________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૬૩ એમ જણાવે છે કે નય અને અનુગમ દરેક સૂત્ર સાથે જ હોય છે. કેમકે, કોઈપણ અનુયોગ નય વગરનો નથી. અહીં કોઈ એમ કહે કે નય અને અનુગમ સાથે જ હોય તો તેનો ઉપન્યાસ પણ એક સાથે જ થવો જોઈએ. એ બરાબર નથી. આમ, બન્નેનો નિર્દેશ સાથે થઈ શકે નહિ. માટે અનુયોગદ્વારોમાં નો છેલ્લે કહ્યાં છે અને અહીં પહેલા કહ્યાં છે. તેથી અનુગમ અને નય સાથે જ હોય છે એમ જણાવવા ક્રમનો વિપર્યય કર્યો છે.
અને બીજું, મૂળ દ્વારોમાં ન કહ્યા છતાં અહીં આચાર્યશ્રી સૂત્રોનગમના અવસરે વ્યાખ્યાનવિધિ કહે છે તે ગુરુ અને શિષ્યના અનુગ્રહ માટે કહે છે. અથવા અનુગમમાં તે વ્યાખ્યાનવિધિ પણ વ્યાખ્યાનનું અંગ હોવાથી અધિકૃત છે. જે જે વ્યાખ્યાનનું અંગ હોય તે તે અનુગમનું કારણ હોવાથી અનુગમ જ છે. એ કારણે આ વ્યાખ્યાનવિધિ પણ અનુગમમાં અંતર્ભત છે. કારણ કે, તીર્થંકર-ગણધરો એ સૂત્રાનુગામની આદિમાં પ્રથમ વ્યાખ્યા અને સૂત્રાનુગામનો નિત્ય સંબંધ છે. તેથી તે તેનું અંગ છે. અને એ સંબંધિ ગાય આદિના ઉદાહરણો અમે આગળ ૧૪૩પમી ગાથામાં જણાવીશું.
પ્રશ્ન-૭૦૯ – જો તે વ્યાખ્યાનવિધિ અનુગામનું જ અંગ છે, તો ૯૭૩મી ગાથામાંથી તે લાવીને ૧૪૩પમી ગાથામાં દ્વારવિધિની શરૂઆતમાં કહેવાનું કેમ કહો છો? આમ, અવળો ક્રમ કરવાનો શું લાભ છે?
ઉત્તર-૭૦૯ - દ્વારવિધિ પણ સૂત્રની જેમ મહા અર્થવાળી છે. એટલે કલ્યાણનો હેતુ છે. તેથી તેમાં પણ વ્યાખ્યાનવીધિનો વિપર્યય ન થાય એમ માનીને સંગ્રહ ગાથા ૧૩૫૦માં અનુયોગની આદિમાં વ્યાખ્યાનવિધિ કહી છે, તો પણ ત્યાંથી ખસેડીને દ્વારવિધિની આદિમાં તે કહે છે, વળી એ પ્રમાણે દ્વારવિધિની આદિમાં કહેલી વ્યાખ્યાન વિધિ સાંભળીને સુદૃઢ વ્યાખ્યાનવિધિના વિચારક ગુરૂ-શિષ્યની અથવા શિષ્ય-ગુરૂની પરીક્ષા કરીને પછી ગુરૂદેવ ગુણવાન શિષ્યને દ્વારવિધિનો અર્થ સુખથી કહેશે અથવા શિષ્ય ગુરૂ પાસે સાંભળશે. અથવા દોષવાળા ગુરૂનો શિષ્ય ત્યાગ કરશે અને દોષવાળા શિષ્યનો ગુરૂ ત્યાગ કરશે. આ કારણથી દ્વારવિધિની આદિમાં વ્યાખ્યાનવિધિ કહી છે.
પ્રશ્ન-૭૧૦ – જો તે વ્યાખ્યાનવિધિ સૂત્રાનુગામની આદિમાં ન કહીને દ્વારવિધિની આદિમાં કહી તો ૧૩૫૦મી ધારસંગ્રહની ગાથામાં પણ તે આદિમાં કેમ ન કહી ?
ઉત્તર-૭૧૦ – સૂત્રાનુગામમાં વ્યાખ્યાનવિધિ માટે વધારે પ્રયત્ન કરવો એમ બતાવવા માટે અનુગામની આદિમાં વ્યાખ્યાનવિધિ કહી છે. કદાચ દ્વારવિધિમાં વ્યાખ્યાનવિધિ બરોબર ન થયો હોય તો સૂત્રાનુગમ વખતે તો જરૂર થવો જોઈએ એ બતાવવા અનુગામની આદિમાં વ્યાખ્યાનવિધિ બતાવ્યો છે.