________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૭૯ અવયવયુક્ત બનાવે છે. એમ, કાષ્ટરૂપ સામાયિકાદિ સૂત્ર ત્યાં ભાષક-કાંઈક અર્થ માત્ર જ બતાવે છે. વિભાષક-તેના જ અનેક પ્રકારે અર્થ કરે છે. અને વાર્તિકકાર સમગ્ર વ્યાખ્યા પ્રકારો વડે તેનો અર્થ જણાવે છે.
(૨) લેપ્ય પૂતળું - જેમ પ્રથમ ઇન્દ્રાદિ સંબંધિ રૂપનો દષ્ટાકારમાત્ર થાય છે. પછી ક્રમે દષ્ટ વસ્તુના અવયવ થાય છે. પછી ક્રમે બનેલા તેના સંપૂર્ણ પર્યાય થાય છે, તેમ સૂત્રાશ્રયીને ભાષા-વિભાષા-વાર્તિક જઘન્ય-મધ્યમ-ઉત્તમ વ્યાખ્યાનરૂપ યથાસંખ્ય જાણવું.
(૩) ચિત્ર - જેમ કોઈ લીસી સફેદ દિવાલ પર પ્રથમ પીંછી વગેરેથી તેના આલેખ્ય રૂપનાં લિખિતાકાર માત્ર થાય છે. પછી હરિયાલાદિ રંગોથી મળેલા ગૌરવર્ણાદિ સ્વરૂપ થાય છે. પછી બીજા કોઈ વિશેષ કલાકાર દ્વારા તે સમસ્ત કે સમાપ્ત પર્યાયવાળા આલેખ્ય ધર્મોવાળું થાય છે. મતલબ સંપૂર્ણ તૈયાર થાય છે. તેમ દિવાલ સ્થાનીય સૂત્ર છે, ત્યાં ભાષા-વિભાષા અને વાર્તિક થાય છે. . (૪) ભંડારી:- તે જેમ કોઈ આ તાંબાના કરંડિયાદિપાત્રમાં રત્નો છે એટલું જ જાણે, બીજો તે જ રત્નોના જાતિ અને માન પણ જાણે છે. ત્રીજો તાવાદિ રોગહરનાર, ક્ષુધા-તરસશ્રમ દુર કરનાર વગેરે ગુણોને પણ જાણે છે. અથવા જેમ ભંડારી કોઈક રત્નપાત્રમાં મરકતાદિ તેની જાતિને જાણે છે. બીજો માષ-વાલ-ગદ્યાનકાદિ તેનું માપ પણ જાણે છે. ત્રીજો પૂર્વોક્ત બધા ગુણોને જાણે છે. તેમ રત્ન ભાજન સ્થાનીય શ્રુતમાં અલ્પ-બહુ-બહુતર અર્થ જાણનારા ભાષકાદિ જાણવા.
(૫) કમળ - અવિકસિત અવસ્થાવાળું કમળ હોય તેની પાછળથી ત્રણ અવસ્થા થાય છે. અલ્પવિકસિત તથા અર્ધવિકસિત તથા સંપૂર્ણ વિકસિત. એમ થતાં કમળ સુંદર રૂપવાળું જેમ કહ્યું તેમ સૂત્રાદિ ચતુષ્ક જાણવું-બીડાયેલું સૂત્ર, તથા બીજી ત્રણ અવસ્થા એમ ચારરૂપ.
(૬) માર્ગોપદેશિક :- કોઈ ગામ નગરાદિનો માર્ગ, પૂછતા કોઈ દિશા વિભાગ માત્ર જ કહે છે, કોઈ ત્યાં રહેલ ગામ-નગર આદિ કહે છે. ત્રીજો માર્ગમાં રહેલ સમગ્ર ગુણ-ધર્મદોષનો વિચાર પણ કહે છે. એ રીતે, જેમ માર્ગનું દેશના ત્રણ પ્રકારે થાય છે તેમ ભાષાદિ પણ ત્રણ પ્રકારે જાણવા. આ બધા દષ્ટાંતોનો પરમાર્થ :- જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વ્યાખ્યાઓ ભાષક-વિભાષક-વાર્તિકકાર કહેવાય છે. આ રીતે જિનપ્રવચનની ઉત્પત્તિ, પ્રવચનના એકાર્થિકો અને તેનો વિભાગ કહ્યો.
હવે ક્રમપ્રાપ્ત પણ દ્વારવિધિને દ્રાવિહી જવ મહત્થા (ગા.૧૩૬૦) પૂર્વોક્ત કારણથી ઉલ્લંઘીને વ્યાખ્યાન વિધિને જ અહીં કહેવાની ઇચ્છાથી પ્રસ્તાવના કરે છે -