________________
૩૭૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૩) ભાષા :- ભાષણ-ભાષા-વ્યાંગ-વાફ, તે અહીં વ્યક્તિ છે. શ્રુતની વ્યક્તિભાવમાત્ર રૂપા જ ગ્રહણ કરાય છે. અશેષવિશેષરૂપા વિભાષા નહિ. કારણ કે તે પર્યાય વિષય છે. ઉદાહરણ :- જેમ અવ્યક્ત અનવબુદ્ધવિશેષરૂપ શ્રુતભાવમાત્રવિષયના અવિજ્ઞાત વ્યક્તરૂપ શિષ્યની ભાષક દ્વારા અહીં વ્યાખ્યા વ્યક્ત કરાય છે, તે આ સામાયિક છે અથવા શસ્ત્રપરિજ્ઞાઅધ્યયન છે, અને આ સામાયિકાદિનો આ શબ્દાર્થ છે વગેરે. શ્રુતના વ્યાખ્યાતા ત્રણ પ્રકારે છે-ભાષક-વિભાષક-વાર્તિકકાર ત્યાં ભાષક-અવિજ્ઞાત વિશેષ સ્વરૂપ અર્થાત સામાન્ય શ્રુતમાત્રના વ્યુતતિ સહિત વિશેષનામરૂપે કહેવા દ્વારા કથન કરીને ચરિતાર્થ થાય છે. જેમ સમય ગાય: સામાયિ વગેરે. આ પ્રમાણે ભાષક સંબંધી ભાષાનું સ્વરૂપ છે.
(૪) વિભાષા - અનેક પર્યાયોથી શ્રતનું વ્યક્ત કરવું વિભાષા, અથવા વિશેષથી ભાષા વિભાષા, ભાષાની અપેક્ષાએ શ્રુતને સવિશેષ વ્યક્ત કરવું, યાયઃ પર્યાયો યસ્યાં સી દિયરિયા વિભાષા ઉદાહરણ - જેમ કમિ ભંતે ! સામાથિ' વગેરે શ્રુત સામાયિક કહેવાય છે - સર્વ મુમુક્ષુઓના સમય-સંકેતમાં થયું હોય તે સામાયિક, સર્વે મુમુક્ષુઓ સર્વસાવદ્ય વિરમણ રૂપ એમાં જ આવીને પ્રથમ રહે છે. પછી ઉત્તરોત્તર ગુણ પ્રાપ્તિથી સર્વક્સેશોથી છૂટે છે. અથવા સચ્ચય મુક્ટ્રિમ પ્રવર્તન સ્માત્ તત્ સમયઃ સામાયિક જ કહેવાય છે. અથવા સામ સર્વજીવોને પ્રિય સામનો આય:પ્રાપ્તિ સામાય-સામાયિક અથવા સમર્થ રાગવૈષવિરહિતનો કાયઃ પ્રતિસમય અપૂર્વાપૂર્વકર્મનિર્જરાથી લાભ સમાય તે જ સામાયિક. આ રીતે સામાયિક શબ્દનો અલગ-અલગ પર્યાયથી અર્થ કરવો. આ બધી વિભાષા કહેવાય છે.
(૫) વાર્તિક - વૃત્તિ-સૂત્રનું વિવરણ તેનું વ્યાખ્યાન-ભાષ્ય તે વાર્તિક. જેમકે, આ જ વિશેષાવશ્યક અથવા ઉત્કૃષ્ટદ્યુતવાળા ગણધરાદિ ભગવાનનું સર્વપર્યાયો દ્વારા જે વ્યાખ્યાન તે વાર્તિક અથવા વૃત્તિમાંથી-સૂત્રવિવરણથી સૂત્રાર્થાનુકથનરૂપ જે આવ્યું છે. અથવા જે સૂત્રમાં જેમ વર્તે છે તે સૂત્રના જ ઉપર ગુરૂપરંપરાથી આવેલું વ્યાખ્યાન તે વાર્તિક.
નિશ્ચયનય મતે ઉત્કૃષ્ટદ્યુતજ્ઞાની જ વાર્તિક કરવાનું જાણે છે. બીજા નહિ. અથવા જે યુગમાં જે પ્રધાન-યુગપ્રધાન ભદ્રબાહુસ્વામી આદિ હોય છે. તે યુગપ્રધાન પાસેથી જે સ્થૂલભદ્રસ્વામી આદિ સર્વશ્રુત ગ્રહણ કરે છે તે વાર્તિકકૃત છે.
અનુયોગચાર્ય જે કહ્યું તેનાથી ન્યૂન જે અન્યને કહે તે ભાષક, સમાન કહે તે વિભાષક અને પ્રજ્ઞાતિશયવાનું તેનાથી અધિક કહેનારો વાર્તિકકૃત આ ત્રણેયને કાષ્ટકમદિ ઉદાહરણોથી કહે છે.
(૧) કાષ્ટ :- જેમ કાષ્ટ્રમાં કોઈ રૂપકાર આકાર માત્ર જ બનાવે છે, કોઈ તેમાં જ સ્થૂળ અવયવ રૂપ કાંઈક બનાવે છે અને ત્રીજો સુવિભક્ત વિચિત્ર ઉત્કૃષ્ટ સમગ્ર અંગોપાંગ