________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૫૯ છેલ્લો અસંખ્યાતમો લોભાશ બાકી રહે ત્યાં, સૂક્ષ્મ સંપરાય કહેવાય, ત્યાર બાદ તે ખપાવીને ક્ષીણમોહી યથાખ્યાત ચારિત્રી થાય છે.
પ્રશ્ન-૭૦૫ – ક્ષપક શ્રેણીમાં જીવ અનિવૃત્તિ બાદરે દર્શનસપ્તક ખપાવે છે તો એમાં મિથ્યાત્વાદિ દર્શનત્રિક ક્ષીણ થતાં શું એ ક્ષેપક ત્રિદર્શનાતીત થાય છે ? તે મિથ્યાષ્ટિ નથી મિથ્યાત્વના અભાવથી મિશ્રના અભાવે મિશ્ન-સમ્મશ્મિથ્યાદૃષ્ટિ નથી અને સમ્યક્તના અભાવે સમ્યગ્દષ્ટિ પણ નથી થતો?
ઉત્તર-૭૦૫ – દર્શનાત્રિક ક્ષીણ થતાએ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ થાય છે. જે સમ્યક પદાર્થ શ્રદ્ધાનરૂપ જીવનો પરિણામ છે તે જ મુખ્યતઃ સમ્ય કહેવાય છે. જે શોધિત મિથ્યાત્વ પુદ્ગલપુંજ છે તે તત્ત્વથી મિથ્યાત્વ જ છે. ફક્ત સમ્યક્ત કહેવાય છે. એ રીતે જે આચ્છાદિતમદન કોદ્રવરૂપ મિથ્યાત્વ જ સદુપચારથી સમ્યક્ત તરીકે પ્રસિદ્ધ છે, તે જ તે ક્ષપકનું ક્ષીણ છે. નહિ કે, જે તત્ત્વશ્રદ્ધાન જીવનો ભાવ અને તે તેનો તત્ત્વશ્રદ્ધાનભાવ ઔપચારિક સમ્યક્તરૂપ સમ્યક્તપુદ્ગલ પૂંજ ખપતાં ઉલટો વિશુદ્ધતર થાય છે
(૧) જેમ શ્લષ્ણ શુદ્ધ અભ્રપલટ દૂર થતાં મનુષ્યની બે નેત્રરૂપ દૃષ્ટિ સ્વચ્છાભ્રપટલ સમાન સમ્યક્તપુદ્ગલપુંજ છેય તે અલપિત અભ્રપટલ જેમ દષ્ટિનો જે અને જેટલો તત્ત્વશ્રદ્ધાન રૂપ વિઘાતક જ છે. તેથી અનર્થરૂપ તે ખપતાં અભ્રપટલનાશે લોચનની જેમ તત્ત્વશ્રદ્ધાન પરિણતિ નિર્મલતર જ થાય છે.
(૨) સારી રીતે ધોયેલું શુદ્ધ કાંઈક ભીનું વસ્ત્ર તડકાથી સમસ્ત જલના ક્ષયે એકદમ જ શુદ્ધ થાય છે. એમ ઔપચારિક સમ્યક્તરૂપ શુદ્ધ પુદ્ગલોના પરિક્ષયથી વાસ્તવિક રૂચિરૂપ સમ્યગ્દર્શન પણ સુતરાં નિર્મળ થાય છે.
(૩) જેમ શેષ ક્ષાયોપથમિક મત્યાદિ ચતુષ્ટય દૂર થતાં બીજું ક્ષાયિક શુદ્ધતર કેવલજ્ઞાન રૂપ અન્યજ્ઞાન પ્રગટ થાય છે. પણ જીવ અજ્ઞ થતો નથી તેમ ક્ષાયોપથમિક સમ્યક્ત નાશે બીજું વિશુદ્ધતર ક્ષાયિક સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. પણ જીવ અદર્શની થતો નથી.
પ્રશ્ન-૭૦૬ – ક્ષાયિક સમ્યક્ત વિશુદ્ધતર અને ક્ષાયોપથમિક અવિશુદ્ધ કઈ રીતે કહેવાય?
ઉત્તર-૭૦૬ – સાફ કરેલા મદનકોદ્રવથી બનેલું ભોજન તૈલાદિ વિરુદ્ધ દ્રવ્યથી મિશ્રિત ખવાતું ખાનારને વિક્રિયા કરાવે છે. પણ નિર્વલિત-મિશ્ર મદન કોદ્રવના ત્યાગે તે દુઃખ નથી અર્થાત્ જે સાફ કરેલા શુદ્ધ અશુદ્ધ સ્વરૂપવાળા મદન કોદ્રવ ખાતો નથી તેને આવો મદનરૂપ અપાય થતો જ નથી. તે જ રીતે શુદ્ધમિથ્યાત્વ-અપૂર્વકરણાધ્યવસાયથી દૂર કરેલો