Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 393
________________ ૩૭૪. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ શરૂઆતમાં તમારી પાસે આવશે અને શરમાળ હોવાથી દીવો ઓલી નાખશે” તે પછી શ્રાવકની પત્નિએ તરકીબ કરીને સખીના વસ્ત્ર શુંગાર જે શ્રાવકે જોયો હતો તે લાવ્યો. ગુટિકા દ્વારા અવાજ બદલ્યો અને રાત્રે શ્રાવિકા સખીના વસ્ત્રાભૂષણોવાળી સમસ્ત ભોગાંગવાળી રમણીય વાસ ભવનમાં આવી પ્રદીપ બુઝાવ્યો. વિવિધ ગોષ્ઠિ પ્રબંધપૂર્વક તેની સાથે રમ્યો. સવારમાં તે ગયા પછી શ્રાવકે વિચાર્યું-સકલસુરાસુર પ્રણમિત ચરણોવાળા જિનેશ્વરોએ જે હિત કહ્યું છે તે પરભવ ભાતું છે એવું શીલ મારા દ્વારા નષ્ટ કરાયું એવા પશ્ચાતાપ અગ્નિમાં બળતા હૃદયવાળો તે રોજ વધુને વધુ દુબળો થતો ગયો. પત્નીએ પૂછતાં ખેદપૂર્વક કહ્યું. મેં ચિરકાળથી પાળેલા વ્રતખંડન દ્વારા અકર્તવ્ય કર્યું છે એ ચિંતાથી હું દૂબળો થાઉ છું. એટલે પત્નીએ સંવેગ પામેલા અને પાછા ફરેલા તેને જાણીને યથાવૃત સર્વ સદ્ભાવ કહ્યો. એ સ્વસ્થ થયો એ રીતે સ્વપત્નિને પણ પરપત્નિના અભિપ્રાયથી ભોગવતા તેનો ભાવાનનુયોગ યથાવસ્થિત જાણવામાં ભાવાનુયોગ થયો. એમ ઔદાયિકાદિ ભાવોને સ્વરૂપવિપરિત પ્રરૂપતા ભાવાનુયોગ યથાવસ્થિત પ્રરૂપણામાં ભાવાનુયોગ. (૨) સાપ્તપદિક :- સપ્તવ્યસની કોઈ સેવકપુરુષ હતો. તે પુરુષ સાધુ વગેરેનો ધર્મ ક્યારેય સાંભળતો નથી. અને એમની પાસે જતો પણ નહિ. એવામાં વર્ષાઋતુ આવવા પહેલાં કેટલાંક સાધુઓ તે ગામમાં આવ્યા. તેમણે ગામમાં વસતિ યાચી. કોઈએ મશ્કરીમાં તે સેવકનું ઘર બતાવ્યું. સાધુઓ ત્યાં ગયા. વસતિ માંગી, તેને લાગ્યું કે કોઈએ સાધુઓની મશ્કરી કરી છે પણ હું તેને સાચી પાડીશ. એમ વિચારી કહ્યું “મહારાજ! બહુ સારૂ. આપ ભલે અહીં રહો પણ જ્યાં સુધી મારી હદમાં રહો ત્યાં સુધી મને કોઈ ઉપદેશ આપવો નહિ સાધુઓએ વાત સ્વીકારી પછી તેના ઘરે સાધુઓ ચાતુર્માસ રહ્યા. એણે સાધુઓને ઉપદેશ ન આપવાની શરતે વસતિ આપી. ચાતુર્માસ પૂરુ થતાં સાધુઓએ વિહાર કર્યો, એ મૂકવા માટે સાથે ગયો રસ્તામાં કહ્યું “હવે મારી સીમા પુરી થાય છે તમે ઉપદેશ આપી શકો છો જ્ઞાની ગુરુએ એ પ્રતિબોધ પામશે એમ જાણી સાપ્તાદિક વ્રત આપ્યું-પંચેન્દ્રિય પ્રાણીને મારવા ઇચ્છતા જેટલાં સમયે સાત પગલાં ભરાય તેટલો સમય પ્રતીક્ષા કરીને હણવો. એણે સ્વીકાર્યું સાધૂઓ ગયા. એકવાર એ સેવક રાત્રિમાં ચોરી માટે ક્યાંક ગયો. અપશકુનાદિથી થોડા જ સમયમાં પાછો આવ્યો. મારા વિના ઘરમાં કેવો સમાચાર છે એ જાણવા રાત્રિમાં ગુપ્ત રીતે જ પોતાના ઘરમાં પેઠો. તે દિવસે તેની બહેન અન્ય ગામથી આવી હતી તેણે કોઈપણ કારણે પુરુષવેશ પહેરીને નાચતા નટો જોયા હતા. જોઈને આવ્યા પછી અતિપ્રબળનિદ્રાવશ તે વેશમાં જ ભાભીની બાજુમાં પ્રદિપના પ્રકાશથી રમ્યવાસભવનમાં રહેલા પલંગ ઉપર જ ગાઢ સૂઈ ગઈ. અચાનક ઘરમાં પ્રવેશેલો તેના ભાઈએ પણ તે જોયું અને વિચાર્યું અહો મારું ઘર નષ્ટ થયું, કોઈ વિમ્ મારી પત્ની સાથે સુતો છે. ગુસ્સાથી તલવાર ખેંચીને મારવા જતાં વ્રત

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408