________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૪૫
ચોર મળ્યા, ખેંચેલી તીક્ષ્ણ તલવારવાળા માર્ગની બંને બાજુ રહેલા અત્યંત ભયાનક તેમને બંનેને જોઈને ઉછળેલા મનના ક્ષોભવાળો એક પુરુષ પાછો ફર્યો. બીજો પકડાયો, ત્રીજો તેમને તરછોડીને ઈષ્ટપુરમાં પહોંચ્યો. એ પ્રસ્તુતમાં ઘટાવાય છે અટવીભવાટવી-સંસાર ત્રણ મનુષ્ય રૂપ = પાછો ફરેલો અભિન્નગ્રંથિક પહેલો, ગ્રંથીદેશે રહેલો બીજો, ભિન્નગ્રંથિક ત્રીજો, લાંબો માર્ગ = લાંબી કર્મસ્થિતિ, તેનું અતિક્રમણ = લાંબી કર્મસ્થિતિનું ક્ષપણ, ભય સ્થાન = ગ્રંથિદેશ, બે ચોર = રાગ-દ્વેષ, ગ્રંથિદેશને ભેદયા વિના પાછો ફરનાર = અશુભ પરિણામ કર્મસ્થિતિ વધારનાર, બે ચોરો દ્વારા પકડાયેલો = ઉદિત પ્રબળ રાગવૈષવાળો ગ્રંથિકસત્ત્વ, ઇષ્ટપુર પ્રાપ્ત થયેલો પુરુષ = સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરનાર. હવે ત્રણ કરણ – ૧. ત્રણે પુરુષનું સ્વાભાવિક ગમન-ગ્રંથિદેશ પ્રાપક યથાપ્રવૃતકરણ, ૨. શીઘગમનથી ચોરને ઓળંગતા-અપૂર્વકરણ, ૩. ઈષ્ટ સમ્યક્તાદિ પૂર પ્રાપક-અનિવૃત્તિકરણ જાણવું.
પ્રશ્ન-૬૭૭ – પ્રભો! ગ્રન્થિભેદ કરીને જીવો સમ્યકત્વાદિરૂપ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે તે પરોપદેશથી પામે છે ? સ્વાભાવિક જાતે જ પામે છે? કે બંનેમાંથી એકપણ રીતે નથી પામતા?
ઉત્તર-૬૭૭ – પથનું દૃષ્ટાંત - જેમ કોઈ માર્ગમાં પરિભ્રષ્ટ થયેલો અટવીમાં આમ-તેમ ભમતો મનુષ્ય કોઈપણ રીતે જાતે જ માર્ગ મેળવે છે, કોઈ પરોપદેશથી મેળવે છે, અને કોઈ મેળવતો જ નથી. એમ સર્વથા નાશ થયેલા માર્ગવાળો જીવ સંસારાટવીમાં ભમતો કોઈ ભવ્ય ગ્રંથિસ્થાને પ્રાપ્ત થયેલો સ્વયં સમ્યક્તાદિ સન્માર્ગ મેળવે છે, કોઈ પરોપદેશથી મેળવે છે, અને કોઈ દૂરભવ્ય કે અભવ્ય ગ્રંથિદેશે પહોંચેલો પણ પાછો ફરે છે.
૬. જ્વર ગૃહીત :- જેમ જવરગૃહીત કોઈનો જવર કોઈ રીતે આપમેળે દૂર થાય છે, કોઈનો ઔષધના ઉપયોગથી દૂર થાય છે, કોઈમાં દૂર થતો નથી. તેમ મિથ્યાત્વમહાવર પણ કોઈનો ગ્રંથિભેદાદિ ક્રમથી સ્વયં દૂર થાય છે, કોઈનો ગુરૂવચન રૂપ ઔષધ ઉપયોગથી દૂર થાય છે, કોઈમાં તો દૂર થતો નથી, ભવ્યની આ ત્રણે ગતિઓ થાય છે અભવ્યની તો માત્ર ત્રીજી ગતિ થાય છે.
૭. કોદ્રવ :- કેટલાંક કોદ્રવોનો મદનભાવ સ્વયં દૂર થાય છે, કેટલાંકનો ગોમયાદિનાપરિકર્મથી દૂર થાય છે, અને કેટલાકનો દૂર થતો જ નથી. તેમ મિથ્યાત્વમદનભાવ પણ કોઈમાં સ્વયં દૂર થાય છે. કોઈનો તો ગુરૂપદેશરૂપ પરિકર્મથી દૂર થાય છે. કોઈમાં દૂર થતો નથી.