________________
૩૪૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
હોય. ક્યાંક આયુની જઘન્ય સ્થિતિ હોય પણ તે જયારે મનુષ્ય અથવા તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે ત્યારે તેમને જઘન્ય ક્ષુલ્લકભવનું આયુ બાંધતા જઘન્ય સ્થિતિ હોય છે.
આ ઉપર કહેલ બંધ સ્થિતિના કારણથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ ચારેમાંથી એકપણ સામાયિક ન પામે, ઉત્કૃષ્ટ સ્થિતિ આયુષ્યવાળા અનુત્તર દેવાદિ કોઈકને પહેલાનું કોઈક સામાયિક હોય. જ્ઞાનાવરણાદિની જઘન્ય સ્થિતિવાળા પૂર્વે પામેલા હોવાથી નવું ન પામે અને જઘન્ય સ્થિતિ આયુષ્યમાં પામેલા પણ ન હોય અને પામતા પણ ન હોય.
ક્ષયોપશમથી સમ્યક્તાદિના લાભનું કારણ :- આયુ વિના સાત કર્મપ્રકૃતિની સ્થિતિ કોટાકોટી સાગરોપમના અંદર કરીને ૪માંથી એક સામાયિક પ્રાપ્ત થાય છે. જયારે પલ્યોપમનો અસંખ્યાત ભાગનૂન કોડાકોડી સાગરોપમ રહે ત્યારે ગ્રંથિ પ્રગટ થાય છે. ગ્રંથિ = ઘન અતિનિબિડ રાગ-દ્વેષોદય પરિણામ. ગ્રંથિ ભેદ થતાં મોહેતુભૂત સમ્યક્તાદિનો લાભ થાય છે. ગ્રંથિભેદમાં પ્રવૃત થયેલો જીવ ઘોરમહાયુદ્ધના અગ્રભાગે દુર્જય એવા નષ્ટ કરેલા અનેક શત્રુગણ છે જેના, એવા સુભટ જેવો શ્રમ પામે છે. જેમ સિદ્ધકાળે બહુવિદ્ધવાળી વિદ્યા પ્રાપ્ત થાય છે તેમ આ ગ્રંથિભેદ પણ મહા મુશીબતથી છે.
પ્રશ્ન-૬૭૩ - જો ગ્રંથિભેદ પહેલાં સમ્યક્વાદિગુણ વિના જ એ જીવે ઓગણ સિત્તેર કોડાકોડી સાગરોપમની લાંબી કર્મસ્થિતિ ખપાવી, તો શેષ પણ એ સમ્યક્તાદિ ગુણવિના જ ખપાવે પછી એ રીતે મોક્ષ પણ મેળવે. તેના હેતુભૂત સમ્યક્તાદિ ગુણો વિચારવાનું શું કામ છે?
ઉત્તર-૬૭૩ – જેમ મહાવિદ્યા સાધવાની ઇચ્છાવાળાની પ્રાયઃ પૂર્વસેવા અત્યંત કઠોર નથી હોતી પણ ખુબ કોમળ હોય છે. તેની સાધના સમયે તે ક્રિયા કઠીનતર થાય છે. અને વિપ્નવાળી પ્રાયઃથાય છે. તથા ગ્રંથિભેદ પહેલાં કે કર્મસ્થિતિ ક્ષપણમાં યથાપ્રવૃત્તકરણ ક્રિયા અત્યંત કઠોર નથી પણ કોમળ છે. અને જે ગ્રંથિભેદથી માંડીને મોક્ષસાધનમાં સમ્યગ્દર્શન જ્ઞાન સહિત ચારિત્ર ક્રિયા છે તે અત્યંત કઠોર છે. દુષ્માપ્ત અને વિષ્નવાળી હોય છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાનથી યુક્ત ચારિત્ર ક્રિયા વિના કોઈનોય ક્યારેય મોક્ષ ન થાય. તો એમ કઈ રીતે કહેવાય કે સમ્યક્તાદિગુણો વિના પણ જીવ સર્વ કર્મ ખપાવીને મોક્ષ મેળવે અથવા જો જે ગુણ રહિત અવસ્થામાં એણે ઘણું કર્મ ખપાવ્યું, એથી શેષ કર્મ નિર્ગુણ થતો ન ખપાવે કારણ કે ખપેલા ઘણા કર્મથી નષ્ટ કરેલા ઘણા દોષ વાળો ગ્રંથિભેદ પછી સમ્યક્તાદિગુણ પ્રાપ્ત કરે છે એટલે એ નિર્ગુણ કઈ રીતે થાય? કોઈપણ અધ્યાહારથી અપેક્ષિત સમ્યક્તાદિ ગુણો રહેતા નથી કે જેથી આપ કહો-કે સમ્યક્તાદિગુણો મોક્ષના હેતુતરીકે વિચારવાનું શું