________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૩૫૬
નથી. તેમ મંદ હોવાથી તથા પ્રદેશકર્મ પણ નીરસ હોવાથી દર્શનાદિના વિધાત માટે થતું નથી. જેમ ઔષધાદિ ક્રિયાથી દૂર કરાતો રોગ, રોગીને તે ક્રિયાજન્ય મંદ પીડા કરે છે, તેમ પ્રદેશકર્મ પણ તપરૂપ ક્રિયા વડે દૂર કરાતું માત્ર તપરૂપ પીડા જ કરે છે. તદ્ભવ મોક્ષગામી આત્માઓને નરકગતિ આદિ કર્મ પ્રકૃતિઓ સત્તામાં હોતે છતે તેને અનુભવ્યા વિના કદી ક્ષય થતી નથી, તો પણ તે તેમને નકાદિ જન્મરૂપ વિપાકે અનુભવાતી નથી. પણ તપવડે પ્રદેશરૂપે ઉદય પામીને ક્ષય થાય છે. એવો ઉદય થતાં, તે પ્રકૃતિના વેદકને કોઈ બાધા થતી નથી, પ્રદેશોદય કર્મ આત્માના ગુણનો ઘાત કરતું નથી.
પ્રશ્ન-૭૦૩ કયા કર્મના ઉપશમથી જીવ કેવો કહેવાય ?
ઉત્તર-૭૦૩ – દર્શન સપ્તકથી માંડીને યાવત્ સંજ્વલન લોભનો સંખ્યાત ભાગ જેટલો બાકી રહે ત્યાં સુધી જીવ અનિવૃત્તિ બાદર કહેવાય છે. નિવૃત્તિ બાદર ગુણઠાણે કોઈ કર્મનો ઉપશમ નથી હોતો. ત્યાર પછી લોભના સંખ્યાતમાં ભાગના અસંખ્યાત ભાગ કરીને દરેક ભાગને સમયે-સમયે ઉપશમાવતો અંતર્મુહૂર્ત કાળ સુધી સૂક્ષ્મ સંપરાય કહેવાય છે.
સૂક્ષ્મસંપરાયનું સ્વરૂપ :- સંજ્વલન લોભના અસંખ્યાત ભાગના અસંખ્યાત ભાગને પ્રતિસમય ઉપશમાવતો અતંર્મુહૂર્ત માત્ર કાળ સૂક્ષ્મસંપરાય કહેવાય છે. આ લોભના અણુઓને પ્રતિસમય વેદતો ઉપશમક કે ક્ષપક થાય છે. એ લોભાંશમાત્રાવશેષ હોવાથી યથાખ્યાતથી કાંઈક ન્યૂન છે.
પ્રશ્ન-૭૦૪ – ઉપશમના અધિકારમાં ક્ષપકનો નિર્દેશ કેમ કર્યો ? તથા શ્રેણિ પૂરી થયા પછી શી સ્થિતિ થાય છે ?
ઉત્તર-૭૦૪ – ઉપશમક સૂક્ષ્મસં૫રાયના અધિકારમાં ક્ષપક તેના સમભાગે છે એટલે નિર્દેશ કર્યો છે જેમ ઉપશમશ્રેણીમાં ૯મા ગુણઠાણાથી ઉપરના સૂક્ષ્મ સંપરાય હોય છે તેમ ક્ષપકશ્રેણીમાં પણ હોય છે. એટલે સમાન ભાગ હોવાથી આ અધિકારમાં લાઘવ માટે ક્ષપક પણ બતાવ્યો છે. ઉપશમક સૂક્ષ્મ સંપરાય આ ગુણઠાણાથી ઓળંગાયેલો ઉપશાંત મોહ નિગ્રંથરૂપ યથાખ્યાત થાય છે.
તે પછી જો બદ્ધાયુ ઉપશમશ્રેણી પ્રાપ્ત શ્રેણીમધ્યમાં રહેલા ગુણઠાણે રહેલો અથવા ઉપશાંત મોહી થઈને કાળ કરે તો નિયમા અનુત્તરમાં જ જાય. શ્રેણીપતિતનો તો કાલ કરવામાં નિયમ નથી. હવે જો અબદ્ઘાયુ તે પ્રાપ્ત કરે તો અંતર્મુહૂર્ત ઉપશાંતમોહી થઈને પછી કોઈક નિમિત્તથી ઉદિત કષાયવાળો નિયમા શ્રેણીથી પડે છે. ઉપશમ શ્રેણીનો કાળ માત્ર એટલો જ હોય છે. આ જ કારણથી કષાયો દુરંત છે એમ કહી તેનું સામર્થ્ય જણાવે છે.