________________
૩૪૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૭૦–પરંતુ શ્રુતજ્ઞાન-શાયોપથમિક છે અને કેવળજ્ઞાન ક્ષાયિક છે એમ કઈ રીતે જણાય ?
ઉત્તર-૬૭૦ - શાસ્ત્રમાં તે પ્રમાણે કહેલું છે. પ્રશ્ન-૬૭૧ – શાસ્ત્રમાં શું કહેલું છે તે સમજાવો તો ખરા?
ઉત્તર-૬૭૧ – સર્વ દ્વાદશાંગ ગ્રુત તથા તે સિવાયનું પ્રકીર્ણ અંગબાહ્યશ્રત, મતિ-અવધિ અને મન:પર્યવજ્ઞાન, તથા ક્ષાયિક-ઔપથમિક સિવાયનાં ચાર સામાયિક, એ બધું ક્ષાયોપથમિક ભાવમાં જ થાય છે. પણ ઔદાયિકભાવમાં નથી થતા, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તો ક્રોધાદિ સર્વ કષાયનો સર્વથા ક્ષય થવાથી જ થાય છે. જો કે ચારે ઘાતિકર્મનો ક્ષય થવાથી જ કેવળજ્ઞાન થાય છે, એકલા કષાયના ક્ષયથી નથી થતું. પરંતુ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં કષાયનો ક્ષય એ જ મુખ્ય કારણ છે.
ક્રમદ્વાર :- આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ સમ્યક્તાદિ ૪ સામાયિકમાંથી એકેય ન પ્રાપ્ત કરે. તેમજ મતિ આદિ જ્ઞાન પણ ન પામે. અને આયુ સિવાયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં તો પૂર્વે પામેલ વર્તતો પણ ન હોય અર્થાત્ પૂર્વલભ્યોનો તો ઉત્કૃષ્ટસ્થિતિવાળા એક જ આયુમાં ભજના કરવી. કોઈને કાંઈક હોય કોઈને ન હોય. કારણ કે સમ્યક્ત પામ્યા પછી તેનો ત્યાગ થાય, ત્યારે કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે, એમ કર્મગ્રંથનો અભિપ્રાય છે, અને સિદ્ધાંતના અભિપ્રાયથી તો ગ્રંથિભેદ કર્યા પછી ફરી ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થતો જ નથી. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન અનુત્તર દેવને ઉત્પન્ન થતી વખતે સમ્યક્તશ્રુતસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. પણ ત્યાં પામતા નથી. જ્ઞાનાવરણાદિ સર્વ જઘન્યસ્થિતિવાળા સૂક્ષ્મ સંપરાયાદિ ગુણઠાણાવાળો નવું કાંઈ પણ પ્રાપ્ત ન કરે. કારણ કે સમ્યક્ત-શ્રુત-સર્વવિરતિ સામાયિકનો એ પૂર્વપ્રતિપન્ન છે, એટલે ફરી પ્રાપ્ત ન કરે. આયુષ્યનો તો ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્યસ્થિતિક જીવ પૂર્વપ્રતિપન્ન કે પ્રતિપદ્યમાન નથી. પહેલાં એ બધું બતાવેલું જ છે.
આઠે કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ :- નામ અને ગોત્ર કર્મની ૨૦ કોડાકોડી, સાગરોપમ, મોહનીયની ૭૦ કોડાકોડી, સાગરોપમ અને જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય અને અંતરાય કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમ તથા આયુષ્યની ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તથા, જ્ઞાન-દર્શન-અંતરાયની અંતર્મુહૂર્ત, નામ ગોત્રની ૮ મુહૂર્ત, વેદનીયની ૧૨ મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે.