________________
૨૯૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પણ તે ભાવશ્રુત ચરણઆદિનો એક દેશ થાય. અને એતો ચારિત્રાદિ સાથે અભિન્ન દેશવાળું કહેવાય છે, જો એમ ન માનીએ તો ધાતુ અંજન કપિશવર્ણની જેમ સંકરએકવાદિ દોષ આવે, (૩) જે શ્રુતપયુક્ત પહેલા આગમથી ભાવશ્રુત કહ્યો છે તે પણ નોશબ્દના દેશવચનત્વમાં નોઆગમથી ભાવશ્રુત થાય. કારણ કે તે હૃતોપયોગ શ્રુતના એક દેશમાં જ ઘટે છે આખામાં ઘટતું નથી. કારણ સમસ્ત શ્રત અનંતાભિલામ્રાર્થના વિષયવાળું છે અને આ ઉપયોગ એકવારમાં અસંભવ છે, તેથી એક દેશ વચનમાં માનવાથી એ હૃતોપયોગી પુરૂષ નોઆગમથી ભાવશ્રુત થાય. તેથી જે કારણે આગમ-નોઆગમ ભાવશ્રુતમાં અવિશેષ થાય છે તેનાથી આ નોશબ્દ મિશ્રભાવમાં લેવો.
પ્રશ્ન-૫૮૫ – પ્રતિષેધ વાચક હોઈ નો શબ્દ મિશ્રભાવમાં ક્યારેય કહ્યો નથી પણ દેશાદિ પાંચ (દેશ-તન્યભાવ-દ્રવ્ય-ક્રિયા-ભાવ) અર્થોમાં કહ્યો છે. દેશમાં નોઘટ ઘટનો એક દેશ કહેવાય. કારણ ઘટેકદેશ અઘટ ન કહેવો કે ઘટ પણ ન કહેવો પણ નોઘટ. જેમકેઘટેકદેશ ગ્રીવાદિ અઘટ છતે તેનાથી અન્ય દેશો પણ તેની જેમ અઘટ હોવાથી સર્વઘટભાવની આપત્તિ આવે. એમ પટ-શકટઆદિમાં પણ અભાવની આપત્તિથી સર્વશૂન્યત્વની આપત્તિ આવે. ઘટેકદેશ ઘટ નથી એમ પ્રતિઅવયવ ઘટપ્રાપ્તિથી એક ઘટમાં ઘણા ઘટની આપત્તિ આવશે. એટલે એકઘટવિષય પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિ વ્યવહાર નષ્ટ થઈ જાય, તેથી સંક્ષેપથી ઘટેકદેશ નોઘટ જ કહેવાય છે. કારણ એ બંને પર્યાયશબ્દો છે. તેથી અન્યાભાવે પણ નોશબ્દ દેખાય છે. જેમ, નોઘટ કહેતાં તેનાથી અન્ય પટાદિ જણાય છે. જેમ, નોબ્રાહ્મણ કહેતાં ક્ષત્રિયાદિ જણાય છે. દ્રવ્યમાં તો નો શબ્દ ઘટેકદેશવચનાદિ નોઘટ, નોપટ, નોસ્તંભ વગેરે ઘટાદિ એક દેશવાચક છે. દેશવાચકથી એનો ભેદ શું છે? જો એમ કહોતો ત્યાં ઘટાદિ સંબદ્ધ જ તેનો એક દેશ નોઘટ આદિ કહ્યો છે. અહીં તો તે જ ઘટાદિ એકદેશ ગ્રીવાદિ અગલ થયેલો માર્ગમાં પડેલો સ્વતંત્ર જ લેવાય છે. તે ઘટાદિથી અલગ રહેલો હોવાથી પૃથ
સ્વતંત્ર દ્રવ્ય છે. આ દ્રવ્યમાં નોશબ્દ. જુદા એકદેશને કહેનાર પણ છે. હવે ક્રિયાનિષેધવચન નિશબ્દ-નાપતિ, નો પtવ્ય વગેરે, ભાવનિષેધ-નોરતે નોસ્થીતે અને ભાવ-ક્રિયાનો તફાવત સિદ્ધ-સાધ્યાદિરૂપ કોઈ પણ વિશેષ શબ્દશાસ્ત્રમાં રહેલો જાણવો, એ પ્રમાણે વિવક્ષાવશ દેશાદિ અર્થોમાં દેખાયેલો નોશબ્દ છે મિશ્રભાવમાં ક્યાંય દેખાતો નથી.
ઉત્તર-૫૮૫ – સાચું છે, દેશપ્રતિષેધાદિ વચનમાં આ નોશબ્દ છે, તો પણ અર્થવશ શબ્દોનો વિનિયોગ થાય છે. જ્યાં જે અર્થ ઘટે ત્યાં તે અર્થમાં પ્રયોગ કરવો.
પ્રશ્ન-૫૮૬ - શું એક શબ્દના પણ અનેક અર્થો હોય છે કે જેથી એમ બોલો છો?