણ ધિક્ અનુપયોગથી મે ઘડો બરાબર પકડ્યો નહિ. એટલે તૂટ્યો એમ બોલતી તે રીતે ભેગું કરે છે. એટલે અંદરોઅંદર કજિયો ન થતા બંનેની સંપવૃત્તિથી ઘી જલ્દી વેચાઈ ગયું. અને સાથિઓ સાથે ક્ષેમપૂર્વક પોતાના સ્થાને ગયા. એમ ગુરુશિષ્યો પણ પોતાનો દોષ માનતા અને પરદોષ ઢાંકતા પરસ્પર કજિયો કરતા નથી. તે જ સૂત્રાર્થ ગ્રહણ-પ્રદાનમાં યોગ્ય થાય છે. અને નિર્જરાદિ લાભના ભાગી થાય છે. ઉપોદ્દાત દ્વાર વિધિ - ઉપોદ્મનન વ્યાખ્યય સૂત્રને વ્યાખ્યાન વિધિના સમીપે કરવું તે ઉપોદ્યાત. (૧) ઉદ્દેશ, (૨) નિર્દેશ (૩) નિર્ગમ (૪) ક્ષેત્ર (૫) કાળ (૬) પુરુષ (૭) કારણ (૮) પ્રત્યય (૯) લક્ષણ (૧૦) નય (૧૧) સમવતાર (૧૨) અનુમિતિ (૧૩) fઉં (૧૪) તિવિધિ (૧૫) કસ્ય (૧૬) – (૧૭) ણં (૧૮) જિન્દિરં (૧૯) યિન્ત (૨૦) સાંતર (૨૧) નિરંતર (૨૨) ભવ (૨૩) આકર્ષ (૨૪) સ્પર્શન (૨૫) નિરુક્તિ સામાયિકના આ ૨૫ કારોની વિશેષ વ્યાખ્યા વિસ્તારથી બીજા ખંડમાં આવશે. વિશેષાવશ્યક ભાષ્યનો પ્રથમખંડ સમાપ્ત . ગ્રંથાગ્ર ૧૪000 ગાથા ૧૪૮પા

Loading...

Page Navigation
1 ... 405 406 407 408