________________
૩૪૩
ગુજરાતી પ્રશ્નોત્તર કામ? આમ ખપાવેલા બહુ કર્મવાળાઓને અપેક્ષા વિના પણ ગુણો પ્રગટ થાય છે એટલે નિર્ગુણ જ શેષ કઈ રીતે ખપાવે?
પ્રશ્ન-૬૭૪ – કરણ કેટલાં હોય છે? કયા કયા? કયા જીવને કેટલાં કરણ હોય? ઉત્તર-૬૭૪ – કરણો ત્રણ છે - (૧) યથાપ્રવૃત (૨) અપૂર્વ (૩) અનિવર્તિકરણ
અનાદિ કાળથી માંડીને કર્મ ખપાવવામાં પ્રવર્તેલ આત્મા અધ્યવસાય વિશેષથી ગ્રંથિસ્થાન સુધી પહોંચતા સુધી પ્રથમ યથાપ્રવૃતકરણ થાય છે. સર્વદા કર્મક્ષપણમાં કારણ અધ્યવસાય માત્ર હોવાથી, ઉદય પ્રાપ્ત આઠેય કર્મપ્રકૃતિના સર્વદા ક્ષપણથી ગ્રંથિને ભેદનારને પૂર્વે કહી પણ પ્રાપ્ત નહિ થયેલ એવા અપૂર્વ સ્થિતિઘાત-રસઘાતાદિ કરનાર અધ્યવસાય વિશેષ તે બીજું અપૂર્વકરણ થાય છે. પૂર્વથી વિશુદ્ધતર અધ્યવસાયરૂપ તેનાથી જ ગ્રંથિનો ભેદ થવાથી, તથા સમ્યગ્દર્શનનો લાભ થતા સુધીમાં જે પરિણામ પાછા ન પડે તે અનિવર્તિકરણ. તે સમ્યક્તાભિમુખ જીવમાં થાય છે. તેથી જ વિશુદ્ધતમ અધ્યવસાયરૂપ પછી સમ્યક્તનો લાભ થાય છે.
કરણત્રયને આશ્રયીને સામાયિક લાભના દૃષ્ટાંતો. પલ્લક-ધાન્યાધારભૂત :- જેમ કોઈ કૌટુંબિક એકદમ વિશાળ ધાન્યભરેલા પત્યમાં ક્યારેય કોઈ રીતે થોડું થોડું બીજું ધાન્ય નાખે છે, અને ઘણું તેમાંથી કાઢે છે તેમ છતાં સમય જતાં ધાન્ય ખાલી થાય છે તે રીતે કર્મરૂપી ધાન્યભરેલા પલ્પમાં કુટુંબી સ્થાનીય જીવ ક્યારેય કોઈ રીતે અનાભોગથી ઘણું ચિરબદ્ધ કર્મ ખપાવતો થોડું થોડું નવું ભરતો-બાંધતો ગ્રંથી સુધી પહોંચે છે. આ વખતે દેશોન એક કોડાકોડી સાગરોપમ શેષ આયુવિના ૭ કર્મોને ધારણ કરી શેષ તે કર્મ ખપાવે છે આ યથાપ્રવૃત્તકરણનો વ્યાપાર છે.
પ્રશ્ન-૬૭૫ – આ તો આગમ વિરુદ્ધ છે એ ગ્રંથિ ભેદ પહેલાં અસંવત-અવિરતઅનાદિમિથ્યાષ્ટિ છે એવા જીવનું ઘણુંખરું કર્મ ખપાવવું અને થોડાનો બંધ આગમમાં નિષેધ જ છે કારણ કે-પ મદફનહિ શું પવિવૃવ સોહા નાત્રિા માંના વિરપ વંદુ વંથણ निज्जरे थोवं ॥१॥ पल्ले महइमहल्ले कुंभं सोहए पक्खिवइ नाभिं । जे संजए पमत्ते बहु निज्जरे बंधए थोवं ॥२॥ पल्ले महइमहल्ले कुम्भं सोहेए पक्खिवे न किंचिं । जे संजए अपमत्ते વ૬ નિ વંથા ર વિવિ IPરા પ્રથમ ગાથામાં તો અસંયત-અવિરત-અનાદિમિથ્યાષ્ટિને પ્રતિસમય બંધ બહુ અને નિર્જરા અલ્પ કહી અને આપ તો એનાથી વિપરિત પ્રતિપાદન કરો છો તો વિરોધ કેમ નહિ?