________________
૩૫૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉપશમ શ્રેણીનું સ્વરૂપ ' ઉપશમ શ્રેણી આરંભનાર અપ્રમત્ત સંયત હોય છે. કેટલાક કહે છે - અવિરતિદેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્ત સંયત એ ચારમાંથી કોઈપણ પ્રારંભક હોય છે. શ્રેણિથી પાછો ફરે ત્યારે અપ્રમત્ત યા પ્રમત્ત ગુણસ્થાનકે રહે છે, અને જો મૃત્યુ પામે તો દેવગતિમાં અવિરત થાય છે. કાર્મગ્રંથિકમત-શ્રેણિથી પડેલો જીવ મિથ્યાત્વ સુધી પણ જાય છે. ઉપશમ શ્રેણિનો આરંભ આ રીતે થાય છે – પ્રશસ્ત અધ્યવસાયવાળો આત્મા પ્રથમ અંતર્મુહૂર્ત કાળમાં એક સાથે અનંતાનુબંધી કષાયને ઉપશમાવે છે. પછી સમ્યત્વ-મિશ્ર અને મિથ્યાત્વ મોહનીયને ઉપશમાવે છે, પછી પુરૂષ આરંભક હોય તે નપુંસકવેદ અનુદીર્ણ હોય તો પણ પહેલા અંતર્મુહૂર્તમાં ઉપશમાવે છે. પછી અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદ, પછી હાસ્ય-રતિ-અરતિ-શોક-ભયજુગુપ્સારૂપ હાસ્યષક એક સાથે ઉપશમાવે. પછી પુરૂષવેદ ઉપશમાવે. આરંભક જો સ્ત્રી હોય તો પ્રથમ નપુંસકવેદ – પછી પુરૂષવેદ – પછી હાસ્યપર્ક અને પછી સ્ત્રીવેદ ઉપશમાવે. જો નપુંસક આરંભક હોય તો પ્રથમ અનુદિત સ્ત્રીવેદ ઉપશમાવે - પછી પુરૂષવેદ - પછી હાસ્યષક અને પછી નપુંસકવેદ ઉપશમાવે. આ ક્રમે ઉપશમ થયા પછી એકાંતરે સમાનજાતિય ક્રોધાદિનો એક સાથે ઉપશમ કરે. એટલે કે અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન ક્રોધ એક સાથે ઉપશમાવે. પછી, અંતર્મુહૂર્તમાં સંજવલનક્રોધ ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન માન, પછી સંજવલન માન, પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માયા, પછી સંજવલન માયા, પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન લોભને ઉપશમાવે, પછી અંતર્મુહૂર્તમાં સંજવલન લોભને ઉપશમાવે. આ લોભના ત્રણ ભાગ કરે, તેમાંથી બે ભાગ ઉપશમાવે અને ત્રીજા ભાગના સંખ્યાના ટુકડા કરે, એ ખંડોને પણ જુદા જુદા કાળે ઉપશમાવીને જયારે એ ટુકડામાંનો સંખ્યાતમો ટુકડો બાકી રહે ત્યારે ફરી તેના અસંખ્યાતા ખંડ કરે તે ખંડોને પણ સમયે-સમયે એકેક ખંડ ઉપશમાવી એ બધાને ઉપશમાવે, અહીં દર્શન સપ્તકનો ઉપશમ થાય ત્યારે અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર કહેવાય. તે પછી સંખ્યાતા લોભના અંશનો છેલ્લો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી અનિવૃત્તિ બાદર કહેવાય છે. તથા એ છેલ્લા અંશથી થયેલા અસંખ્યાતા ખંડોનો ઉપશમ કરતાં સૂક્ષ્મ સંપરાય કહેવાય. આ રીતે સંજ્વલનનો સર્વ લોભ અંતર્મુહૂર્તમાં ઉપશમાવે. ઘણા અંતર્મુહૂર્તો થાય તો પણ તે બધા મળીને એક જ મોટું અંતર્મુહૂર્ત થાય છે. બીજી પ્રકૃતિનો ઉપશમકાળ પણ અંતર્મુહૂર્તનો છે. આ આખી શ્રેણિ પણ અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય છે.
પ્રશ્ન-૬૯૮ – ઉપશમશ્રેણીમાં સંજ્વલન કષાય-હાસ્યાદિનો ઉદયવર્તિ હોવાથી ઉપશમાં ઘટે છે પણ જે અનંતાનુબંધી આદિ કષાયો છે. તે તો પહેલાં જ સમ્યક્વાદિગુણપ્રાપ્તિ સમયે