________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૬૯ (૧-૨) ભાવનો-ભાવોનો અનુયોગ - ઔદાયિકાદિ ભાવોમાંથી કોઈ એકનું વ્યાખ્યાન કરવારૂપ જે યથાવસ્થિત ભાવ છે તે રીતે જ પ્રરૂપણા ભાવનો અનુયોગ. તે ઔદાયિકાદિભાવોનો બે-ત્રણ વગેરેના સંયોગમાં જે વ્યાખ્યાન કરાય તે ભાવોનો અનુયોગ.
(૩-૪) ભાવથી-ભાવોથી અનુયોગ :- સંગ્રહાદિ પાંચ અધ્યવસાયોમાંથી કોઈ એક ચિત્તાધ્યવસાયનો જે અનુયોગ કરાય તે ભાવથી અનુયોગ. તે પાંચ-અભિપ્રાયો સ્થાનાંગ સૂત્રમાં – પંડિંડાર્દિસુર્થ વાણી, નહીં-સંદૂઠ્ઠાણ, ૩વ દિક્યા, નિરક્યા, સુથપષ્ણવનાથvi, વોચ્છિત્તીણા અર્થ- આ શિષ્યો કઈ રીતે સૂત્રાર્થ સંગ્રાહકો થશે? તથા કઈ રીતે ગીતાર્થ થઈને એ લોકો વસ્ત્રાદિ ઉત્પાદનથી ગચ્છને ઉપકારી થશે? મને પણ એમને વાચના આપતાં કર્મ નિર્જરા થશે. તથા મારી પણ શ્રુતપર્યાયજાત-રાશિ વૃદ્ધિ પામશે અને શ્રુતની અવ્યવસ્થિતિ થશે. એમ પાંચ અભિપ્રાયો વડે શ્રુતની સૂત્ર-અર્થથી વાચના આપે. આ પાંચમાંથી બે-ત્રણ કે સર્વભાવો વડે અનુયોગ કરતા ભાવોથી અનુયોગ કહેવાય છે.
(પ-૬) ભાવમાં ભાવોમાં અનુયોગ - ક્ષાયોપથમિક ભાવમાં રહેલો વ્યાખ્યા કરનાર ભાવમાં અનુયોગ કહેવાય છે. ભાવોમાં અનુયોગ નથી. કેમ કે, ક્ષાયોપથમિક ભાવમાં એક જ છે. અથવા એક ક્ષાયોપથમિક ભાવ પણ આચાર આદિ શાસ્ત્રલક્ષણ વિષયભેદથી ભિન્ન થાય છે. તેથી આચારાદિ શાસ્ત્રવિષયભેદથી ભિન્ન ક્ષાયોપથમિક ભાવોમાં પણ આ અનુયોગ થાય છે. કોઈ વિરોધ નથી. સ્વામિત્વાશ્રયીને અનુયોગ કરનાર ઘણા સ્વામિઓને આશ્રયીને ઘણા લાયોપથમિક, પરિણામોમાં અનુયોગની પ્રવૃત્તિથી ભાવોમાં અનુયોગનો વિરોધ નથી.
દ્રવ્યાદિ અનુયોગ વિષયોની પરસ્પર જ્યાં જેનો સમાવેશ છે તે, અથવા ભજના છે તે જણાવે છે.
દ્રવ્યમાં નિયમા ભાવ પર્યાય હોય છે. પર્યાય રહિત દ્રવ્યનો ક્યાંય પણ ક્યારે પણ અભાવ છે. તે દ્રવ્ય-ભાવ પણ ક્ષેત્ર-કાળ વિના ન સંભવે, દ્રવ્ય અવશ્ય કોઈક ક્ષેત્રમાં અવગાઢ અને અન્યતર સ્થિતિવાળું હોય છે. એટલે દ્રવ્ય-ભાવ કાળ-ક્ષેત્ર વિનાં ક્યાંય ન હોય. ક્ષેત્રમાં તો ત્રણે દ્રવ્ય-કાળ-ભાવની ભજના છે. ક્યાંક હોય ક્યાંક ન હોય. લોકક્ષેત્રમાં તે ત્રણે છે. અલોક ક્ષેત્રમાં નથી. -
પ્રશ્ન-૭૧૩ – અલોક ક્ષેત્રમાં પણ આકાશરૂપ દ્રવ્ય-વર્તનાદિરૂપ કાળ-અગુરુ લઘુરૂપ અનંતા પર્યાયો છે જ તો ત્યાં દ્રવ્ય-કાળ-ભાવનો અભાવ કઈ રીતે?
ઉત્તર-૭૧૩ – બરાબર છે, ત્યાં આકાશરૂપ દ્રવ્ય કહો તે ઉચિત નથી. કેમકે તે ક્ષેત્રસંગ્રહથી જ ગૃહીત છે. કાલની પણ અહીં સમયાદિરૂપ વિચારણા પ્રસ્તુત છે એ