________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૩૯ પ્રશ્ન-૬૬૬ – કોઈ કહે છે – સયન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમા એમ પ્રસિદ્ધ છે અહીં તો જ્ઞાન-ચારિત્ર દ્વારા તે બતાવાય છે તો વિરોધ કેમ ન આવે?
ઉત્તર-૬૬૬ – બરાબર નથી. તમે કહેવાનો મતલબ સમજતા નથી. જ્ઞાનના પ્રહણથી જ સમ્યક્ત એમાં આવી જાય છે. કારણ સમ્યક્ત વિના જ્ઞાન ન હોય. મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન તરીકે વારંવાર જણાવેલું છે. તેથી સમ્યક્ત જ્ઞાનવિશેષ જ છે. એમ પહેલાં કહેલું જ છે. નાળમવાય-fધો હંસમિટું નહોદેદાશો . તદ તત્તર સમું રોડ્રન્ક નેળ તં ના (ગા. પ૩૬) તેથી જ્ઞાનાંતર્ગત જ સમ્યક્ત છે. એટલે જ્ઞાન ગ્રહણ કરતાં તે ગૃહીત જ છે.
આગળ જે શ્રત જ્ઞાનેપિ ઇત્યાદિ જે પ્રતિજ્ઞાત છે. તેનો હેતુ-શ્રુતજ્ઞાન લાયોપથમિક ભાવમાં વર્તે છે. જ્યારે મોક્ષ ક્ષાયિકજ્ઞાનમાં જ છે. જેમકે, અવધિજ્ઞાનમાં વર્તમાન જીવ મોક્ષ પામતો નથી, તેમ ચારિત્ર વિનાનો જીવ શ્રુતજ્ઞાનમાં વર્તમાન છતાં પણ મોક્ષ પામતો નથી.
પ્રશ્ન-૬૬૭ – જો એમ હોય તો ચરણસહિત એવા શ્રુતથી આ જ હેતુ અને દષ્ટાંતથી મોક્ષ નહિ થાય?
ઉત્તર-૬૬૭ – સિદ્ધ સાધ્યતા જ છે પરંતુ ક્ષાયિક જ્ઞાન-ચારિત્રથી જ મોક્ષ થાય છે.
પ્રશ્ન-૬૬૮ – જો એમ હોય કે ક્ષાયોપથમિક ભાવમાં વૃત્તિ હોવાથી જ શ્રતથી મોક્ષ નિષેધ છે એ રીતે ચરણ સહિત શ્રુતજ્ઞાન કહ્યું અને પૂર્વ જે તેનાથી મોક્ષ કહ્યું તે શૂન્યચિત્ત ભાષિત જ છે ને?
ઉત્તર-૬૬૮ – ના, કારણ કે સાક્ષાત્ ભલે શ્રુતથી મોક્ષનો નિષેધ છે. પણ પરંપરાએ તો થાય જ છે. કેમકે, શ્રુતજ્ઞાન-ચારિત્ર દ્વારા ક્ષાયિકજ્ઞાન-ચારિત્ર પ્રાપ્ત થાય છે, અને તેનાથી મોક્ષ થાય છે. તેથી જે ચારિત્ર યુક્ત શ્રત એ મોક્ષનો હેતુ છે એમ કહ્યું તે પણ અવિરૂદ્ધ છે.
પ્રશ્ન-૬૬૯- સ્વાવારક કર્મ સર્વથા ક્ષીણ થતાં સર્વ જ્ઞાન ઉત્પન્ન થાય છે ઉદયપ્રાપ્તિમાં નહિ. તેથી જેમ ચારિત્ર વિના પણ કોઈપણ રીતે તેનું જ્ઞાનાવરણ કર્મ ક્ષીણ થયું, તેમ મોક્ષલાભને આવરણ કરનારૂં પણ, એમજ કોઈ રીતે ક્ષીણ થશે. તેથી ફક્ત જ્ઞાનથી જ મોક્ષ થશે ચારિત્રથી શું?
ઉત્તર-૬૯૯ – બધા જ્ઞાન સર્વથા સ્વાવરણ ક્ષીણ થતાં ઉત્પન્ન થાય છે એ અસિદ્ધ છે. કેમકે, કૃતાદિજ્ઞાનો સ્વાવરણ ક્ષયથી નહિ પણ ક્ષયોપશમથી થાય છે. ક્ષાયિક તો ફક્ત કેવલજ્ઞાન જ છે. તથા ક્ષીણમોહસંબંધિ ચારિત્ર ક્ષાયિક છે. તે બંને રહ્યા પછી અનંતર-તરત જ મોક્ષ થાય છે, તેથી સચારિત્ર શ્રુત અહીં ક્ષાયિકજ્ઞાન-સાયિક ચારિત્રના લાભમાટે થાય છે. એમ પંરપરાથી ચારિત્રસહિત શ્રુતથી મોક્ષની પ્રાપ્તિથી પૂર્વોક્ત વિરુદ્ધ થતું નથી.