Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 374
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૩૫૫ ઉપશમેલા જ છે. નહિ તો, સમ્યક્ત્વાદિ લાભ ન ઘટે. એટલે અત્યારે તેમનું ઉપશમ કહેવું ઘટતું નથી ? ઉત્તર-૬૯૮ – સમ્યક્ત્વાદિ લાભ સમયે આ સંયોજનાદિ કષાયોનો ક્ષયોપશમ હતો અને અત્યારે તેમનો ઉપશમ કહેવાય છે પ્રશ્ન-૬૯૯ – ક્ષયોપશમ-ઉપશમમાં ફરક શું છે ? ઉત્તર-૬૯૯ - ઉદયપ્રાપ્ત કર્મ ક્ષયથતે અને અનુદીર્ણ કર્મ ઉપશાંત થતે છતે ક્ષયોપશમ કહેવાય છે. પ્રશ્ન-૭૦૦ ઉત્તર-૭૦૦ – ક્ષયોપશમમાં સૂક્ષ્મઉદયતા-પ્રદેશોદયથી સત્તાનું વેદન છે ઉપશાંત કર્મમાં તે પણ નથી એટલો ફરક બંનેમાં છે. કારણ કે ક્ષયોપશમિક કષાયવાળો જીવ તે તે સંબંધી સત્તામાં રહેલ કર્મનો અનુભવ કરે છે. પ્રદેશોદય વેદે છે પણ વિપાકથી તેને અનુભવતો નથી. અને ઉપશાંત કષાયી જીવ તો તેનો પ્રદેશોદય પણ વેદતો નથી. - પ્રશ્ન-૭૦૧ સંયતને સંયોજનાદિ કષાયોનો ઉદય નિષેધ જ છે તેના ઉદયમાં સંયતત્ત્વની હાનિ જ થવાની ને ? તો ઉપશમ પણ એ જ છે ને ? ઉત્તર-૭૦૧ – સાચું છે, રસ-વિપાકને આશ્રયીને અહીં તેનો સંયતાદિને ઉદય નિષેધ છે. પ્રદેશકર્મને આશ્રયીને નહિ. પણ રસ વિનાના પ્રદેશો નિયમા વેદે છે એવું આગમમાં કહ્યું જ છે ભગવતીસૂત્રમાં-જીવ અનુભાવ રસકર્મ વેદે કે નહિ ? જે પ્રદેશકર્મ છે તે નિયમા વેદે છે- વં હતુ ગોયમા ! મણ્ તુવિષે મ્મે પન્નતે, તે નહીં, પામ્મુ ય અનુભાવમે હૈં । तत्थ णं जं तं पएसकम्मं तं नियमा वेएइ, तत्थ णं जं तं अनुभावकम्मं तं अत्थेगइयं वेएइ, સત્યેન્ડ્સ નો વેડ્ । કારણ કે અનુદિત કર્મ નિર્જરતું નથી. અસત્ ઉદય થતું નથી. પરંતુ સદ્ જ ઉદય થાય છે. જેથી બધા મુમુક્ષુ સર્વ પ્રદેશકર્મ વેદીને જ મુક્ત થાય છે. તેથી પ્રદેશવેદ્ય અનંતાનુબંધીનો અત્યારે ઉપશમ નિરૂપણ કરાય છે. પ્રશ્ન-૭૦૨ આ રીતે પ્રદેશથી પણ સંયોજનાદિ કષાયોને વેદતા સંયતાદિનો સમ્યગ્દર્શનાદિનો વિઘાત કેમ ન થાય ? ભાગ-૧/૨૩ - ઉત્તર-૭૦૨ અનુભાવ-રસ છતાં જેમ કોઈ વખત મંદાનુભાવ હોવાથી નીરસ પ્રદેશમાત્રના વેદવાથી સમ્યક્ત્વાદિના વિઘાત ન થાય. તે આમ, નિત્યોદિતપણ મતિ-શ્રુતાવિધ-મનઃપર્યાયાવરણ ચતુષ્ટય સંપૂર્ણ ચતુર્ભ્રાનીના મતિઆદિજ્ઞાનના વિષાત માટે દેખાયું —

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408