________________
૩૭૭
ગુજરાતી પ્રશ્નોત્તર કહ્યું, “મારે તારૂં બધું દહીં લેવું છે. મૂલ્ય તું માંગે તે આપીશ. માટે મારા ઘરે ચાલ.” બંને જણ શાબની પાછળ ચાલ્યાં, એક શૂન્ય દેવકુળ આગળ આવીને શાંબે ભરવાડણને કહ્યું “આમાં પ્રવેશ અને દહીં નીચે મૂક' ભરવાડણ તેનો દુષ્ટ અભિપ્રાય જાણીને બોલી. “હું અંદર નહિ આવું અહીં રહીને જ દહીં આપીશ, તું લે અને મૂલ્ય આપ”. સાંબે કહ્યું “નહિ આવે તો જબરજસ્તીથી અંદર ખેંચી જઈશ.” એમ કહી તેનો હાથ પકડી ખેંચવા લાગ્યો. એટલે ભરવાડે પણ તે જોઈને તેનો બીજો હાથ પકડી લીધો. આ ખેંચતાણીમાં ગોવાળણના માથા પરથી દહીંની મટકી પડીને ફૂટી ગઈ. એટલે તે બંને જણાએ પોતાનું રૂપ પ્રગટ કર્યું, શાંબકુમાર શરમાઈને ત્યાંથી ભાગી ગયો. આ ઉદાહરણમાં માતાને ગોપાંગના માની તે શાંબને ભાવનો અનનુયોગ અને વાસ્તવિકતા જાણ્યા પછી માતારૂપે જાણતાં એને ભાવનો અનુયોગ જાણવો.
(૭) શ્રેણિકના ક્રોધનું દષ્ટાંત - એકવાર મહામહિનાની કડકડતી ઠંડીમાં પ્રભુ વીર રાજગૃહનગરમાં સમવસર્યા. ત્યાં ભગવાનને વંદન કરવા શ્રેણિક મહારાજા ચલણા રાણી સાથે ગયા. વંદન કરીને પાછા ફરતા આવી શીતઋતુમાં આવરણ વિના મેરૂના શિખર જેવા નિષ્કપ અને કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા કોઈ મુનિને ચેલણાએ જોયા, એ ધર્યવાળા મુનિનું મનમાં ધ્યાન કરતી તે રાજમહેલમાં ગઈ, રાત્રીના સમયે ઠંડીથી રક્ષણ આપનારા વસ્ત્રો ઓઢીને સૂતેલી ચેલણાનો હાથ બહાર નીકળી ગયો અને અતિશય ઠંડીના કારણે અકડાઈ ગયો. આખા શરીરે ઠંડી ચડી ગઈ. એટલે રાણી એકાએક જાગી ઉઠી અને હાથ અંદર ખેંચી લીધો. મુનિના ગુણોથી આકર્ષાયેલી રાણી આશ્ચર્ય પામીને બોલી “અહો ! તે આ સમયે શું કરતા હશે?' આ શબ્દો પાસે સૂતેલા રાજાએ સાંભળ્યા, ઈર્ષ્યાથી શબ્દોનો વિપરિત અર્થ કર્યો. જરૂર એને એના કોઈ જારને સંકેત કર્યો હશે પણ તેની પાસે હું હોવાથી ત્યાં જઈ શકી નહી આવા વિચારથી રાજાનું ચિત્ત શંકાવાળું થયું. રાજા સવારે ઊઠી ભગવાન પાસે જવા નીકળ્યો. જતાંજતાં ક્રોધાવેશમાં અભયકુમારને બોલાવીને આજ્ઞા કરી “રાણી સહિત આખું અંતેપુર સળગાવી દેજે આ આજ્ઞા સાંભળીને અભયકુમારે વિચાર્યું રાજાએ કોઈ કારણસર ઉત્પન્ન થયેલા ક્રોધના કારણે આ આજ્ઞા કરી છે. “એ આજ્ઞાનું પાલન કરવાનું અને એના મુજબ કરવાનું થાય તો સુખકારી નહિ થાય' એમ વિચારી પાસે રહેલી એક જૂની હસ્તી શાળા સળગાવી અને પોતે ભગવાનને વંદન કરવા ચાલ્યો. શ્રેણિક ભગવાન પાસે આવીને પૂછે છે. “ભગવન્! ચલ્લણા સતી છે અસતી છે?” ભગવાને બોલ્યા “મહાસતી છે ભગવાનના વચનથી રાજાની શંકા દૂર થઈ. અને ક્રોધ શમી ગયો. આમ, અહીં સુશીલ ચેલણાને દુઃશીલ માનનાર રાજાને પહેલાં ભાવનો અનનુયોગ થયો અને પાછળથી યથાર્થ જાણવાથી ભાવનો અનુયોગ થયો.
(૨) નિયોગ:- નિયત કે નિશ્ચિત કે હિત કે અનુકૂળ સૂત્રનો અભિધેય સાથે જે યોગસંબંધ તે નિયોગ. આ સભેદ-સલક્ષણ-સોદહરણ અનુયોગ જેમ જાણવો.