________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૬૯૫ – તો ૧૨ કષાયોના ક્ષયાદિથી લબ્ધ ચારિત્રના આ પાંચ વિશેષો છે એવો નિયમ શા માટે ન કરાય ?
૩૫૨
ઉત્તર-૬૯૫ કારણ કે સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ રૂપ ત્રણ જ ચારિત્રો ૧૨ કષાયોના ક્ષયાદિથી પ્રાપ્ત થાય છે. એટલે તેમના ક્ષયાદિલ ચારિત્ર પાંચ પ્રકારે કઈ રીતે થાય ? સૂક્ષ્મ સંપરાય ચારિત્ર તો સંજ્વલ લોભ વિનાના શેષ ૧૫ કષાયોના ક્ષયથી કે ઉપશમથી પ્રાપ્ત થાય છે અને યથાખ્યાત તો ૧૬ કષાયોના ક્ષયથી-ઉપશમથી પ્રાપ્ત થાય છે એટલે સામાન્ય ચારિત્રના જ પાંચ વિશેષો થાય છે.
—
(૧) સામાયિક :- રાગ-દ્વેષવિરહિત સમની પ્રતિક્ષણ અપૂર્વાપૂર્વકર્મનિર્જરાની હેતુભૂત વિશુદ્ધિનો આય-લાભ=સમાય તે જ સામાયિક-સર્વસાવદ્યયોગવિરમણ રૂપ એના ઉપરથી બધા ય ચારિત્રો સામાયિક જ છે. પરંતુ છેદાદિ વિશેષણ સહિત હોવાથી સામાન્યપણે સામાયિક ચારિત્ર કહેવાય છે. તે બે પ્રકારે છે ઇત્વર અને યાવત્કથિત. સ્વકલ્પકાળ ભાવિઇત્વર એ ભરતૈરાવત ક્ષેત્રોમાં પ્રથમ-ચરમ તીર્થંકરોનાં તીર્થમાં અનારોપિત મહાવ્રતવાળા શિષ્યનું જાણવું. જે જન્મમાં આત્માની યાવજજીવ કથા છે ત્યાં સુધી રહેનાર યાવત્કથિક આ ભરતૈરાવતના મધ્યમ બાવીશ તીર્થંકરોના અને મહાવિદેહના સાધુને હોય છે. તેમને ત્યાં ઉપસ્થાપના હોતી નથી એટલે યાવજજીવનનું ચારિત્ર હોય છે.
(૨) છેદોપસ્થાપનીય :- પૂર્વ પર્યાયનો છેદ અને મહાવ્રતોમાં આત્માનું ઉપસ્થાપન તે છેદોપસ્થાપન કરવું. તે પણ ૨ પ્રકારે છે સાતિચાર-અનતિચાર.. અનતિચાર ઇત્વરસામાયિકવાળા શિષ્યને ઉપસ્થાપનામાં આરોપાય છે. અથવા અન્યતીર્થના સંક્રમમાં જેમકે પાર્શ્વનાથના તીર્થથી મહાવીરતીર્થમાં સંક્રમથી પંચાયામ ધર્મના સ્વીકારમાં હોય છે. અને સાતિચાર તો મૂલગુણઘાતિને ફરીથી મહાવ્રતરોપણ કરવાથી હોય છે.
(૩) પરિહારવિશુદ્ધિ :- પરિહાર-તપોવિશેષથી કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર તે પણ બે પ્રકારે છે નિર્વિશમાનક-નિર્વિષ્ટકાયિક. તે ચારિત્રના આસેવકો નિર્વિશમાનક કહેવાય છે. આ ચારિત્ર પણ તેમનાથી અભિન્ન હોવાથી નિર્વિશમાનક કહેવાય છે. આસેવિત આ ચારિત્ર કાયાવાળા મુનિઓ નિર્વિષ્ટકાયા કહેવાય છે. તે ચારિત્ર પણ તેમનાથી અભિન્ન છે. માટે નિર્વિષ્ટકાયિક કહેવાય છે.
(૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર :- સૂક્ષ્મ લોભાંશ અવશેષથી સંપરાયો કષાયો છે તે સૂક્ષ્મસંપરાય. તે બે પ્રકારે છે વિશુદ્ધયમાન અને સંકિલશ્યમાન. વિશુદ્ધયમાન ક્ષપક-ઉપશમ શ્રેણીમાં ચડતાં થાય છે તથા સંક્લિશ્યમાન ઉપશમશ્રેણીથી પડતા થાય છે.