________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૫૩ (૫) યથાખ્યાત :- સર્વવિશુદ્ધ ચારિત્ર જેને આચરીને સુવિહિત સુસાધુઓ મોક્ષસ્થાનમાં જાય છે. એ કષાય ઉદય રહિત હોવાથી ક્ષીણમોહ-ઉપશાંત મોહ રૂપ છદ્મસ્થ વીતરાગી અને સયોગી-અયોગી કેવલીને હોય.
પ્રશ્ન-૬૯૬ – રમ અંતે ! સામયિર્થ નીવર્નવં એવું વ્રતગ્રહણ સમયે ગ્રહણ કરેલું ઇવર સામાયિક પણ ઉપસ્થાપનામાં છોડતાં યાવસ્કથિકના પરિત્યાગની જેમ પ્રતિજ્ઞાભંગ કેમ ન થાય?
ઉત્તર-૬૯૬ – એ બધું આગળ કહેલું જ છે ચારિત્ર એ સામાન્યથી સામાયિક જ છે તે છેદાદિવિશુદ્ધિ વિશેષોથી વિશેષ્ય થતું ભિન્નપણું સ્વીકારે છે તો વિશિષ્ટતર વિશુદ્ધિ સ્વીકારવામાં વ્રતભંગ કેવો ? પ્રવ્રયાત્યાગ કરતાં જ વ્રતભંગ થાય છે અને જે તે જ પૂર્વે ગૃહીત ચારિત્રને વિશુદ્ધતર કરે છે. સંજ્ઞામાત્રથી તો ચારિત્ર વિશિષ્ટ ભિન્ન છે એટલે તેનો ભંગ થતો નથી પણ, ઉલટાની વ્રતનિર્મળતા થાય છે. જેમ સામાયિક સંયતને સુક્ષ્મસંપરાય પ્રાપ્ત કરતા કે છેદોસ્થાનીયને પરિવાર વિશુદ્ધિ સ્વીકારતાં વ્રત નિર્મળ થાય છે.
ઉપશમથી સામાયિક
પ્રશ્ન-૬૯૭ – એ રીતે તમે મોહના ક્ષયોપશમથી સામાયિક લાભ કહ્યો હવે મr-હંસ (ગા.૧૨૮૪)થી કહેવાદ્વારા મોહોપશમથી સમ્યકત્વાદિ સામાયિક પ્રાપ્ત થાય છે. તે કહેવાય છે. તો પ્રથમ ક્ષયોપશમથી તેનો લાભ શા માટે કહ્યો?
ઉત્તર-૯૯૭ – કારણ કે કહેવાનારો ઉપશમ ક્ષયોપશમ પૂર્વ છે. કારણ કે પહેલાં મોહનીયના ક્ષયોપશમથી સમ્યક્તાદિ સામાયિક પ્રાપ્ત થાય છે. પછી ઉપશમશ્રેણી એટલે આ ક્રમથી જ તે કહ્યું છે એ પહેલી (૧) પાતના, અથવા પ્રથમ ત્રણ ચારિત્ર કષાયોના ક્ષયોપશમથી, ક્ષયથી ઉપશમથી કહ્યા, તથા સૂક્ષ્મ સંપરાય-યથાખ્યાત એ બંને ચારિત્ર ઉપશમ-ક્ષયથી કહ્યા છે. તેથી તે બંને ઉપશમ-ક્ષય ક્રમથી કહેવાય છે. જે બંને શ્રેણી પ્રાપ્ત કરે છે તે પહેલાં ઉપશમ શ્રેણી પછી ક્ષપક શ્રેણી કરે છે. એટલે આ ક્રમને આશ્રયીને એકસાથે બંને પ્રાપ્ત થવા છતાં પહેલા ઉપશમ અને પછી ક્ષપક શ્રેણી કહેવાશે – એ બીજી (૨) પાતના
અથવા સૂક્ષ્મસંપરાય શ્રેણી અંતર્ભાવિ કહ્યું છે. અને તેમાંથી નીકળતા યથાખ્યાત કહ્યું છે. તે શ્રેણી ઉપશમથી અને ક્ષયથી થાય છે. એટલે બંને શ્રેણી કહેવી. બંનેશ્રેણીના લાભ ઉપશમ શ્રેણી જ પહેલા કરે છે. એટલે તે જ પહેલા કહેવાય છે. આ ત્રીજી (૩) પાતના