________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૭૫
યાદ આવ્યું. સાતપગલા જેટલો સમય પસાર કર્યો, એવામાં તેની બહેનનો હાથ ઉઘમાં તેની પત્નિના માથા નીચે આવ્યો. તે પીડાથી તે જાગીને બોલી. “સખી ! મારો હાથ મૂક, દુઃખે છે.” અવાજથી જાણ્યું આ તો મારી બહેન છે. તેથી અહો ! હું નિકૃષ્ટ છું જરાક માટે મેં આ અકાર્ય ન કર્યું. તેના અવાજથી સંભ્રમ પૂર્વક પત્નિ-બહેન જાગી ગયા. બધાએ પરસ્પર પોતાની ઘટના જણાવી. આવા અભિગ્રહમાત્રનું આવું ફળ જોઈને સંવેગ પામી દીક્ષા લીધી. ત્યાં પોતાની બહેનને પણ પરપુરુષ શંકાથી મારવાની ઇચ્છાવાળા તેનો ભાવાનનુયોગ યથાવસ્થિત જાણવામાં ભાવાનુયોગ કહેવાય. * . (૩) કોંકણબાળક ઃ- કોંકણના એક પુરુષને નાનો બાળક છે, પત્ની મરી ગઈ છે બીજીને પરણવાની ઇચ્છા છતાં શોકનો એને પુત્ર છે એટલે કોઈ આપતું નથી. જંગલમાં બાળક સાથે લાકડા લેવા ગયો. પિતાએ કોઈના ઉપર બાણ ફેંક્યું તે લાવવા બાળકને મોકલ્યો એટલામાં તેના દુષ્ટપિતાનું મન ફર્યું. પુત્રને મારવાની ઈચ્છા થઈ આ બાળકના કારણે મને કોઈ અન્ય પત્નિ આપતું નથી એટલે અન્ય બાણ ફેંકીને એ બાળકને વિંધ્યો, એટલે બાળક મોટેથી બોલ્યો-આ બાણ કેમ છોડ્યું? જે મને લાગ્યું છે એટલે નિર્દય પિતાએ બીજું બાણ છોડ્યું. બાળકે જાણ્યું. એ મને મારે છે એમ જાણીને મોટા સ્વરે રડતો રડતો તે નિર્દયીએ માર્યો. પહેલાં અન્ય ઉપર બાણ મૂકતા પિતા દ્વારા હું અનાભોગથી વિંધાયો એવું માનનાર બાળકનો ભાવાનનુયોગ કહેવાય. પછી યથાવસ્થિત જાણતાં તેનો ભાવાનુયોગ અથવા સંરક્ષણયોગ્ય તે બાળકને હું મારું એ અધ્યવસાયવાળા પિતાનો ભાવાનનુયોગ થયો. અને તેની રક્ષાનો અધ્યવસાય થાય તો ભાવાનુયોગ કહેવાય. એમ વિપરિત અવિપરિત પ્રરૂપણામાં ભાવાનનુયોગ અને ભાવાનુયોગ. | (૪) નોળિયો:- કોઈ સૈનિકની પત્નિ ગર્ભવતી થઈ. એના ઘરની વૃત્તિ આદિ આશ્રિત કોઈ નકુલીકા પણ તે પદાતિની પત્નિ સાથે એક રાત્રિમાં પ્રસવી. તેને નોળિયો અને સ્ત્રીને પુત્ર થયો, તે નોળિયો હંમેશા તેની પાસે રહે છે. એકવાર પદાતિપત્નિ દરવાજે ખાંડતી હતી. વચ્ચે ખાટલી ઉપર રહેલા બાળકને સાપ ડસ્યો, મરી ગયો. નોળિયાએ ખાટલેથી ઉતરતો સાપ જોયો અને ટૂકડા કરીને માર્યો. પછી દરવાજે રહેલી સ્ત્રી પાસે જઈને લોહીથી ખરડાયેલો એ વ્હાલ કરવા માંડ્યો તેણે જોયો. ત્યારે મારા પુત્રને એણે મારીને નક્કી ખાદ્યો છે. એમ વિચારી ગુસ્સાથી મુશળ ફટકારીને માર્યો. પુત્ર પાસે ગઈ, પુત્ર પાસે મરેલો સાપ જોયો. જાણ્યું સર્ષે મારા પુત્રને માર્યો અને સર્પને નોળિયે હણ્યો. તેથી હા ! આમ, નિરાપરાધ અને એવો ઉપકારી બિચારો નોળિયો મેં નિર્દયીએ માર્યો એમ વિચારી બમણા શોકમાં પડી પહેલાં અનપરાધિને અપરાધિ માનીને નોળીયાને હણતી તેનો ભાવાનનુયોગ પછી યથાવત્ જાણતાં પશ્ચાત્તાપ થયો તે ભાવાનુયોગ થયો જાણવો.