________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૬૧
આવરણ ક્ષય કરાય છે તો ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક થઈ ગયું. તો અન્ય સમયે ક્રિયા અને અન્ય સમયે તેનો ક્ષય એવું કેમ કહે છે ? જો ક્રિયા કાળે આવરણ ક્ષય નથી તો અક્રિય હોવાથી પછીથી પણ ન થાય. અથવા જો ક્રિયા નિવૃત્તિમાં દ્વિતીય સમયે અક્રિય છતા આવરણનો ક્ષય માને તો ક્રિયાવાળા પ્રથમ સમયે ક્રિયાનું શું કામ તેના વિના પણ આવરણ ક્ષય ઘટે. ક્રિયારહતિ બીજા સમય ની જેમ ? ક્રિયા-નિષ્ઠા કાળનું એકત્વ આગમમાં પણ કહ્યું છે કારણ કે વનમાળે પતિપુ, બાવ નિરિષ્નમાળે નિ—િન્ગે એ વચનથી નિર્જરમાણ કર્મ નિર્જીણ શાસ્ત્રમાં પણ કહ્યું છે. એટલે ક્ષીયમાણ ક્ષીણ જ છે. બેમાં કાળભેદ નથી આગમમાં કહ્યું છે માં વેડ્બ્બર્ નોમાંં વેદ્યમાન અવસ્થામાં કર્મ વેદાય છે. નિર્જરાવસ્થામાં નોકર્મ થાય છે. સમય અન્ય વેદના છે અને નિર્જરા સમય અન્ય છે. તેથી તે આવરણ ક્ષીયમાણતા સમયે આવરણ નથી. ક્ષીયમાણ ક્ષીણ હોવાથી અને પ્રતિબંધક ભાવે આવરણ ક્ષીયમાણતા સમયે કેવલોત્પત્તિ થાય જ છે કોણ રોકે ?
ལུ
જો આવરણાભાવે પણ કેવલજ્ઞાન ઉત્પન્ન ન થાય તો આવરણ ક્ષય પછીના સમયે જે કેવલોત્પત્તિ માને છે તે પણ ન થાય, એથી આવરણાભાવાવિશેષ એવા આવરણક્ષય સમયે પણ કેવલજ્ઞાન ન થાય અને તેના પછીના સમયે થાય છે, એવું મનની ઇચ્છાથી બોલાય છે તો એની અકારણ પ્રસૂતિ યદચ્છાથી જ છે. એટલે અકારણ જ થઈ, વિશેષાભાવથી.
તેથી કેવલજ્ઞાન અને તેના આવરણનાં એક સાથે જ ઉત્પાદ-વ્યય ધર્મો જાણવા. જેમ એક સાથે જ અંધકાર દૂર થાય છે અને દીવાદિનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને જે અંધકારનો નિવૃત્તિ સમય છે તે જ પ્રકાશનો ઉત્પાદ સમય છે, એમ અહીં પણ યુગપત્ જ આવરણ દૂર થાય છે અને જ્ઞાન ઉત્પન્ન થાય છે. આત્મ દ્રવ્ય સ્થિર રહે છે જે આવરણનો ક્ષયસમય છે તે જ જ્ઞાનોત્પાદ સમય છે. કારણ કે તે સમયે આવરણ ક્ષીયમાણ ક્ષીણ છે અને ઉત્પદ્યમાન કેવલજ્ઞાન ઉત્પન્ન છે. આત્મ દ્રવ્ય સ્થિત છે. એમ બધા ભાવોનો અપૂર્વપર્યાયોથી ઉત્પાદ અને પૂર્વપર્યાયોથી વ્યય અને મૂળ દ્રવ્યનું અવસ્થાન હોય છે. જેમકે માટી અથવા આંગળી આદિ પદાર્થો નવીન પર્યાયોરૂપે (સરળતાદિ) ઉત્પન્ન થાય છે. અને પિંડ-સ્થાસ-શિવકાદિ તથા વક્રતાદિ પૂર્વ પૂર્વપર્યાયો રૂપે નાશ થાય છે, અને માટી આદિ દ્રવ્યરૂપે સ્થિત રહે છે. આ બધું એક સાથે જ થાય છે.
ત્યારબાદ કેવલજ્ઞાન-દર્શન સ્વભાવવાળો કેવલિ સર્વ શેયને સાદિ-અપર્યવસિત સદાકાળ કેવલજ્ઞાનથી જાણે છે અને કેવલદર્શનથી જુએ છે ॥ રૂતિ નિશ્ચયનયસમર્થમ્ ॥
સર્વ પ્રકારે, સર્વદિશાઓમાં સંભિન્ન લોકાલોક જોનાર કેવલીને ત્રિકાળમાં એવી કોઈ વસ્તુ નથી કે જેને તે ન જોઈ શકે.