________________
૩૬૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૭૦૭ – સંભિન્નલોકાલોકમાં સંભિન્નત્વ શું છે?
ઉત્તર-૭૦૭ – સમ-એકાકીભાવથી ભિન્ન-જેમ બહાર તેમ મધ્યમાં અથવા દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવરૂપ સર્વ જ્ઞેય અહીં કેવલજ્ઞાનના વિષય તરીકે બતાવ્યું છે, અથવા સંભિન્ન સર્વપર્યાયોથી વ્યાપ્ત, અથવા સ્વ-પર નિર્વિશેષ, અથવા સ્વ-પર પર્યાયયુક્ત તે સંભિન્ન. ત્યાં સંભિન્ન એટલે દ્રવ્યક્ષેત્ર, કાળ અને ભાવ તેના પર્યાયો તરીકે લેવાય છે. તે બંને દ્વારા સમ અથવા સમંતાદ્ ભિન્ન-સંભિન્ન એમ કરીને દ્રવ્યને સંભિન્ન કહેવાય છે. તેને જોતો અને પ્રસિદ્ધસ્વરૂપ લોકાલોકને જોતો એનાથી ક્ષેત્ર જણાવાય છે. આટલું દ્રવ્યાદિ ૪ શેય છે, તે પણ સર્વદિશાઓમાં નિરવશેષ ભૂત-ભવિષ્ય-વર્તમાન એવું કોઈ નથી કે જેને કેવલી જોતો નથી. એટલી ગાથાથી એ જિન અમિતજ્ઞાની કહેવાયા છે (ગા.૧૦૯૪) એનાથી જ આચાયાદિપરંપરાથી સામાયિકાદિ શ્રત આવ્યું છે અને જિનશાસનની ઉત્પત્તિ થઈ છે.
જિનપ્રવચન ઉત્પત્તિ આદિ સંગ્રહ (૧) જિનપ્રવચનની ઉત્પત્તિ. (૨) પ્રવચનનાં એકાર્થિક નામો. (૩) એકાર્થિક વિભાગ. આ ત્રણ દ્વારા પ્રાસંગિક છે. (૪) દ્વારવિધિ (૫) નથવિધિ (૬) વ્યાખ્યાનવિધિ અને (૭) અનુયોગ આ દ્વારોની વ્યાખ્યા કરશું.
(૧) દ્વારવિધિ - ઉદેશ-નિર્દેશાદિ દ્વારોની પ્રરૂપણા અથવા ઉપોદઘાત. (૨) નયવિધિ - ઉપક્રમાદિ મૂળ દ્વારોમાંનું ચોથું અનુયોગદ્વાર. (૩) વ્યાખ્યાનવિધિ - શિષ્ય અને આચાર્યની પરીક્ષા કહેવાની મર્યાદા. (૪) અનુયોગવિધિ - સૂત્ર સ્પર્શિક નિયુક્તિ તથા સૂત્રાનુગમ એ અનુયોગ છે.
પ્રશ્ન-૭૦૮-ચોથું દ્વાર નવિધિ કહીને પછી ત્રીજું અનુયોગ દ્વાર કેમ કહ્યું? વળી ચાર દ્વારોમાં જેનો સંગ્રહ નથી એવો વ્યાખ્યાનવિધિ અહીં કહેવાનું શું કારણ છે?
ઉત્તર-૭૦૮અનુયોગ પછી નયો કહેવાના બદલે નયો કહીને પછી અનુયોગ કહેવાનું કારણ ગાથાની રચનાની અનુકૂળતા જ એવી છે કે જેથી અનુયોગ અને નયોનો વિપર્યય કરેલો છે. એવું બીજા આચાર્યો કહે છે. પણ તે યોગ્ય નથી, કેમકે ગાથાની રચના “દ્વારવિધિ વ્યાખ્યાન વીધિ અનુયોગ અને નિયવિધિ’ એમ અનુક્રમે પણ થઈ શકે એમ છે. માટે અહીં કહેલો વિપર્યય બુદ્ધિપૂર્વકનો છે, ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય આ પ્રમાણે ક્રમ છે, તેમાં નયો છેલ્લા કહ્યા છે. અને અહીં પહેલા કહ્યા છે. તેથી, નિયુક્તિકાર શ્રીમદ્ ભદ્રબાહુસ્વામી