________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૪૭ પ્રશ્ન-૬૮૧ – એ રીતે તમે સમ્યક્તલાભ કહ્યો તેના પછી દેશવિરતિ આદિનો લાભ કઈ રીતે થાય છે?
ઉત્તર-૬૮૧ – જેટલી કર્મસ્થિતિમાં સમ્યક્ત મળ્યું તેમાંથી પલ્યોપમ પૃથક્વ (બે થી નવ પલ્યોપમ)રૂપ સ્થિતિખંડ ખપતે છતે શ્રાવક દેશવિરત થાય. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ખપતાં ચારિત્ર પ્રાપ્ત કરે છે, તેનાથી પણ સંખ્યાતા સાગરોપમ ખપતાં ઉપશમશ્રેણી અને તેનાથી પણ સંખ્યાત સાગરોપમ ખપતાં ક્ષપકશ્રેણી થાય છે.
પ્રશ્ન-૬૮૨ – કેટલા ભવે એમ દેશવિરતિઆદિનો લાભ થાય છે?
ઉત્તર-૬૮૨ – અપ્રતિપતિત સમ્યક્તીને દેવ-મનુષ્ય જન્મોમાં ભમતા-ભમતા મનુષ્યભવમાં દેશવિરતિ આદિ લાભ થાય છે. અથવા તીવ્ર શુભપરિણામવંશથી ખપાવેલી બહુકર્મ સ્થિતિવાળાને એકજ ભવમાં ઉપશમ શ્રેણી કે ક્ષપકશ્રેણીમાંથી કોઈ એક શ્રેણી વિના સર્વ પ્રાપ્ત થાય છે. એક ભવમાં બે શ્રેણી સિદ્ધાંતભિપ્રાયથી નથી જ થતી. બેમાંથી એક જ થાય.
આવરણદ્વારઃ- જેના ઉદયથી જીવને દર્શનાદિ સામાયિક પ્રાપ્ત ન થાય અને પ્રાપ્ત થયા હોય તો પણ નાશ પામે તે અહીં કષાયાદિક આવરણ કહેવાય છે. અનંતાનુબંધી અને મિથ્યાત્વ સમ્યક્તનું આવરણ છે. શ્રુતજ્ઞાનાવરણ શ્રુતનું, ચારિત્રમોહનીય ચારિત્રનું આવરણ છે અથવા કેવલજ્ઞાન-કષાયોના ક્ષયથી થાય છે, દર્શનચારિત્ર કષાયોના ક્ષયોપશમાદિથી થાય છે.
(૧) સમ્યકત્વના આવરણ :
પ્રશ્ન-૬૮૩– કષાયો કેટલા? કયા કયા સામાયિકનો આવરણ છે? અથવા કોનો કયો ક્ષયાદિક્રમ છે?
ઉત્તર-૬૮૩ – (૧) પ્રથમના અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભના ઉદયે ભવ્યોભવ્યસિદ્ધિકો પણ નિયમા સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કરે, તો અભવ્યોની વાત જ ક્યાં રહી? કારણ કે આ કષાય સમ્યક્ત ગુણનો ઘાતક છે. તે સંયોજન કષાયો પણ કહેવાય છે. કર્મના ફળભૂત સંસાર સાથે સંયોજન કરે છે એટલે સંયોજન કષાયો.
પ્રશ્ન-૬૮૪ - બધાની કોઈને કોઈ ભવમાં સિદ્ધિ થાય છે તો અહીં તદ્ભવસિદ્ધિકથી તેમનો વ્યવચ્છેદ કેમ કરાય છે?