________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૮૩
મરજીથી કાર્યકરનારો (૪) પ્રસ્થિતક-જે જે અન્ય કોઈપણ શિષ્ય જવાની ઇચ્છાવાળો હોય તેની સાથે જવાને તૈયાર થનાર (૫) ગંતુકામ-સદા જવાની ઇચ્છાવાળો જ હોય કહે આ ગુરુપાસે કોણ રહે ? આ શ્રુતસ્કંધ સમાપ્ત કરો, તેથી જાઉ. એવા ચિત્તવાળો હંમેશા રહે, આવો શિષ્ય શ્રવણાયોગ્ય કહેવાય છે. યોગ્યશિષ્યના ગુણો :- (૧) વિનયાવનત (૨) કૃતપ્રાંજલી (૩) છંદાનુવર્તી.
(૧) વિનયાવનત :- ગુરૂને વંદન કરે, તેમની પાસે ભણે અને પૂછે અને ગ્રહણ કરે. (૨) કૃતપ્રાંજલી :- કાંઈ પૂછતાં ગુરૂ સામે બે હાથ જોડીને ઊભો રહે. (૩) છંદાનુવર્તી :- ગુરૂને જે સંમત હોય તેને સ્વીકારે, તેનું સમર્થન કરે, તે કાર્ય પોતે કરે અને બીજા પાસે કરાવે.
અન્ય પ્રકારે યોગ્ય-અયોગ્ય શિષ્યના દૃષ્ટાંતો ઃ- ઉદાહરણો ૨ પ્રકારે હોય છે–ચરિત, કલ્પિત, કલ્પિત ઉદાહરણ :- (૧) મુદ્ગશૈલ :- કોઈ જંગલમાં પર્વતની નજીક નિબિડ મગની જેમ ગોળ-શ્લઙ્ગ વગેરે ધર્મવાળો કાંઈક પૃથ્વીમાં ખૂંચેલો કાંઈક સપ્રકાશ ચકચકાટવાળો બોર જેટલો નાનો મગશેલ હતો. તે બોલે છે. મને પાણી ભીનો કરવા કે તોડવા સમર્થ નથી. એ વાત કોઈ નારદ જેવા પાસેથી સાંભળી સંવર્તક નામનો મહામેઘ આજે તેનો ગર્વ તોડું એવું વિચારી તે મગશેલ ઉપર નિરંતર મુશળધાર વર્ષે છે. સાત દિવસ-રાત વરસીને શાંત થયો. જાણે કે મગશેલને પલાડીને ટુકડા-ટુકડા કરી નાંખ્યા હોય, પાણી દૂર થતાં સુતરાં ઉજ્જવળ થયેલો એ ચકચકાટ મારતો મગશૈલ ફરીથી ગર્જે છે હું ભીનો થયો કે નહિ બરાબર જો હે પુષ્કરાવર્ત ! કેમ એમ ઊભો છે ? તુષના તણખલાના ત્રીજા ભાગ જેટલો પણ મને હજુ સુધી ભેદયો નથી, એટલે લજ્જિત થયેલો મેઘ પોતાના સ્થાને ગયો. એ પ્રમાણે ઉપનય-કરોડો વચનોદ્વારા પણ જેનું ચિત્ત ભેદાતું નથી. તે મગશૈલ જેવો શિષ્ય માનીને પણ ગ્રાહક ગુરુ હું એને ગ્રહણ કરાવીશ આચાર્યક્ષેત્ર તખ્ખાડ્યું ઋિષ્યો નાવવુધ્યતે । ગાવો ગોપાલવેનૈવ તીથૅનાવતારિતા એવા શ્લોકથી વિભુમિત મતિગર્વથી પ્રતિજ્ઞા કરી આવેલો અને મોટા આડંબરથી ભણાવવાનું શરૂ કર્યું. તોપણ મગશૈલ જેવો શિષ્ય અક્ષર પણ ગ્રહણ કરતો નથી જેમ પુષ્કરાવર્તનો મેઘ થાક્યો તેમ લાંબો સમય ક્લેશ અનુભવીને થાકે છે. તેમ વિલક્ષ થયેલો અને લજ્જિત થયેલો આચાર્ય પાછો ફરે છે. એવા શિષ્યને સૂત્રાર્થ દાનમાં આગમમાં પ્રાયશ્ચિત કહ્યું છે. કારણ કે એવા અયોગ્ય શિષ્યને સૂત્રાર્થ આપનાર આચાર્યની નિંદા થાય છે. લોકો એમ કહે કે - આ આચાર્યમાં ભણાવવાની શક્તિ નથી. અથવા એવું ઉત્તમ જ્ઞાન પણ નથી. વળી એવા શિષ્યને ભણાવતાં આચાર્યને પણ સ્વાધ્યાયમાં વિઘ્ન થવાથી સૂત્રાર્થનો નાશ થાય છે, એથી બીજા શિષ્યોને પણ સૂત્રાર્થની હાનિ થાય છે.
મગશેલના પ્રતિપક્ષ ઘનનું દૃષ્ટાંત :- જેટલી વૃષ્ટિ દ્વારા આકાશબિંદુઓ દ્વારા મોટો સાગર ભરાય તેટલા પ્રમાણ જલ વરસાવતો મેઘ દ્રોણમેઘ કહેવાય છે. એ વરસતા છતાં કાળી