________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૮૭ (૧૨) ગાય :- કોઈ યજમાને વેદાન્તર્ગત ગ્રન્થવિશેષના અધ્યયન નિમિત્ત ચરણ શબ્દવાચ્ય ચાર બ્રાહ્મણોને ગાય આપી અને કહ્યું – તમારે વારાફરથી આ ગાય દોહવી. અને બીજા પણ ચાર બ્રાહ્મણોને એક ગાય આપી એમ જ કહ્યું. પહેલાના ચારમાંથી એક વડીલ બ્રાહ્મણે ઘરે લઈ જઈને ગાય દોહી અને ચારો આપવાના સમયે વિચાર્યું-કાલે બીજો બ્રાહ્મણ આ ગાયને દોહશે તો આજે એને નિરર્થક ચારો શા માટે આપું? કાલે બીજો તેને આપશે એમ વિચારી ચારી ન આપી, બીજા દિવસે બીજાએ પણ તેમજ કર્યું. ત્રીજા દિવસે ત્રીજાએ અને ચોથા દિવસે ચોથા એ પણ એમ જ કર્યું. એમ ચારા વગરની દેહવાથી કેટલાક દિવસે ચારે ચરણ બ્રાહ્મણો સંબંધિ તે ગાય મરી ગઈ. તેથી તે બ્રાહ્મણોને ગોહત્યા લાગી, લોકમાં નિંદા થઈ અને હાનિ થઈ, બીજા કોઈ પાસેથી ગાયાદિનો લાભ ન થયો. અને બીજા જે ચારે ગાય મેળવી તેમાંથી પહેલા બ્રાહ્મણે દોહીને વેળાસર ચારો આપતાં વિચાર્યું-લોકમાં મારી નિંદા ના થાય અને ગોહત્યા મને ન લાગે એટલે એને ચારી આપું. જો નહિ આપું તો કલંકવાળા અમને ફરી કોઈ ગાયાદિ કાંઈ પણ નહિ આપે, અને બીજું એને ચારી આપવામા શું દોષ છે? ઉલટાનો ગુણ જ છે, જેથી ચારીથી પુષ્ટ થયેલી એને ફરીથી વારાથી આવેલી અમે જ દોહીશું. અથવા અન્ય બ્રાહ્મણ પણ એને દોહે તો અમારો જ ઉપકાર છે. એમ માનીને તેણે ચારો આપ્યો. એ રીતે બીજાઓએ પણ ચારો આપ્યો, એટલે ગાય બચી, સૌને દૂધ મળ્યું, અને તેમની પ્રશંસા થઈ.
ઉપનય:- ગુરુના વિનયકાર્યમાં સ્વગચ્છમાં દિક્ષિત શિષ્યો વિચારે છે-આવનારા શિષ્યોનો આ ગુરુના વિનય કરવા રૂપ આચાર છે આપણે શું? અત્યારે તેઓને જ ગુરૂ પ્રિય છે, માટે વિનય કરવાની ફરજ એમની છે. એ નવાઓ પણ એમ જ વિચારે છે. આ આચાર પોતાના શિષ્યોનો જ છે. આજે આવેલા-કાલે જનારા આપણે શું? એમ વિચારી બંને ગુરુનું કાંઈપણ વિનય-વૈયાવચ્ચાદિ કરતા નથી. તેથી ગુરુ સીદાય છે. તેથી તેમને સૂત્રાર્થની હાનિ થાય છે,
અને અન્યત્ર ગયેલા પણ તે દૂર્વિનીતોને સૂત્રાર્થ દુર્લભ છે, અને નિંદાદિ દોષો તો જાતેજ વિચારવા. આ દુર્વિનીત શિષ્યોનો ઉપનય કહ્યો. સુવિનિતમાં તેનાથી વિપરિત સમજી લેવું.
(૧૩) ભેરી - આ દષ્ટાંત ગાથા ૧૪૩૪ ના ભેરીના દષ્ટાંત ઉપરથી જાણવું.
(૧૪) ભરવાડણ :- કોઈ ગામ કે ગોકુળમાંથી ઘીના ઘડાનું ગાડું ભરીને ભરવાડભરવાડણ વેચવા માટે શહેરમાં આવ્યા. વેચવાના સ્થળે ગાડાના નીચે ભરવાડણ ઉભી રહી અને ભરવાડ ઉપર રહીને ઘીના ઘડા આપે છે. આપવા, લેવામાં અનુપયોગથી ઘડો ફુટતાં ભરવાડણ કહે છે-હે અભાગીયા ! નગરની યુવતીઓના મોઢા જોતા તે આ ઘડો મેં લીધા વગર જ છોડ્યો એટલે ફૂટ્યો. ભરવાડ કહે છે – રાંડ ! નગરના યુવાનોના મોઢા જોનારી