Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 400
________________ ૩૮૧ ગુજરાતી પ્રશ્નોત્તર કાળી અતિદુર્ગધિ એક મરેલી કુતરી વિકૃર્વિ તેના મુખમાં કંદ જેવી ઉજ્વલ સુંદર દંતપંક્તિ વિકુર્તી નેમિનિને વંદન માટે ચાલતા કૃષ્ણના માર્ગમાં તે કુતરૂં બતાવે છે ગંધથી આખું કૃષ્ણ સૈન્ય ભાગી ગયું. બધા બીજા માર્ગે જાય છે. કૃષ્ણ તો પુદ્ગલોના વિવિધ સ્વરૂપને ભાવતો તેજ માર્ગથી જાય છે. અને કુતરાનું મડદુ જોઈને ગુરૂપણાથી કહે છે. અત્યંત કોમળ કાળા વસ્ત્રાંચલ જેવા એનાં મુખમાં જુઓ, અહો ! મુક્તાવલિ જેવી નિર્મળ જ્યોન્નાવાળી દંતપંક્તિ કેવી શોભે છે? દેવ વિચાર્યું અમારા સ્વામીએ જે કહ્યું તે સાચું છે, ખરેખર મહાન વ્યક્તિઓ ગુણ જ જોવે છે, બીજાના દોષ નહિ. એક દિવસે દેવ કૃષ્ણના ઘોડાને હરી જાય છે. તેનું આખું સૈન્ય પણ તેણે જીત્યું, એટલે કૃષ્ણ જાતે તેની પાછળ પડ્યો. દેવે કહ્યું રત્નો જીતીને ગ્રહણ કરાય તેથી યુદ્ધ કરીએ. કેશવ કહે છે ખુશીથી યુદ્ધ કરીએ. પરંતુ હું રથમાં છું તું પણ રથ લે. જેથી યુદ્ધ સમાન થાય. દેવ તો રથ તથા ઘોડા-હાથી દ્વારા પણ યુદ્ધ સ્વીકારતો નથી. એટલે કૃષ્ણ બોલ્યો તે જ કહે. એટલે દેવ બોલ્યો-બંને વિપરિત ઉભા રહી પુતઘાતોથી લડીએ એટલે કૃષ્ણ દેવને કહ્યું જો એમ હોય તો હું હાર્યો. આ ઘોડો તું જ રાખી લે. હું આવા નીચ યુદ્ધથી ક્યારેય લડીશ નહિ. વિશ્વાસ થતાં દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું. દેવાનાં દર્શન અમોધ હોય છે. કાંઈપણ માંગ કૃષ્ણ કહ્યું અશિવનો પ્રશમ કરનારી મહાભેરી આપ, દેવે આપી અને પોતાના આવવાનું પ્રયોજન કહીને ગયો. છ-છ માસે ભેરી વગાડાય છે. જે સાંભળે છે તેને પૂર્વોત્પન્ન રોગો નાશ પામે છે અને છ માસ સુધી નવા થતા નથી. કોઈ વાર એક વણિક દાહજવરથી અત્યંત પીડાયેલો ભેરીરક્ષકને કહે છે. દસ લાખ દીનાર લે અને મને ભેરીનો એક ટુકડો આપ, તેણે પણ લોભથી ભેરી કાપીને આપ્યો. અન્ય ચંદનથી ભેરીનો ટુકડો સાંધ્યો. આ પ્રમાણે બીજાને પણ ભેરીમાંથી ટુકડાઓ આપીને તે ભેરી સાંધાવાળી કરી દીધી. એકવાર અશિવમાં કૃષ્ણએ વગાડી સાંધાવાળી હોવાથી તેનો શબ્દ હરિની સભામાં પણ સભળાતો નથી, પછી હરિએ કંથીકરણ વ્યતિકર જાણ્યો. ભરીક્ષકને માર્યો અને અઠ્ઠમ કરી દેવને આરાધી નવી ભેરી પ્રાપ્ત કરી, કૃષ્ણએ બીજો ભેરી રક્ષક કર્યો તે યત્નથી રહે છે તેથી વાસુદેવને પણ ભેરીનો યોગ્ય લાભ થાય છે. જેમ ભેરીપાલકે ગોશીષ ચંદનની ભેરી ઇતરચંદનના ટુકડા સાથે ભેળવીને કંથા કરી એમ જે શિષ્ય સૂત્ર કે અર્થને પરમતથી ભેળવીને કે પોતાના જ અન્ય ગ્રંથથી મેળવીને કંથા કરે છે અથવા વિસ્મૃત સૂત્ર કે અર્થવાળો થવાથી અથવા હું જાતે જ સુશિક્ષિત છું. બીજા કોઈને ક્યારેય કાંઈપણ નહિ પુછુ એવા અહંકારથી પરમતાદિથી પણ ભેળવીને સંપૂર્ણ કરે છે. તે અનુયોગ શ્રવણને યોગ્ય નથી. એમ કંથીકૃતસ્ત્રાર્થવાળો ગુરુપણ અનુયોગ ભાષણને યોગ્ય નથી. પરંતુ, અવિનાશિત સૂત્રાર્થવાળા શિષ્ય-આચાર્યો અનુયોગને યોગ્ય બતાવ્યા છે. (૩) જીર્ણ શ્રેષ્ઠિની પુત્રીનું દષ્ટાંત - વસંતપુરનગરમાં જુના શ્રેષ્ઠિને રાજાએ પદથી ઉતારી નવો શ્રેષ્ઠિ કર્યો. તો પણ જીર્ણ શ્રેષ્ઠિની પુત્રીની નવશ્રેષ્ઠિની પુત્રી સાથે કોઈ રીતે મોટી

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408