________________
૩૮૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
વ્યાખ્યાનવિધિ ગુરુ શિષ્યની યોગ્યતા વિશે દૃષ્ટાંતો
(૧) ગાયનું દૃષ્ટાંત - કોઈ ધૂર્તની ઉપચિત સર્વાગ સુંદર સ્વરૂપવાળી પણ ગાય કોઈ એવા પ્રદેશમાં ચડી જતાં તેના પગ ભાંગી ગયા એટલે ઊભી થઈ શકતી નથી. એથી બેઠેલી જ રહે છે. તે પૂર્વે કોઈ મુગ્ધ ખરીદનારને તે રીતે બેઠેલી જ મૂલ્યથી આપી. અને ત્યાંથી ખસી ગયો. ખરીદનાર પણ જ્યાં તેને ઉઠાડે છે ત્યાં તે ઊભી થઈ શકતી નથી, એટલે તે રીતે રહેલી અન્યને મૂલ્યથી આપવા માંડી, તે દક્ષ હોવાથી દુધ વગેરે અવયવો જોવા માટે તેને ઉઠાડે છે. મૂલ ખરીદનાર એમ કરવા દેતો નથી. કહે છે મેં બેઠેલી જ ખરીદી છે. તું પણ તેમજ ખરીદ કોઈ ખરીદતું નથી. અને તેની મજાક કરે છે. હવે પ્રકૃતિમાં-ભાંગેલી બેઠેલી ગાયને જેમ કોઈ મુગ્ધ બેઠેલી જ ખરીદીને બેઠેલી જ અન્યને આપતો ખરીદનાર ઉપહાસનો વિષય હોવાથી અયોગ્ય છે. એમ આચાર્ય પણ એમ વિચાર્યા વિનાજ મેં આ શ્રુત ગ્રહણ કર્યું છે. તું પણ એમ જ ગ્રહણ કર એમ શિષ્યને કહેતો શ્રુત આપતો યોગ્ય થતો નથી. આવા સૂરિ પાસે સાંભળવું નહિ, સંશયવાળા પદોમાં નિશ્ચયના અભાવે મિથ્યાત્વગમનની આપત્તિ આવે. એટલે એ વ્યાખ્યાનનો અયોગ્ય કહેવાય છે.
અવિકલ ગાય વેચનારની જેમ જે પણ મદક્ષમ, સુગંભીર, આક્ષેપનિર્ણયના પ્રસંગનો પાર કરનારો તે ગુરુ યોગ્ય કહેવાય છે. એમ ગુરુનું યોગ્ય-અયોગ્ય સ્વરૂપ બતાવીને શિષ્યનું કહે છે. મુગ્ધ ખરીદનારની જેમ એકાન્ત અવિચારિત ગ્રહણ કરનાર શિષ્ય પણ અયોગ્ય છે. અને જે સ્થાન વિચારમાં ક્ષમ-સમર્થ, આગ્રહ વગરનો, વિચાર યોગ્ય વસ્તુમાં વિચારક હોય તે સુપરીક્ષિત ગાયના ખરીદનારની જેમ શાસ્ત્ર સાંભળવા માટે યોગ્ય શિષ્ય છે.
(૨) ચંદન કંથાનું દૃષ્ટાંત - દ્વારાવતી નગરીમાં વાસુદેવ-ગોશીષચંદનની દેવતા દ્વારા અપાયેલી ચાર ભેરીઓ હતી. સાંઝામિકી, ઔભૂતિકી, કૌમુદિકા પહેલી સંગ્રામકાળે સામંતાદિઓને જણાવવા વગાડાય છે. બીજી આવનારા કોઈ પ્રયોજનમાં સામંત-અમાત્યાદિ લોકને જ જણાવવા વપરાય છે. ત્રીજી કૌમુદી મહોત્સવાદિ ઉત્સવ જણાવવા વગાડાય છે, તેની પાસે ગોશીષ ચંદનની ચોથી ભેરી પણ હતી તે છ માસે વગાડાય છે. તેનો શબ્દ જે સાંભળે તેના અતીત-અનાગત પ્રત્યેક છમાસિક અશિવ ઉપશાંત થાય છે. આ પ્રકૃતિમાં ઉપયોગી ચોથી ભેરીની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે જણાવે છે-ક્યારેક સૌધર્મ દેવલોકમાં સમસ્ત દેવસભા આગળ ઇંદ્ર કહ્યું – જુઓ હરિ વગેરે સપુરુષો લાખ દોષમાંથી પણ ગુણ જ ગ્રહણ કરે છે, અને નીચ યુદ્ધથી લડતા નથી, આ વાતની શ્રદ્ધા ન કરતો કોઈ દેવ વિચારે છે એ કઈ રીતે સંભવે કે પરદોષ ગ્રહણ કરીને કોઈ રહી શકે ખરો? એમ ન જ થઈ શકે એમ વિચારીને આવ્યો અને બીહામણી