________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૭૩
દેખાય તો બોલવું. ‘અહીં ગાડામાં ભરાય, ઘણું થાય, સદાય થાય' એમ શીખીને ત્યાંથી આગળ ગયો. કોઈનું મડદું બહાર લવાતું જોઈને બોલ્યો ‘ગાડા ભરાય' વગેરે ત્યાં પણ પીટાયો, છોડાયો, શિખવાડાયો આવું જ્યાં જોઈએ ત્યાં બોલવું, ‘આવું આપને ક્યારેય ન થાય, આવાથી વિયોગ થાય'. એ વાત શીખી આગળ ગયો ત્યાં કોઈનું લગન થતું જોઈને બોલ્યો, ત્યાં પણ તે રીતે બંધાયો, મૂકાયો, શિખવ્યું, આવું બોલાય-‘હંમેશા આપ આવું જોવો, આ સંબંધ શાશ્વત થાઓ,' અહીં વિયોગ ન થાઓ, એ ક્યાંક બેડીમાં બંધાયેલા અધિકારીને જોઈ બોલ્યો-પીટાયો, બંધાયો, મૂકાયો, શીખવ્યો-‘એનાથી જલ્દી આવામાં વિયોગ થાઓ એવું ક્યારેય ન થાઓ.' ક્યાંક રાજાની સંધિ સંબંધી વાતચીત ચાલતી હતી તે સાંભળીને તે બોલ્યો ‘આવું કદી ન થાઓ.' વગેરે બોલ્યો-પીડાયો. એમ દરેક સ્થાને પીડાતો કોઈક કંગાલ ઠાકુરની સેવા શરૂ કરી ત્યાં એકવાર ઘરે ઠાકુરની પત્નીએ ભેંસ રાંધી અને વિચાર્યું ‘ગામસભાજન સમૂહમાં બેઠેલા ઠાકોરને ઠંડી થયેલી એ ખાવા યોગ્ય નહી રહે.’ એટલે પત્નીએ ઠાકોરને બોલાવવા ગામડિયાને મોકલ્યો તે પણ વચ્ચે જઈને બધાના સાંભળતા જોરથી બોલ્યો ‘ઠાકુર આવો ! જલ્દી ઘરે આવો ઘેંસ ખાઓ એ ઠંડી થવા માડીં છે.’ ઠાકોર શરમાઈને ઘરે ગયો. ખુબ મારીને શીખવાડ્યું-રાડપાડીને ઘરના પ્રયોજનો ન કહેવાય. પરંતુ વસ્ત્રથી મોઢું ઢાંકીને કાન પાસે આવીને ધીરેથી કહેવાય. એકવાર આગ લાગી રાજસભામાં ધીરે ધીરે આગળ રહી મુખને ઢાંકી તેના કાનમાં કહ્યું-ગભરાટથી ઠાકોર ઘર તરફ દોડ્યો. આખુ ઘર સર્વસ્વ સહિત બળી ગયું. ગુસ્સે થઈને ખુબ માર્યો અને કહ્યું-નિર્લક્ષણા પહેલાં જ ધૂમાડો નીકળતાં પાણી-ધૂળ-ભસ્મ વગેરે કેમ તે નાંખી ? અને જો૨થી બૂમ કેમ ન પાડી ? તે બોલ્યો હવે એમ કરીશ. ક્યારેક સ્નાન કરીને ઠાકોર ધૂપન માટે બેઠો, ઢાંકેલા કપડાના ઉપર અગુરૂની ધૂપ શિખા નીકળી. ગામડીયાએ જોઈ તેના ઉપર ઓસામણ ભરેલી મોટી તપેલી નાંખી, પાણી-ધૂળ-ભસ્માદિ પણ નાંખ્યું મોટા અવાજે બૂમ પાડી. તેથી આ અયોગ્ય છે એમ માની ઘરથી કાઢી મૂક્યો. એમ શિષ્ય પણ જેટલું વચન ગુરુ કહે તેટલું જ સ્વયં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પરાભિપ્રાય-ઔચિત્યપરિજ્ઞાન વગરનો જે બોલે તેનો વચનાનનુયોગ કહેવાય જે દ્રવ્યાદિ ઔચિત્યથી બોલે તેનો અનુયોગ.
ન
:
(૫) ભાવાનનુયોગ-અનુયોગમાં ૭ દૃષ્ટાંતો ઃ- (૧) શ્રાવકપત્તિ :- અણુવ્રત ગ્રહણ કરેલા એક તરુણ શ્રાવકને શ્રાવિકાની સખી ઉપર અત્યંત રાગ થયો. તેને પ્રાપ્તકરવાની ભાવનામાં દૂબળો થવા માંડ્યો શ્રાવિકાએ વ્યતિકર જાણ્યો, સ્ત્રી ચતુર હતી, બુદ્ધિપૂર્વક પતિને કહ્યું : ‘પ્રિય ! આટલા માટે જ દુઃખી થાઓ છો ? એમાં શું તકલીફ છે ? પહેલાં કેમ ન કહ્યું ? મારી સખી મારા વશમાં છે હું જેમ કહીશ તેમ ક૨શે માટે તમે જરા ય ચિંતા ન કરો' વગેરે વચનોથી સંતોષ પમાડીને બીજા દિવસે પતિને કહ્યું ‘મારી સખીએ વાત કબૂલી છે. પણ તે રાત્રીની
ભાગ-૧/૨૪