________________
૩૭૧
ગુજરાતી પ્રશ્નોત્તર
दव्वविवज्जासाओ साहणभेओ तओ चरणभेओ । ततो मोक्खाभावो मोक्खाभावेऽफला दिक्खा ॥ १४१५-१६॥
આ રીતે જિનવચન આશાતનાથી ઉન્માદ-આતંક-મરણવ્યસનો-દુઃખો પણ પ્રાપ્ત કરે, સર્વ વ્રતોનો લોપ થાય અને બોધિલાભનો ઉપઘાત થાય છે. કારણ કે દ્રવ્યનો વિપર્યાસ થાય છે તેનાથી સાધન-સમ્યજ્ઞાનાદિનો ભેદ થાય છે. તેનાથી ચારિત્રનો ભેદ થાય છે, અને તેનાથી મોક્ષાભાવ થાયછે. તેનાથી દીક્ષા નિષ્ફળ થાય છે. દ્રવ્યાનનુયોગમાં દોષો બતાવ્યા. હવે, અનુયોગમાં ગુણો બતાવે છે-જેમ પ૨વાછરડાના પરિહાર અને સ્વવત્સના નિયોગથી ગાય સારી રીતે દુધ આપે છે. તેમ દ્રવ્ય પણ સ્વપર્યાયના નિયોગમાં સમ્યક્ચારિત્ર આપે છે. અને અનર્થપ્રાપ્તિ કોઈ થતી નથી. એટલે જલ્દીથી મોક્ષ થાય છે.
(૨) ક્ષેત્રાનનુયોગ-અનુયોગમાં કુબ્જાનું દૃષ્ટાંત :- પ્રતિષ્ઠાનનગરમાં સાલવાહનરાજા, તે દ૨વર્ષે ભરૂચ આવીને નભોવાહન રાજાને ઘેરો ઘાલે છે. શેષકાળમાં ત્યાં રહીને વર્ષાકાળમાં પોતાના નગરે જાય છે. એકવાર સ્વનગરે આવવાની ઇચ્છાવાળા તે રોહકમાં આવેલા રાજાએ સભામંડપમાં થૂંકદાની વિના ભૂમિપર થૂંક્યું તે રાજાની થૂંકદાની ધારણ કરનારી કુબ્જા છે. તેણે અતીવ ભાવજ્ઞતાથી જોયું. આ સ્થાનને છોડવાની ઇચ્છાવાળો રાજા સવારે ચોક્કસ સ્વનગરે જશે. તેથી અહી એમ થૂંકે છે. એમ વિચારીને કોઈપણ રીતે સ્વપરિચિત યાનશાળાવાળાને કહ્યું, એટલે તેણે યાનો તૈયાર કરીને રાજાના જવા પહેલાં આગળ ગોઠવ્યા અને રવાના કર્યા. તેના પાછળ આખી છાવણી પણ જવા માંડી, આકાશ સૈન્યની ધૂળના ગોટાથી ભરાઈ ગયું. રાજાએ આશ્ચર્યથી વિચાર્યું-મે કોઈને પ્રયાણ કહ્યું નથી, ધૂળનાભયથી માત્ર હું સ્વલ્પપરિવારવાળો થઈને સૈન્યની આગળ જ જઈશ. આતો વિપરિત થયું, સૈન્યના લોકોએ આ કઈ રીતે જાણ્યું ? એમ પરંપરાથી શોધતાં એનું કારણ કુબ્જા છે એમ જાણી પૂછતા યથાવસ્થિત બધું કહ્યું. તે અહીં સભામંડપમાં થુંકવાનો અનનુયોગ, થુંકાદિ ૨ક્ષણ-પ્રમાર્જનઉપલેપનાદિ કરવું તે અનુયોગ છે. એમ એકાંતે નિત્ય, એક અપ્રદેશ આકાશને પ્રરૂપતો અનનુયોગ, સ્યાદ્વાદથી યુક્ત પ્રરૂપતાં અનુયોગ થાય છે.
(૩) કાલમાં-સ્વાધ્યાય દેષ્ટાંત :- એક સાધુ રાત્રિકાલગ્રહણ પછી કાળવેળામાં કાલિકશ્રુત યોગકાળને જાણતો પરાવર્તન કરે છે. એટલે સમ્યદૃષ્ટિ દેવતાએ વિચાર્યું – એને બોધ પમાડું મિથ્યાર્દષ્ટિ દેવતાથી એને છળ ના થાય તેથી ગોવાળણનું રૂપ કરી છાસ ભરેલો ઘડો માથે મૂકીને, તે સાધુ પાસે આવજા કરતી છાસ લો એમ મોટો અવાજે વારંવાર બૂમો પાડે છે, એટલે વ્યાક્ષિપ્ત થયેલા સાધુએ કહ્યું અહો ! તારી છાસ વેચવાની વેળા, ગોવાલણ પણ બોલી અહો ! તારી પણ સ્વાધ્યાય વેળા. એટલે વિસ્મય પામેલા સાધુએ ઉપયોગ મૂકીને પોતે અકાળે