________________
૩૮૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૫) હંસઃ- દુધ અને પાણી ભેગું કરીને કોઈ હંસને પીવા માટે આપે તે તેમાં ચાંચ નાંખે તેની જીભ સ્વભાવથી જ ખાટી હોય છે. તે ખાટી જીભના હેતુથી પાણીમાં રહેલું દુધ ફાટીને કુચા બિંદુરૂપ પરપોટા થાય છે. તેથી પાણીને છોડીને તે પરપોટા થયેલું દુધ હંસ પી જાય છે તેમ સુશિષ્ય પણ ગુરુના પાણી જેવા દોષોને છોડીને દૂધ જેવા ગુણોને ગ્રહણ કરે છે.
(૬) મહિષ - પાડો પોતાના ટોળા સાથે કોઈ તળાવમાં જઈને તેમાં પેસી આલોટવાપલોટવા દ્વારા તેના પાણીને ઘમરોળે છે. એટલે ડહોળાયેલું પાણી તે પોતે પીતો નથી કે ટોળું પણ પીતું નથી, એમ કુશિષ્ય પણ વાચના માંડલિમાં બેઠેલો ગુરુ કે અન્ય શિષ્ય સાથે કલહ કરે છે. અથવા કાંઈક વિકથા પ્રબંધ ચલાવે છે. સંબદ્ધ-અસંબદ્ધ અયોગ્ય વગર સમયની ઉપર ઉપરની પૃચ્છાઓથી તેવી રીતે વ્યાખ્યાન ડહોળે છે કે જેથી પોતે પણ કાંઈ સમજતો નથી કે બીજા શિષ્યોને પણ કાંઈ સમજાતું નથી.
(૭) ઘેટું - પાણી ભરેલા ખાબોચિયામાં સંકુચિત અંગવાળો ઘેટો પાણી પીએ છે. તેને ડહોળું કરતો નથી. મુખ આગળના ભાગમાં નાનું અને કોમળ હોવાથી આગળના પગોથી નમીને તીક્ષણ મુખથી એ એવી રીતે પાણી પીએ છે કે જેથી સર્વથા ડહોળાય નહિ તેમ સુશિષ્ય પણ તેવી રીતે ગુરુ પાસેથી પૂર્ણ શ્રુત ગ્રહણ કરે છે કે જે રીતે તેને અથવા પર્ષદાને કોઈપણ મનની બાધાદિ કાલુષ્ય થતું નથી.
(૮-૯) મચ્છર-જલૂક :- જેમ મચ્છર જીવને પીડા કરે છે. તેથી વસ્ત્રના છેડાદિથી તિરસ્કારીને દૂર કરાય છે. તેમ કુશિષ્ય પણ જાતિ આદિ દોષો ઉઘાડવા દ્વારા ગુરુને પીડે છે. એટલે કાઢી મૂકાય છે. અને જલુકા લોહી પીએ છે. પણ લોહીવાળાને પીડા કરતા નથી. તેમ સુશિષ્ય પણ ગુરુ પાસેથી શ્રુતજ્ઞાન પીએ છે. પણ જાતિ ઉઘાડવાદિથી દુઃખી કરતો નથી.
(૧૦) બિલાડી:- જેમ દુષ્ટ બિલાડી તેવા સ્વભાવથી તપેલીમાંથી દૂધ જમીન પર ઢોળીને પીએ છે, તેમાં રહેલું નહિ તેથી તે દુધ તેને તેવું કાંઈ પ્રાપ્ત થતું નથી. એમ વિનયથી ભ્રષ્ટ કુશિષ્ય ગોષ્ઠા માહિલની જેમ પર્ષદામાંથી ઉઠેલા વિંધ્યાદિની પાસે શીખે છે. તેમના વિનયકરણ ભયથી ગુરુ પાસે શીખતો નથી. દુષ્ટ બિલાડી સ્થાને કુશિષ્ય, ભૂમિ કલ્પ, પર્ષદામાંથી ઉઠેલા શિષ્યો ઢોળાયેલું દુધ-તેમના પાસે રહેલુ શ્રત શ્રવણ.
(૧૧) જાહક - જેમ પાત્રમાં રહેલું દુધ થોડું થોડું પીને પછી જાહક-સેહુલક ભાજનની આજુબાજુ ચાટે છે. ફરી થોડું પીને વાસણ ચાટે છે. વારંવાર આમ કરીને બધું દુધ પીએ છે. એમ મતિમાન શિષ્ય આગળનું ભણેલું કૃતજિત પરિચિત કરી ફરી નવું ભણે છે. એમ વારંવાર કરતો ગુરુપાસેથી સમગ્ર કૃત ભણે છે અને ગુરુને દુઃખી કરતો નથી.