________________
૨૯૯
ગુજરાતી પ્રશ્નોત્તર
સામાયિકાદિ અધ્યયનના જ્ઞાનની ઈચ્છાવાળા શિષ્યએ ગુરૂના ભાવનો ઉપક્રમ કરવો, એટલે કે ગુરૂ કઈ રીતે પ્રસન્ન થાય ? એમ વિચારવું, પરિપાટિ એટલે અનુક્રમ. તે ત્રણ પ્રકારે છે. પૂર્વાનુપૂર્વી ક્રમ, પશ્ચાનુપૂર્વી ક્રમ અને અનાનુપૂર્વી ક્રમ. આ ત્રણમાંથી કયો અનુક્રમ અધ્યયનમાં ઉપયોગી છે ? ત્રણે ઉપયોગી છે. જેમકે, પૂર્વાનુપૂર્વી ક્રમથી સામાયિક અધ્યયન પહેલું છે, પશ્ચાનુપૂર્વીથી છઠું છે અને અનાનુપૂર્વીથી સાતસો અઢાર ભાંગા થાય છે. તેથી અનિયત છે. ઔદાયિકાદિ છ ભાવોમાંથી આ અધ્યયન કયા ભાવમાં હોય ? ક્ષયોપશમભાવમાં આ અધ્યયન દ્રવ્ય છે? ગુણ છે? કે કર્મ છે? ગુણ છે. જીવનો ગુણ કે અજીવનો? જીવનો, તો જ્ઞાનગુણ, દર્શનગુણ કે ચારિત્રગુણ છે? જ્ઞાનગુણ, તો પ્રત્યક્ષજ્ઞાન, અનુમાન, ઉપમાન કે આગમરૂપ છે? આગમરૂપ, લૌકિક આગમ કે લોકોત્તર ? લોકોત્તર આગમ, તેમ છતાં તે સૂત્રાગમ છે અર્થાગમ છે કે ઉભયાગમ ? અથવા આત્માગમ છે ? અનંતરાગમ છે કે પરંપરાગમ? તીર્થકરોને અર્થથી આત્માગમ છે ગણધરોને અનંતરાગમ અને બીજાઓને તે પરંપરાગમ છે. સૂત્રથી ગણધરોને આત્માગમ, જંબુસ્વામીને અનંતરાગમ અને બીજાઓને પરંપરાગમ છે. જો લોકોત્તરાગમ છે તો આ અધ્યયન દૃષ્ટિવાદ છે કે કાલિક છે ? કાલિક છે. તો તેના સૂત્ર અને અર્થનું પરિણામ કેટલું છે ? સૂત્રાક્ષર વગેરે પરિમિત છે. અને અર્થ વગેરે અનંતા છે. આ અધ્યયનમાં સ્વસિદ્ધાન્ત-પરસિદ્ધાંત અને ઉભયસિદ્ધાંતમાંથી કયું કહેવાનું છે? સ્વસિદ્ધાંત, તો તે કયા શાસ્ત્રનો વિભાગ સમુદાયાર્થ તરીકે અધિકૃત છે? સાવદ્યયોગની વિરતિનો અહીં અધિકાર છે. આ રીતે અધ્યયનનો ઉપક્રમ કરવો.
નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ૬ પ્રકારનો ઉપક્રમ હોય છે.
દ્રવ્યોપક્રમ :- આગમથી અને નોઆગમથી એમ દ્રવ્ય ઉપક્રમ બે પ્રકારે છે. ઉપક્રમ પદના અર્થને જાણનાર હોય, પણ તેમાં ઉપયોગવાનું ન હોય, તે આગમથી દ્રવ્ય ઉપક્રમ. તથા નોઆગમથી દ્રવ્ય ઉપક્રમ જ્ઞભવ્ય-વ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે હોય છે. એનો ત્રીજો ભેદ સચિત્તાચિત્તમિશ્ર એમ ત્રણ પ્રકારનો હોય છે. એ ત્રણે ૨ પ્રકારે હોય છે પરિકર્મવસ્તુનાશ.
(૧) પરિકર્મ :- ક્રિયાવિશેષણથી જે વસ્તુઓનો ગુણ વિશેષ પરિણામ તે પરિકર્મ જેમકે પુરુષાદિના ધી-રસાયણાદિ ઉપયોગ ક્રિયાથી અને સ્નેહન મર્દનાદિ ક્રિયાથી વર્ણબલ-વય સ્તસ્માદિ અને કાન-સ્કંધવર્ધનાદિ કરાય છે. કેટલાંક-શાસ્ત્ર-શિલ્પ-ગંધર્વનૃત્ય આદિ કલાગ્રહણને પણ દ્રવ્ય ઉપક્રમ કહે છે. પણ આ વિજ્ઞાનવિશેષ સાધનરૂપ હોવાથી ભાવોપક્રમ તરીકે ઘટે છે. અથવા આત્મદ્રવ્ય સંસ્કારની વિવક્ષાથી દ્રવ્યોપક્રમ કહેવામાં પણ વાંધો નથી.