________________
૩૬૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
મિથ્યાત્વભાવ છે, તે જ ઉપચારથી સમ્યક્ત કહેવાય છે. શુદ્ધ મિથ્યાત્વ સમ્યક્તના પુદ્ગલો શોધિત મદન કોદ્રવ સ્થાનીયા વિરુદ્ધ તેલાદિ દ્રવ્યરૂપ મિથ્યાત્વથી મિશ્રિત છતા તત્કણે જ મિથ્યાત્વ થાય છે. અથવા કુતીર્થિક સંસર્ગ-વચન શ્રણવાદિજન્ય પરિણામથી ક્લિષ્ટબહુરસવાળા કરાયેલા મિથ્યાત્વરૂપતા પામે છે. તેથી તે જ રીતે મિથ્યાદષ્ટિ થઈને ફરી સંસારસાગરમાં ભમ્યા કરે છે. આવો અપાય ફાયિક સમ્યત્વમાં નથી હોતો. સર્વ અનર્થોના મૂળ એવા શુદ્ધ-અશુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલો ખપાવેલા હોઈ તે પુગલો ન હોવાથી ક્ષાયિક સમ્યફ શુદ્ધતર છે. અને ક્ષાયોપથમિક મલીમસ છે. એટલે એ દૂર થવા છતાં ક્ષાયિક સમ્યક્ત હોવાથી અદર્શની થતો નથી. પરંતુ, ઉલટો વિશુદ્ધ સમ્યગ્દર્શની છે.
તે પછી - ક્ષીણમોહ છદ્મસ્થ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે એટલે કે તે સમયમાંના ઉપાજ્ય સમયે નિદ્રા તથા પ્રચલાનો ક્ષય કરે છે, અને છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર અને અંતરાય પાંચ એ ચૌદ પ્રકૃતિનો ક્ષય કરીને કેવલજ્ઞાન પામે.
કેવલજ્ઞાનની ઉત્પત્તિનો સમય:| નિશ્ચયનયનો મત :- જે સમયે આવરણનો ક્ષય થાય છે, તે જ સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ નિશ્ચયનય માને છે. કેમકે ક્ષીયમાણ ક્ષીણવાતુ-ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક હોવાથી. કાળના ભેદમાં અન્યકાળ ક્રિયા અને અન્ય કાળે કાર્યોત્પત્તિ થાય એ અસંગત છે. ક્રિયાવિરહમાં પણ કાર્યોત્પત્તિનો સ્વીકાર માનવો પડે. એ રીતે ક્રિયારંભ કાળ પહેલાં પણ કાર્યોત્પત્તિની પ્રાપ્તિ થવાથી અતિવ્યાપ્તિ થાય. તસત્વે તત્સત્વે પતિવ્યાસમ્
વ્યવહાર નય - આવરણ ક્ષયના પછીના સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ક્ષયસમયે આવરણ ક્ષીયમાણ હોવાથી તે અક્ષીણ છે. ક્રિયા-નિષ્ઠાકાળનો ભેદ હોવાથી. તે બંન્ને એક હોય તો ક્રિયાકાળે પણ કાર્ય વિદ્યમાન હોવાથી ક્રિયાના વૈયથ્યની આપતિ આવે, અને સમાનકાલભાવિ ક્રિયાકાર્યનો કાર્યકારણ ભાવ ઘટતો નથી. નહિતો ડાબા-જમણા ગાયના શિંગડામાં પણ કાર્ય-કારણ ભાવની આપત્તિ આવે. એટલે ક્ષીયમાણ આવરણ છતે જ્ઞાન ઉત્પન્ન થાય એ ઘટતું નથી. એ ક્રિયા કાળ છે અને તે કાળે કાર્યને માનવું દુષિત છે. પણ ક્ષીણ આવરણ છતે જ જ્ઞાન ઉત્પન્ન થાય છે એ નિષ્ઠાકાળ છે. ક્રિયા-નિષ્ઠા કાળ એક ઘટતો નથી તે પ્રતિનિહિત છે માટે.
વ્યવહારવાદી ! આવરણના ક્ષયે જો તું કેવલજ્ઞાનોત્પત્તિ માને છે અને ક્ષીયમાણમાં નથી માનતો તો અમે તને પૂછીએ છીએ-આવરણ ક્ષય કાળે ક્રિયા છે કે નહિ ? જો નથી તો ક્રિયાવિના આવરણ ક્ષયમાં કયો હેતુ કરવો ? કોઈ નથી. હવે જો ક્રિયા છે અને તેનાથી