________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૫૧ સંજ્વલન કષાયોદયના અતિચારો - છેદ સુધીના પ્રથમ સાત પ્રાયશ્ચિતોથી શુદ્ધ થાય છે. પ્રત્યાખ્યાનાવરણના અતિચારો – સર્વવિરતિરૂપ સંયમનો મૂળચ્છેદ નિશ્ચિત થાય. અપ્રત્યાખ્યાનાવરણના અતિચારો – દેશવિરતિચારિત્રનો મૂળચ્છેદ નિશ્ચિત થાય. અનંતાનુબંધી કષાયના અતિચારો – સમ્યક્તનો મૂળચ્છેદ નિશ્ચિત થાય.
પ્રશ્ન-૬૯૨ – ગાથા નં. ૧૨૩૮ના પૂર્વાર્ધમાં મૂળગુણના ઘાતિ કહેવાથી બાર કષાયો મૂળચ્છેદક છે એ સિદ્ધ છતાં ફરી તે વાત અહીં શા માટે કહી ?
ઉત્તર-૬૯૨ – અતિચારોની વિશેષ વ્યાખ્યા કરવા માટે ફરી કહ્યું છે. કેમકે, અહીં પ્રસ્તુતમાં યથાખ્યાત ચારિત્ર છે, તેથી તેમાં શિષ્ય મૂળરચ્છેદ્યની યોજના ન કરે અને તે યોજના શેષ સામાયિકાદિ ચારિત્રમાં કરે, માટે અહીં એ વાત ફરીથી કરી છે.
સાયિકાદિ ચારિત્રનો વિચાર - અનંતાનુબંધિ આદિ ૧૨ કષાયોના ક્ષય-ઉપશમ અથવા ક્ષયોપશમ થવાથી મન-વાફ-કાયરૂપ પ્રશસ્ત યોગોદ્વારા ચારિત્રનો લાભ થાય છે. વિધ્યાતાગ્નિતુલ્ય ક્ષીણકષાયો તથા ભસ્માચ્છાદિતઅગ્નિતુલ્ય-ઉપશાંત કષાય હોય છે અને અર્ધવિધ્યાતઅગ્નિતુલ્ય ક્ષયોપશમાવસ્થ કષાયોમાં દલિકનું વેદન પણ છે.
ચારિત્રપંચકના ભેદો. પ્રશ્ન-૬૯૩ – કયા ચારિત્રનો લાભ કઈ રીતે થાય છે?
ઉત્તર-૬૯૩ – સામાયિક-છોસ્થાપનીય-પરિહાર વિશુદ્ધિ-આ ત્રણ ચારિત્રો બે શ્રેણીથી અન્યત્ર કષાયોના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમથી પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિનાદરનો ઉપશમશ્રેણીમાં તેના ઉપશમથી પૂર્વપ્રતિપન્નને તેમનો લાભ થાય છે, અને ક્ષપકશ્રેણીમાં ક્ષયથી લાભ થાય છે. સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત ચારિત્રનો ઉપશમ શ્રેણીમાં કષાયોપશમથી, અને ક્ષપકશ્રેણીમાં ક્ષયથી લાભ પ્રાપ્ત થાય છે, ક્ષયોપશમથી નહિ.
પ્રશ્ન-૬૯૪ – ત વિશેષા (ગા.૧૨૫૪)માં શું તન્શબ્દથી સામાન્ય ચારિત્ર માત્ર જાણવું કે બાર કષાયોનાં ક્ષયાદિથી જે હમણાં જ કહ્યું છે તે જાણવું?
ઉત્તર-૯૯૪ – ૧૨ કષાયોના ક્ષય-ક્ષયોપશમ-ઉપશમથી જ ચારિત્રનો લાભ છે એ નિયમ જાણવો. પણ ૧૨ કષાયોના ક્ષયાદિથી પ્રાપ્ત ચારિત્રના આ પાંચ વિશેષ છે એવો નિયમ ન કરવો. ૧૨ કે અધિક કષાયોના ક્ષયાદિથી લબ્ધ સામાન્યથી ચારિત્રના આ પાંચ કહેવાનારા વિશેષો છે એમ તન્શબ્દથી સામાન્ય ચારિત્રમાત્ર સંબંધ થાય છે.