________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૪૧
અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે વર્તતો જીવ મોહનીયની જઘન્ય સ્થિતિબંધ કરે છે, તથા મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો આયુનો જધન્ય સ્થિતિબંધ કરે, જ્ઞાનાવરણ-દર્શનાવરણ વેદનીય, નામ, ગોત્ર અને અંતરાયની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મ સંપરાયે બંધાય છે. આ કષાય પ્રાત્યયિક જઘન્ય સ્થિતિ છે. યોગ પ્રાત્યયિક વેદનીયની જઘન્ય સ્થિતિ ઉપશાંતમોહ આદિ ગુણસ્થાનકે એક સમયની પણ હોય છે.
પ્રશ્ન-૬૭૨
આ બધી કર્મપ્રકૃતિઓ ઉત્કૃષ્ટ સ્થિતિવાળી એક સાથે જ બંધાય છે કે એકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતાં, બીજીનો પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે કે તેમાં કોઈ અન્ય રીતે ઉત્કૃષ્ટ બંધ થાય છે ?
1
ઉત્તર-૬૭૨ – જ્યારે મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય, ત્યારે જ્ઞાન-દર્શન-વેદનીયનામ-ગોત્ર-અંતરાય આ છ કર્મની સ્થિતિબંધ ઉત્કૃષ્ટ જ હોય છે. કારણ કે મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંકલેશમાં બંધાય છે, ત્યારે જીવ જ્ઞાનાવરણાદિની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મોહનીયની સાથે આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી જીવ નરકાયુનો બંધ કરી સાતમી નરકમાં જાય છે, ત્યારે નરકાયુની અપેક્ષાએ આયુની પણ તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને છઠ્ઠી વગેરે નરકમાં જાય ત્યારે મધ્યમ સ્થિતિ હોય. જઘન્ય ન હોય. કારણ કે આવા સંકલેશમાં રહેતો જીવ નરકમાં જ ઉત્પન્ન થાય. ત્યાં ક્ષુલ્લકભવ પ્રમાણ આયુની જઘન્ય સ્થિતિ બંધ ન હોય. ઉત્કૃષ્ટ સંકલેશમાં દેવ-નારકી ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીયનો બંધ કરી તિર્યંચમાં જાય ત્યારે પણ આયુની ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્ય સ્થિતિ ન હોય. કારણ કે આવા ભવ પ્રમાણ આયુવાળા જીવોમાં દેવ-નારકી ઉત્પન્ન ન થાય.
મોહ સિવાય જ્ઞાનાવરણાદિ કોઈપણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો મોહનીયની અને કેટલાંક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મની ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિ બાંધે, પણ જઘન્ય ન બાંધે. જીવ જ્યારે સર્વોત્કૃષ્ટ સંકલેશમાં વર્તતો જ્ઞાનાવરણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે ત્યારે શેષ મોહનીયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સંકલેશમાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના કારણભૂત સંકલેશની અપેક્ષાએ મધ્યમ હોય છે. ત્યારે ત્યાં વર્તતો જીવ મોહનીય કર્મ મધ્યમ સ્થિતિવાળું બાંધે છે. અને દર્શનાવરણ તથા વેદનીય આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના કારણભૂત સંક્લેશની અપેક્ષાએ તો તે ઉત્કૃષ્ટ અથવા મધ્યમ સ્થિતિવાળું બંધાય છે. અને મધ્યમ સંકલેશમાં મધ્યમ સ્થિતિવાળા બંધાય છે. પણ જઘન્ય સ્થિતિ ત્યાં નથી હોતી. કારણ કે મોહનીય અને દર્શનાવરણની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે તે અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મ સં૫રાય ગુણઠાણે બંધાય છે. અહીં રહેલો જીવ જ્ઞાનાવરણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યારેય ન કરે, માટે જ્ઞાનાવરણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિમાં દર્શનાવરણ કે મોહનીયાદિની જઘન્ય સ્થિતિ ન