________________
૩૭૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પુનરાવર્તન કર્યું તે જાણીને મિથ્યા દુષ્કત આપે છે. ત્યારે અકાળે સ્વાધ્યાય કરવાથી મિથ્યાદષ્ટિ દેવતાઓ છલ કરે છે. એટલે તું ફરી આવું ન કરીશ. એવી દેવતાએ સાધુને શીખ આપી. આ સ્વાધ્યાયનો કાળાનનુયોગ કહેવાય છે કાળે ભણતાં અનુયોગ થાય છે પ્રસ્તુતમાં પણ કાળના ધર્મોની વિપરિત અવિપરિત પ્રરૂપણામાં અનનુયોગ-અનુયોગ જાણવા.
(૪) વચનમાં (એ) બહેરાનો ઉલ્લાપ - એક ગામમાં એક બહેરો પરિવાર વસે છે ડોસો ડોસી પુત્ર અને વધુ. એકવાર પુત્ર ખેતરમાં હળ ચલાવતો હતો. તેવામાં કોઈક મુસાફરોએ માર્ગ મૂક્યો. તે બોલ્યો આ બંને બળદો મારા છે બીજાના નથી. એટલે બહેરો જાણીને મુસાફરો ગયા. એટલે ભોજન લઈને વહુ આવી, તેણે ખાતા ખાતા પોતાની પત્નીને કહ્યું મુસાફરોએ ‘બળદો સારા છે એવું જણાવ્યું છે. તે બોલી શાક ખારું છે કે મીઠા વગરનું એમને ખબર નથી તમારી માતાએ રાંધ્યું છે એટલે તેણે પણ ઘરે જઈને ખારાદિ વ્યતિકર જણાવ્યો, અને સુતર કાંતતી ડોસી બોલી સુતર ભલે જાડું હોય કે પાતળું થાય પણ આ ડોસાને માટે વસ્ત્ર બનશે. ડોસીએ એ વાત ડોસાને કહી કે કાલની આવેલી વહુ મને એમ કહે છે સુતર જાડું કંતાય છે એ મને કહેનારી કોણ? ત્યારે ડરતા ડરતાં બોલ્યો તારૂં લોહી પીઉં જો એક પણ તલ ખાઘો હોય તો એમ, એક પ્રકારથી કહેલું હોય તે બીજા પ્રકારે સાંભળવું, અને તે રીતે અન્યને જણાવવું, તે અનનુયોગ. યથાવત્ સાંભળવામાં અનુયોગ.
(બી) ગામડિયો - કોઈ ગામમાં કોઈ સ્ત્રીનો પતિ મરી ગયો એટલે એ નાનાપુત્રને લઈને ગામડે ગઈ. પુત્રે કહ્યું મારા પિતાની જીવીકા શું હતી? રાજસેવા કરતા હતા તારા પિતા તેના જવાબમાં પુત્રે કહ્યું તો હું પણ કરું. દુષ્કર છે, અત્યંત વિનયથી કરવી પડે, વિનય શું છે? બધાને જોઈને પ્રણામ કરવા, નમ્રવૃત્તિથી સર્વત્ર પ્રવર્તવું. સદા બીજાની ઈચ્છાને અનુસરીને રહેવું. હું પણ એમ કરીશ. એ રીતે માનીને રાજધાની તરફ ચાલ્યો રસ્તામાં હરણો આવતાં વૃક્ષની નીચે ખેંચેલા ધનુષ્યવાળા છૂપાયેલા શિકારીઓ જોયા જોરથી પ્રણામ-સ્વાગત-જુહાર કર્યા, હરણો ભાગી ગયા. શિકારીઓએ મારીને બાંધ્યો તેણે કહ્યું માતાએ શિખવ્યું છે. જોતા બધાનો જોત્કાર કરવો એટલે રૂજુ છે એમ જાણીને છોડ્યો અને શીખવ્યું. આવું દેખાતા છૂપાઈને બોલ્યા વિના અથવા ડીરેથી બોલીને ચૂપચાપ અવાય તે માનીને આગળ ગયો. વસ્ત્રો ધોતા ધોબીઓ જોયા-તેમનાં વસ્ત્રો ચોરો ચોરી જાય છે એટલે તે દિવસે લાકડી વગેરે લઈને ધોબીઓ છૂપાઈને બેઠા, શરીર નમાવીને બોલ્યા વિના છૂપાતો ધીરે ધીરે તે બાળક ત્યાં આવ્યો, ચોર સમજીને પકડયો ફટકારીને બાંધ્યો. સત્ય હકીકત કહેતાં છોડ્યો અને શીખવ્યુંઆવું ક્યાંક દેખાય તો કહેવું ખાર અહીં પડે અને શુદ્ધ થાય એમની શિક્ષા લઈને આગળ ગયો કોઈ ગામમાં ખેડૂતને ખેડતો જોયો, તે બોલ્યો “ખાર અહીં પડો શુદ્ધ થાઓ' વગેરે, ખેડૂતોએ પકડ્યો, માર માર્યો અને બાંધ્યો, સાચી વાત કહેતાં છોડ્યો, શીખવ્યું આવું ક્યાંય