________________
उ७६
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૫) કમલામેલા - દષ્ટાંત પ્રચલિત છે. દ્વારકાનગરીમાં બલદેવનો પુત્ર નિષધ હતો. તેનો પુત્ર સાગરચંદ્ર અત્યંત રૂપાળો અને બધાનો પ્રિય હતો. તે નગરીમાં અન્ય રાજાની પુત્રી કમલામેલા છે. તે અગ્રસેનના પુત્ર નભસેન કુમારને અપાઈ છે, પણ પરણી નથી. તે અરસામાં એકવાર નારદ સાગરચંદ્ર પાસે ગયો, સ્વાગતાદિ કરીને સાગરે પૂછ્યું. ભગવન ! ક્યાંય કોઈ આશ્ચર્ય જોયું છે? નારદ બોલ્યો-કમલામેલાનું ત્રણ ભુવનમાં આશ્ચર્યકારિ રૂપ જોયું છે. સાગરચંદ્ર-કોઈને અપાયેલી છે ? નારદ-અપાયેલી છે. પણ હજુ સુધી પરણાવી નથી. સાગરચંદ-મને કઈ રીતે મળશે ? નારદ-નથી જાણતો. એમ કહીને ગયો. સાગરચંદ્ર તો તે દિનથી માંડીને સુતા-બેસતાં ક્યાંય રતિ પ્રાપ્ત કરતો નથી. તે જ કન્યાને કૂલકાદિ ઉપર આલેખતો તેનો મંત્ર જાપ કરતો રહે છે. નારદ પણ કમલામેલા પાસે ગયો. સાગરચંદ્રનું સુરૂપ અને નભસેનનું કુરુપ કહ્યું. તે નભસેન ઉપર જલ્દીથી વિરક્ત અને સાગરચંદ્ર ઉપર આસક્ત થઈ. તેને આશ્વાસન આપી નારદ સાગર પાસે ગયો-વત્સ ! તે તને ઇચ્છે છે એમ કહ્યું. તે પછી વિરહાવસ્થાથી વ્યથિત સાગરચંદ્ર પ્રલાપ કરતે છતે પાછળ રહીને બે હાથથી શંબે તેની આખું ઢાંકી સાગર-શું કમલામેલા? શંબ બોલ્યો-હું કમલામેલા નથી. કમલાયેલો છું. સાગરે શબ જાણીને કહ્યું સાચું છે તું જ મને મેળાવશે. એ માટે બીજો કોણ સમર્થ છે?, પછી અન્ય યદુકુમારોએ દારુ પીવડાવેલા શંબે તેને અપાવવાની પ્રતિજ્ઞા કરી. મદભાવ ઉતરતાં શંબે વિચાર્યું અહો ! મે આળ સ્વીકાર્યું, આ વસ્તુ અશક્ય છે, આ પ્રતિજ્ઞા કઈ રીતે પૂરી થશે ? પછી શબે પ્રદ્યુમ્ન પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા માંગી, વિવાહ દિવસે ઘણા યાદવ કુમારો સાથે પરિવરિત તેણે સુરંગ પાડીને પિતાના ઘરથી કમલામેલાને બહારના ઉદ્યાનમાં લાવી. નારદને સાક્ષી કરીને સાગરચંદ્ર તેને પરણ્યો. પછી બધા વિદ્યાધર રૂપ કરેલા ઉદ્યાનમાં રમે છે. પિતા સસરા પક્ષના ગોતનારાઓએ વિદ્યાધરરૂપ કરેલી નવપરિણિતવેષ ધારણ કરેલી રમતી કમલામેલા જોઈ વિદ્યાધરોએ અપહરણ કરીને કમલામેલા પરણી એવું તેમણે વાસુદેવને કહ્યું. વિદ્યાધરો ઉપર ગુસ્સે થયેલો તે સૈન્ય સાથે નીકળ્યો. ઇત્યાદિ ત્યાં સાગરચંદ્રનો શંબને કમલામેલા માનતા ભાવાનનુયોગ, યથાવસ્થિત જાણતાં ભાવાનુગમ થયો કહેવાય.
(૬) શાંબકુમાર:- જાંબુવતી ઘણીવાર કૃષ્ણ વાસુદેવ અને બીજા લોકો પાસેથી પોતાના પુત્ર શાંબકુમારના દોષો વિશે સાંભળતી. એકવાર તેણે કૃષ્ણ મહારાજાને આવીને કહ્યું કે - “મારા પુત્રને તમે લોકો બધા દોષનો ભંડાર કહો છો પણ મને તો એમાં એકે ય દોષ દેખાતો નથી” ત્યારે કૃષ્ણએ તેને કહ્યું ચાલ આજ તને તારા પુત્રના દોષો દેખાડું એમ કહી પોતે ભરવાડનું રૂપ લીધું અને જાંબુવતીને ઉત્કૃષ્ટ રૂપવાળી ભરવાડણનું રૂપ ધારણ કરાવ્યું. પછી બંને બહારથી ગોરસ માથે કરીને નગરમાં દાખલ થયા. આગળ ભરવાડ અને પાછળ ભરવાડણ ગોરસ વેચવા ચાલવા માંડ્યા. ત્યાં આવેલી ભરવાડણને જોઈને શાંબકુમારે તેને