________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ગુણોથી મહાન ઉપશામક દ્વારા ઉપશમ-ક્ષયોપશમમાં કરેલા કષાયોજિનસમાન ચારિત્રવાળાને પણ સંયમથી સંસારમાં પાડે છે, તો પછી સરાગમાં રહેલાને કેમ ન પાડે ?
૩૫૭
જેમ દાવાનળથી બળેલું અંજનવૃક્ષ નિમિત્ત દ્વારા ફરી જ્લસિંચનાદિ કારણ સંસર્ગથી અંકુર-પ્રવલ-પત્ર-પુષ્પાદિરૂપ નિજસ્વરૂપ બતાવે છે. ભસ્મથી ઢંકાયેલો અગ્નિ તૃણાદિ ઇંધણ કારણથી સહાયથી ફરી દાહ-પાકાદિ કરવારૂપ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. અથવા જેમ મિથ્યા રીતે દૂર કરેલા રોગો અપથ્ય આદિ સેવનથી ફરીથી પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે. તેમ એ ઉપશાંત કષાય જીવના સ્વશ૨ી૨-ઉપધિ આદિમાં મૂર્છાદિ પ્રત્યયથી ફરીથી કષાયોદયે પૂર્વસ્વરૂપ બતાવે છે. કારણ કે, આ ઉપશાંત મોહ ઞયસેઢિવપ્નું (ગા.૧૨૨૩) મુજબ સિદ્ધાંતમતથી એક જીવ બેમાંથી એક જ શ્રેણિ એક ભવમાં કરે છે તેથી તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડતો નથી. તેના વિના સિદ્ધ ન થાય. તેથી ઉપશમ શ્રેણિથી પડેલો જીવ જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી દેશોનાર્ધપુદ્ગલ પરાવર્તરૂપ સંસારમાં ભમે છે તેથી ઉપશમ શ્રેણીએ ચડેલો નિયમા અંતર્મુહૂર્તો પડે છે.
जइ उवसंत कसाओ लहइ अनंतं पुणो वि पडिवायं । न हु भे वीससियव्वं थेवे पि कसायसेसम्मि ॥ अणथोवं वणथोवं अग्गीथोवं कसायथोवं च न हु भे वीससियव्वं थेवे पि हु तं बहु होई ॥ दासत्तं देइ अणं अइरा मरणं वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी देंति कसाया ભવનનંત ॥ ઉપશાંત કષાયી જીવ ફરી પણ અનંત પ્રતિપાત પામે છે, માટે થોડો પણ કષાય હોય તો પણ તેનો વિશ્વાસ ન કરવો. કેમકે થોડું ઋણ-દેવું, થોડો ઘા, થોડો અગ્નિ અને થોડો કષાય એ બધા પાછળથી ઘણા થાય છે, વધે છે, માટે તેનો વિશ્વાસ ન કરવો. દેવું થોડું હોય તો પણ દાસપણું કરાવે છે. ઘા ભલે નાનો હોય તો પણ આગળ જતાં મૃત્યુ સુધી પહોંચાડે છે. અગ્નિ પણ થોડો હોવા છતાં પાછળથી ફેલાતો બધું બાળીને સાફ કરી દે છે તેમ કષાયો શરૂઆતમાં થોડા હોય તો પણ આગળ વધતાં અનંત ભવો કરાવે છે.
ક્ષપકશ્રેણિનું સ્વરૂપ
ક્ષપકશ્રેણિનો આરંભક ઉત્તમ સંઘયણવાળો, અવિરત-દેશવિરુતિ-પ્રમત્ત અને અપ્રમત્તમાંથી કોઈ એક ગુણસ્થાનકે વર્તનારો અને વિશુદ્ધ પરિણામવાળો હોય, જો તેમાં અપ્રમત્ત એવો પૂર્વધર સાધુ હોય તો શુક્લધ્યાને પણ તે ક્ષપકશ્રેણિ શરૂ કરે અને એ સિવાયના અવિરત આદિ કોઈ હોય તો ધર્મધ્યાને આ શ્રેણિ શરૂ કરે. ક્ષપકશ્રેણિનો ક્રમ - પ્રથમ અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી ક્રોધાદિ ચારેનો એક સાથે ક્ષય કરે અને તેનો અનંતમો અંશ મિથ્યાત્વમાં નાંખીને તે પછી મિથ્યાત્વની સાથે એ અંશ ખપાવે, જેમ અત્યંત ભડકતો